________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજબ સાધના લેખક શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ
[૧]
સેનામાં સુગંધ ભળશે? વિક્રમ સંવતને આરંભ થયો તે પહેલાંના સમયની આ વાત છે. જ્ઞાન અને ચારિત્રના તેજથી ઝળહળતા આર્યકાલકનો પ્રભાવ વિસ્તરતા જતા હતા. એમના શાસ્ત્ર-જ્ઞાનથી આકર્ષાઈ અનેક શ્રમણે એમની પાસે અધ્યયન કરવા આવતા. એમની સાધુતા ભલભલાના મનને કામણ કરતી અને એમની સાહસથરતાને તો જોટો જ ન હતો.
શાસનના ગગનાંગણમાં જાણે નવીન સૂર્ય ઉદય થયો હતો. એ સૂર્યના પ્રકાશે કંઈક અંધારા ઉલેચાઈ જવાનાં હતાં, કંઈક અધર્મો દૂર થવાના હતા, કંઈક અન્યાયો નામશેષ થવાના હતા.
જન્મના ક્ષત્રિય આર્યકાલિક જ્યારે પોતાની સુખ-સાહ્યબીને હસતે મુખે ત્યાગ કરીને આત્મસાધનાને પથે ચાલી નીકળ્યા ત્યારે પણ એમણે ક્ષત્રિયસહજ શૂરવીરતાનું ભાતું તો પિતાની સાથે જ રાખ્યું હતું.
દીન-હીન-કંગાલ બનીને જીવવામાં એ માનતા નહોતા; પોમર બનીને સાધના કરવામાં એમને શ્રદ્ધા નહતી; કોઈના એશિયાળા બનીને રહેવું-એ એમને જીવતા મોત જેવું અકારું હતું.
સિંહની જેમ રહેવું, સિંહની જેમ જીવવું અને સિંહની જેમ જીવને સમાપ્ત કરવું-એ જ એ સિંહપુરુષની ખેવના હતી.
એ જ્યારે શાસ્ત્રોનું સર્જન કરતા, કે શાસ્ત્રોના અને વિસ્તાર કરતા ત્યારે જાણે સાક્ષાત સરસ્વતીનો અવતાર બની જતા. એમની વાણીની ધારા ચાલે ત્યારે સર્વ શંકા, સર્વ કુશંકા અને સર્વ આશંકાઓના મળનું આપોઆપ પ્રક્ષાલન થઈ જતું અને અંતરમાં નિર્મળ શ્રદ્ધા અને જ્ઞાનનું તેજ વ્યાપી જતું.
એવા એ આર્ય કાલકની પાસે એક દિવસ યૌવનના ઉંબમાં પગ માંડતા એક યુવક આવીને ચરણે પડે છે, અને બે હાથ જોડીને વિનંતી કરે છે: “આર્ય ! આપની વાણીથી મારા મનના મેલનું પ્રક્ષાલન થઈ ગયું છે. ઘરમાં રહીને એશ-આરામ કરવાની કોઈ વાસના હવે રહી નથી, ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિના ત્રિવેણી સંગમના આરે હું મારા જીવનને ઉજમાળ કરવા ચાહું છું. મને આપના શરણમાં રહેવાની અનુમતિ આપવાને અનુગ્રહ કરે !”
આર્યકાલિક પળવાર એ આગન્તુકની સામે જોઈ રહે છે; એમનું મૌન જ જાણે જવાબ આપે છે અને આવનાર યુવાન શ્રમણ બનીને એમની સેવામાં રહી જાય છે.
નવા શ્રમણ તે સદાકાળ ગુરુની પાસે તે પાસે જ રહે છે, અને એમના પડછાયાની જેમ એમની સેવાસુશ્રુષામાં રત રહે છે અને વિદ્યા-અધ્યયનની એમની લગની પણ ભારે છે.
For Private And Personal Use Only