SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધૂપદીપ વાત ) : લેખક: પૂજ્ય પં. શ્રીકનવિજ્યજી દેવાધિદેવ શ્રમણ ભગવાન શ્રી. મહાવીર પરમાત્મા, વર્તમાન જૈનશાસનના નાયક તરીકે આપણું પરમ ઉપકારી છેસંસાર સમસ્તના પરમાર્થ કાજે ધર્મતીર્થ ની સ્થાપના કરી, પ્રાણી માત્રની બંધન–મુક્તિનો માર્ગ તેઓએ દર્શાવ્યો છે. સ્વયમુક્ત બની, અન્યને મુક્તિમાર્ગના સાર્થવાહ રૂપ બનનાર તેઓશ્રી ખરેખર મહામંગળ રૂપ છે. મંગળમૃતિ શ્રી. મહાવીરદેવની સેવા, ભક્તિ તથા અનન્ય ઉપાસનાઃ જગતના આત્માઓ માટે એ જ કલ્યાણકર છે. આત્માની આધ્યાત્મિક ઉન્નતિના પથપ્રદર્શક શ્રી. મહાવીરદેવનું જીવન, વિશ્વના સહુ કોઈ જીવને યથાર્થ માર્ગદર્શન આપી જાય છે. વર્તમાન કાલના વાતાવરણમાં મહાન વિભૂતિ શ્રી. વીરપ્રભુના જીવનસંદેશને ગંભીરપણે જે વિચાર કરવામાં આવે તે આજના વિકટ કાલમાં આપણને એમાંથી અપૂર્વ બેધપાઠની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે તેમ છે. શ્રી. મહાવીરદેવ લોકોત્તર મહાપુરુષ હતા. આત્માની છેલ્લામાં છેલ્લી ઉત્કૃષ્ટ સ્થિતિ–પરમાત્મદશાને પ્રાપ્ત કરીને સ્વયં તેઓ તકૃત્ય બન્યા હતા. તેઓ પરિપૂર્ણ જ્ઞાની, ઐશ્વર્યયુક્ત તથા અપ્રતિમ સામર્થ્યના સ્વામી હતા. આમાની એ પરમત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત કરવા, તેમણે અનેક ભ સુધી ઉગ્રતમ સાધનાઓ સાધી હતી. જ્યારે ભ. શ્રી. મહાવીરદેવનું નામ આપણા સ્મૃતિપટ પર આવે ત્યારે આપણે તેઓશ્રીના જીવનની કઠોર સાધના, ઉગ્ર આત્મદમન તથા તે બધાયની પૂંઠે તેઓશ્રીએ ભવના ભા સુધી કરેલ ભગીરથ પુરુષાર્થ; ઈત્યાદિ ખરેખર યાદ કરવા જેવાં છે. જૈનદર્શનમાં કોઈ પણ વ્યક્તિ નિત્ય નિર્દોષ, અનાદિ ઈશ્વર કે નિત્ય સિદ્ધ તરીકે સ્વીકારાઈ નથી. આજે આપણે જેઓને પરમાત્મા, ઈશ્વર કે તીર્થકર માનીએ છીએ, તેઓ પણ ભૂતકાલમાં આ સંસારમાં આપણા જેવી છતાં આપણા કરતાં કાંઈક વિશિષ્ટ સ્થિતિમાં હતા. અનાદિ નિગોદ–અવ્યવહાર રાશિમાં એક વેળા સંસારના સમસ્ત આત્માઓ એક સાથે રહેતા હતા. હા, શ્રી, તીર્થંકરદેવના આત્મામાં અમુક પ્રકારની વિશિષ્ટતા જરૂર હતી. છતાં સંસારી તરીકે સર્વ આત્માઓ જૈનદર્શનમાં સમાન કહ્યા છે. એટલે શ્રી મહાવીરદેવનો આત્મા એક વેળા સંસારી હતી. પણ તેઓએ આત્માની જાગૃતિપૂર્વક આરાધનાના પથે એક પછી એક એમ પગલાં માંડતાં મહાપ્રયાણ આદર્યું. એટલે તેઓ આત્મામાંથી પરમાત્મા બની શક્યા. - પ્રભુ શ્રી. મહાવીરદેવની એ સાધનાને જરા આપણે આપણી દષ્ટિ સમક્ષ રાખીએ અને તેમાંયે નયસારના ભવની તેઓશ્રીની જીવનચર્યા વિચારીએ. - મહાવીર બનવા પહેલાં, તેઓના છેલ્લા ભવથી સત્તાવીશમાં ભવ પહેલાં મહાવીરદેવને આત્મા, પશ્ચિમ મહાવિદેહના એક રાજવીના મુખપદે નાના ગામડાને વહીવટ સંભાળે છે. સહર્મનું યથાર્થ સ્વરૂપ નયસાર હજુ પામેલા નથી. છતાં મહાવીરદેવ બનવા માટેનું બીજાપણ તેઓને અહીં થાય છે. એ દષ્ટિએ નયસારના આત્મામાં માર્ગોનુસારી આત્મા માટેના For Private And Personal Use Only
SR No.521719
Book TitleJain_Satyaprakash 1955 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy