________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ એ તે જ્ઞાની ગુરુને વારે વારે પ્રશ્નો પૂછળ્યા કરે છે. ગુરુજી પણ જાણે સુપાત્ર મળી ગયું હોય એમ વિદ્યાનું દાન દેતાં થાકતા નથી. ખરી મળી છે. આ ગુરુ અને શિષ્યની બેલડી !
આર્યકાલકને શિષ્યો તો અનેક હતા, પણ એમને આ નવા શિષ્યમાં ભારે હીર દેખાએ છે. એમના અંતરમાં આ જિજ્ઞાસુ શિષ્ય ઉપર ભારે ભાવે જન્મે છે.
આ તે લેનાર થાકે તે દેનાર ન થાકે, અને દેનાર થાકે તે લેનાર ન થાકે-એવી જ્ઞાનોપાસનાની અવિરત ધારા ત્યાં રહી છે.
શું શિષ્યની બુદ્ધિની ચમત્કૃતિ ! અને શું ગુરુ ની જિજ્ઞાસાપૂર્તિની અપૂર્વ શક્તિ !
શિષ્યને વિદ્યાઉપાસના અને ગુરુસેવા–એ સિવાય બીજું બધું તુચ્છ લાગે છે. ગુરુજીએ અહર્નિશ આ નવા શિષ્યના જીવનવિકાસનું ધ્યાન રાખી રહ્યા છે. શિષ્યની વિદ્યાવૃત્તિ જોઈ ગુરુજીનું અંતર અતિ સંતુષ્ટ બની જાય છે.
આ કાલક ક્યારેક વિચારે છેઃ “શું વિદ્યાપરાયણ શિષ્ય છે! સાચે જ, જે જ્ઞાનમાં પારંગત અને ચારિત્રમાં એકનિક નીવડે તે એનો બેડો પાર થઈ જાય, પ્રભુશાસનને મહિમા વિસ્તરવા લાગે અને મારું ગુરુપદ પણ ધન્ય બની જાય.
બુદ્ધિમત્તાનું સપનું તે લાધી ગયું છે, એમાં વિશુદ્ધ ચારિત્રની સુગંધ ભળે તે...? અને ગુરુની વિચારમાળા ત્યાં થંભી જતી.
[૨]
આશાનો ભંગ
કાળદેવતાની ઘડીમાંથી રેતી ઝડપથી ગળતી જાય છે.
નવા શ્રમણ હવે નવા મટી જૂના થયા છે. એમના સંયમી જીવન ઉપરથી પાંચ-સાત વને કાળપટ પસાર થઈ ગયો છે. ગુરુ અને શિષ્યના અંતરની એકરૂપતા અધિક ઘેરી બનતી જાય છે.
ગુરુને થાય છે : ભારે શિખ્ય ! શિષ્યનો રોમ રોમ પિકારે છે. મારા ગુર!
વિદ્યાત૫ હજીય અખંડ ચાલ્યા કરે છે. વિદ્યાની ઉપાસનામાં જાણે ગુરુ અને શિષ્ય વચ્ચેના અંતરનું અંતે રચાઈ જાય છે. ખેળિયાં બે, પણ ચેતન તો જાણે એક જ.
લોક કહે છે : “ધન્ય ગુરુ ! ધન્ય ચેલા 'શું કુદરતે ગુરુ-શિષ્યની બેલડી સરળ છે!'
પેલા નવા મણની કાયા હવે ભરયૌવનમાં પ્રવેશીને પાંગરવા લાગી છે. ગૌર વર્ણ, કાંતિમાન મુખ, તેજભર્યા નયને, સાધુજીવનનાં ખપપૂરતાં, સાવ સાદાં વસ્ત્રો પણ જાણે એ કાયાને મનોરમ બનાવી જાય છે. બે ઘડી જોયા જ કરીએ એવી ફૂટડી એની કાયા છે.
ગુરુજી જુએ છે તે વિચારે છેઃ તપ, વ્રત અને સંચમનાં નિયંત્રણો ભલે હેય, છતાં પૌવનનું ઉદ્યાન પાંગર્યા વગર નથી રહેતું. જ્ઞાનગંભીર બનતા ક્તા શિષ્યની કાયા પણ વિકસતી જાય છે.'
For Private And Personal Use Only