SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ ગુણો ભરેલા છે. ગુણાનુરાગ, સાધુસેવા, દાનચિ, ઔચિત્ય અને પરોપકારપરાયણતા આ ગુણ નયસારના જીવનમાં બાલ્યકાલથી તાણ-વાણાની જેમ વણાઈને રહેલા છે. માનવમાં રહેલી માનવતાને સફળ બનાવનાર આ ગુણે સદ્ધર્મ પ્રાપ્તિનાં આદિકારણ છે. શ્રી. મહાવીદેવના જીવનને, તેઓની મહાન સાધનાને અને ઓપ આપનારા આ ઉત્તમ કોટિના ગુણે માનવ માત્રના જીવનને નિર્મલ બનાવનારા છે. ગુણાનુરાગ, દાનરુચિ તથા પરોપકાર પરાયણતા એ આજના સંસારમાં લગભગ ભૂલાતા ગયા છે. આત્માની ઉજવેલ દશાનું આદિ બીજ આ અનુપમ ગુણની પ્રાપ્તિમાં રહેલું છે. નયસાર મહાઇટવીમાં સેંકડો સેવકોને લઈને, પોતાના સ્વામીના આદેશથી ઈમારતી લાકડાઓ માટે જાય છે. નોકરે કામકાજમાં મગ્ન છે. નયસાર આ બધાની સંભાળ, દેખરેખ રાખી રહેલ છે. મધ્યાહન સમયે થાય છે. ભેજન માટેની સામગ્રી સેવકેએ તૈયાર કરી છે. એટલે નયસાર સેવકોને ભોજન કરવાનો આદેશ આપે છે. નયસારમાં ઔચિત્ય કેટકેટલું અદ્ભુત છે? ભજનના સમયે સેવકોને યાદ કરવા, સેવકના ભજનની ચિંતા રાખવી, એ સ્વામી તરીકે, માલિક કે શેઠ તરીકે એ સ્થાન પર રહેવાનું વાસ્તવિક ઔદાર્ય છે. ભાણા પર સમયસર ભોજન કરવા બેઠેલા માલિકને સેવકે યાદ આવે એ ક્યારે બને ? સેવકે પ્રત્યે સ્વામીને જે વાત્સલ્ય હોય તે સેવકને માલિક માટે સદભાવ પ્રગટયા વિના ન જ રહે. આજે આ વસ્તુની ઊણપ આપણી સંસારમાં ઘણી ખટકી રહી છે. એના યોગે શેઠ–નેકર, માલિક-મજૂર; બન્ને વચ્ચેના એખલાસભર્યા સંબંધમાં ઝેર રેડાઈ રહ્યું છે. બન્નેને પરસ્પર મમતા નથી. બન્ને વચ્ચે કોઈ જાતને સુમેળ આજે રહ્યો નથી. | નયસારના વ્યવહારમાં આ જાતની ઉત્તમતા છે. પણ સેવક પિતાની ફરજને ભૂલે તેવા નથી. પિતાના ભોજન પહેલાં પોતાના સ્વામી માટે તેઓ ભેજનનો થાળ તૈયાર કરીને મૂકે છે. નહાવા માટે ગરમ-અતિઉષ્ણ જળ પણ ત્યાં તૈયાર કરે છે. આ અવસરે શ્રી. મહાવીરદેવનો આત્મા, નયસાર કેવી શુભ વિચારણા કરે છે તેના આત્મામાં રહેલા સંસ્કારો જાગી ઊઠે છે. દાનને વ્યસની તે મનમાં ચિંતવે છે: “કઈ અતિથિ, કોઈ સાધુ-સંત સુપાત્ર જે આ અવસરે મને ભળે તે કેવું સારું ? એવા પુણ્યવાનના પાત્રમાં આ ભેજન આપી હું મારી જાતને પાવન કરું !' નયસારને આત્મા આ દાનગુણથી બધું પામે છે. માનવજીવનની બધી નબળી બાજુઓને ઢાંકી દઈ તેના જીવનને ઉર્ધ્વગામી બનાવનાર આ દાન ગુણ છે. આપવાનું વ્યસન જે માનવજાતને આજે રહ્યું હતું તે આજની દુનિયામાં જે લેશ, કંકાસ, વૈર, ઝેર, અસંતોષ કે તૃષ્ણાના તણખાઓ શાંતિ, સતિષ યા સુખને બાળી રહ્યા છે, તે કદી ન જ બનવા પામત. મેળવવું, સાચવવું, અને ભોગવવું–આ ત્રિવિધ તાપથી તપ્ત દુનિયા, હાથની મુઠ્ઠીમાં અંગારે દાબી, સળગી રહ્યાની બૂમે પાડનાર મૂખની જેમ અશાંતિની વાતો કરે છે; એ નરી બાલીશતા છે. શ્રી. મહાવીરદેવ જેવી મહાન વિભૂતિના જીવનની આ બાજુ તરફ જરા દૃષ્ટિ તે કરે ! હજુ નયસારને જૈનધર્મ મળ્યો નથી, શ્રાવકાચારની તેને ખબર નથી. છતાં ખાતાં પહેલાં તેને કોણ યાદ આવે છે ? મને ગમતું ભેજન મળવું કે સંસારમાં મનફાવતા વૈષયિક સાધને મળવાં એ જરૂર માનવની પૂર્વકૃત પુણ્યાઈ છે, જે કાંઈ અનુકૂળતા, સંપત્તિ કે સ્વજનોની પ્રાપ્તિ યા જ્યાં For Private And Personal Use Only
SR No.521719
Book TitleJain_Satyaprakash 1955 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy