SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધૂપદીપ [૧૦૭ જઈએ ત્યાં ધારેલાં કાર્યો, મનેરની સિદ્ધિઃ આ બધું અવશ્ય પુણ્યને આધીન છે. પણ આ સઘળાયે સાંસારિક પદાર્થોને સાચવવા કે ભોગવવા પાછળ માનવ આજે જે રીતે પિતાની જાતને ખુવાર કરી રહ્યો છે તે ખરેખર ઉપહાસપાત્ર છે. યાદ રાખવું કે, ભોગવવામાં જે આનંદ છે. તેના કરતાં ગૌરવપૂર્વક અન્યને ખાતર તેને સદુપયોગ કરવામાં કંઈ ગણો સાચો આનંદ છે, ભોગેની પાછળ ભટકનાર પામર છે. જ્યારે જીવનમાં પ્રાપ્ત થયેલી ભોગ સામગ્રીઓને પ્રસન્નતાપૂર્વક તજનાર મહાન છે. નયસાર મહાન છે. એને આત્મા ઉત્તમ છે. માટે જ એને અત્યારે સુપાત્ર યાદ આવે છે. પણ આવા જંગલમાં સાધુ પુરુષો ક્યાંથી આવે ? છતાં ભાવના, શ્રદ્ધા અને લાગણી; એને કઈ જ દૂર નથી. જ્યારે માનવની શ્રદ્ધા જાગી ઊઠે છે, ભાવનાપૂર્વક કોઈ પણ કાર્ય કરવા. સજજ બને છે, લાગણીના તાર જે એને જોડતાં આવડી જાય પછી બધીયે નિર્બળતાઓ, મૂંઝવણે યા સંકો; તેના માર્ગથી દૂર-સુદૂર હડસેલાઈ જાય છે. માનવીના જીવનની આ જ એક મહત્તા છે. તે ધાયું સાધી શકે છે. જે એ અંદરથી જાગ્રત બન્યો, મક્કમ દિલે કોઈ પણ કાર્ય કરવાને જે એણે નિશ્ચય કર્યો, તે પછી ભગીરથ પુરુષાર્થ દ્વારા માનવ એને સાધ્યા વિના જંપીને કદી બેસી શકે જ નહિ. વાત એટલી જ કે, જેટલે અંશે શુભ કાર્ય, પરોપકાર કે ધર્મમાર્ગમાં એવી શક્તિઓનો સદુપયોગ, એને સાધવા માટેની એની જે તમન્ના, તેટલે અંશે એ જીવનને ઉન્નત બનાવી, નિજના આત્માને ધન્ય કરે છે. નયસારની ભાવના સાચી હતી. હૃદયના વિશુદ્ધ ભાવથી એ સુપાત્રને ઝંખી રહેલ છે. માટે જ એને સાધુ–મહાત્માઓનાં દર્શન થાય છે. સાથેથી વિખૂટા પડેલા જૈન સાધુઓ દૂરથી આવી રહ્યા છે. નયસાર આ ત્યાગી મહાપુરુષને જુએ છે. એટલે એનું હૃદય પરમ હર્ષ અનુભવે છે. આનંદથી એની મરાજિ વિકસિત થાય છે. સંસારમાં ધન, સ્વાર્થ કે પ્રતિષ્ઠા યા પદવીથી માણસની મોટાઈને માપનારા આત્માઓ તે ડગલે ને પગલે દેખા દેશે, પણ માનવની મહત્તા કે બુદ્ધિમત્તા, આ રીતે સામાને માપવામાં નથી રહી. માનવની ઉત્તમતાં કે ચતુરાઈ સામાને ગુણથી માપવામાં રહેલી છે. શ્રી મહાવીરદેવનો આત્મા નયસાર સાધુ ભગવંત પર જે નિકૃત્રિમ બહુમાન, આદરભાવ, કે ભક્તિ રાખી રહ્યો છે એ એની ભાવિ મહત્તાનું સુચક શુભ ચિહ્યું છે. નયસાર તે સાધુ મહાત્માઓની સમ્મુખ જાય છે. વિનયપૂર્વક તેઓની સેવામાં તે કહે છે: ભગવદ્ ! આવા વિકટ અરણ્યમાં આપ ક્યાંથી ? જ્યાં શસ્ત્રધારી માનવ પણ એકલે ન આવી શકે, એવું ભયંકર આ જંગલ છે. જરૂર આપ માર્ગ ભૂલ્યા હોવા જોઈએ. નયસારને વિનય, તેનું ઔચિત્ય તથા તેની સરલતા જોઈને સાધુ-મહાત્માઓ સાર્થથી વિખૂટા પડી, કેવી રીતે માર્ગ ભૂલ્યા એ બધી હકીક્ત નયસારને કહે છે. અતિશય બહુમાનપૂર્વક તે સાધુ મહાત્માઓની નયસાર સેવા-ભક્તિ કરે છે. ત્યાર બાદ તે મુનિવરોને માર્ગ બતાવવાને સ્વયં તેઓની સાથે જાય છે. માર્ગમાં એક ઘટાદાર વૃક્ષની છાયા નીચે જમીન પ્રમાઈ, તે સાધુ-મહાત્માઓમાંથી મુખ્ય મુનિવર, નયસારને યોગ્ય જાણું શુદ્ધ ધર્મનું સ્વરૂપ તેને જણાવે છે. નયસાર ત્યાં સમ્યગૂ દર્શન પ્રાપ્ત કરે છે. શ્રી. મહાવીરદેવને આત્મા અહીંથી આત્મસાધનાના માર્ગ ભણી ક્રમશઃ પ્રયાણ આદરે છે. આત્મધર્મની પ્રાપ્તિ માટે તેઓ જે ભવ્ય તથા ભગીરથ પુરુષાર્થ ભાવિમાં આદરે છે તેનું ઉત્તમ મંગલાચરણ અહીંથી થાય છે. For Private And Personal Use Only
SR No.521719
Book TitleJain_Satyaprakash 1955 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy