________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] અજબ સાધના
[ ૩૯ સહુ જોઈને હરખે છે; ગુરુજી પણ અંતરમાં રાજી થાય છે ? એ જુએ છે અંતરમાં એક સુરમ્ય સ્વનઃ આ જ્ઞાનગંભીર અને આવી ભવ્યતાને ધારક આ શ્રમણ જ્યારે ધર્મોપદેછાની પાટે બેસશે ત્યારે કે દીપી ઉઠશે ! એના ઉપદેશે કે ધર્મોદ્યોત થશે! સંધસમુદાય કે ઘેલે ઘેલા થઈ જશે ! શાસનની કેવી કેવી પ્રભાવના...
પણ એ વિચારમાળા ત્યાં જ થંભી જાય છે. એમને વળી મનમાં શંકા જાગે છે રખે ને આવા સર્વગુણસંપન્ન લાગતા આ શ્રમણને કોઈની નજર લાગી જાય !
અને સાચે જ, આર્ય કાલકના અંતરની શંકા સાચું રૂપ ધરીને એક દિવસ સામે ખડી થાય છે.
પિતાના જ્ઞાન અને એજસથી સૌનાં અંતરને જીતનાર એ શ્રમણ આજે નીચું મુખ કરીને આર્યકાલકની સામે ખડા છે—જાણે એમનું પિતાનું જ અંતર ક્યાંક ખોવાઈ ગયું હોય એમ; જાણે એ પિતે જ રાહ ચૂક્યા હોય એમ. ' સૂરિજી પૂછે છે : “કહો, શ્રમણ ! આજે આમ બેચેન બેચેન કાં ભાસે છે ? તમારા અંતરમાં શું દુ:ખ વસ્યું છે? મનમાં તે શાતા છે ને ?”
શિષ્યની વાચા બંધ છે, એની આંખોના ખૂણા આંસુભીના બનીને એના અંતરના મંથનની શાખ પૂરે છે.
ફરી ગુરુ પૂછે છે: “એવું તે શું થયું છે વત્સ! કે આમ આંસુ સારે છે ? સંયમમાં આવી સુંવાળપ શોભે ? સાવધ થાઓ સાધુ! તમારા ચિત્તને સ્થિર કરે; તમારા હૃદયને સ્વસ્થ કરે; તમારા આત્માનું ચિંતન કરે; પ્રમાદનો ત્યાગ કરે ! મનમાં જે બેજ ભરાયો હોય તે તમારા ગુરુને નહીં કહે તે બીજા કેને કહેશે ?”
શિષ્ય નીચું જોઈ રહે છે. ગુરુજીનાં નેત્રો સાથે નેત્રો મેળવવાની આજે એની હિંમત ચાલતી નથી. એ ભારે સ્વરે કહે છે: “ગુરુજી, મારે આત્માં ખોવાઈ ગયો છે, મારું હૈયું હાથ નથી રહેતું; મારું ચિત્ત ચંચલ બની ગયું છે. પ્રમાદના રાહે મારું મન દોડી રહ્યું છે. ગુરુદેવ, ગુરુદેવ આ સંયમને ભાર હવે અસહ્ય બની ગયો છે. આપનું દીધું અમૃત હું ન સાચવી શક્યો ! સ્વીકારે એક દિવસ આપે દીધેલું આ દાન પાછું... અને...મારે.’
વાણી ત્યાં થંભી ગઈ અને શિષ્ય ઝડપથી સાધુજીવનનાં વસ્ત્રો ઉતારીને ત્યાંથી ચાલતો થયો. પાણીના પરપોટાની જેમ પળવારમાં ગુરુ-શિષ્યને સંબંધ પૂરે થયો.
આર્યકાલક ભગ્ન થયેલ આશાના અવશેષ, નેત્રો બંધ કરીને જાણે અંતરમાં જ નિહાળી રહ્યા.
[૩]
વિમાસણ આર્ય કાલક વિચાર કરે છે. આટલા વખત સુધી શું આ શિષ્યની પાછળ પાણી જ વલવ્યા કર્યું, કે શું રેતી જ પીલ્યા કરી ? આવો ઉત્તમ છવ, આટઆટલી મહેનત અને એનું આવું પરિણામ ? વાહ રે વિધાતા ! એમની વિમાસણનો કોઈ પાર નથી–જાણે સિંહની કેશવાળી ઉપર કોઈએ તરાપ મારી !
For Private And Personal Use Only