________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ વહાલા સંતાનના સુખની કલ્પનામાં વાત્સલ્ય ઘેલી માને પોતાની દુનિયા સમાઈ જતી લાગે છે. પોતાના સંતાનના સુખે એ દુઃખમાં સુખી બને છે. ઉદ્વેગમાં આનંદની મેજ અનુભવે છે.
તે મારી પ્રજાના સુખની કલ્પનામાં મને આજે આનંદ છે. એની શોભામાં મારું સ્વર્ગ છે. આ રત્નકંબલેને વૈભવ મને શોભે નહિ. મને તે છાજે પણ નહિ, તમારી પાસેથી રત્નકંબલ ખરીદીને હું સવા લાખ સુવર્ણમુદ્રાઓનો ધુમાડો કરું, તેના કરતાં મારી પ્રજાના સુખ ખાતર ભલે એ ધન મારા ભંડારમાં પડયું રહે! આ મગધ સામ્રાજ્યના રાજભંડારમાં જે ક્રોડની મિલકત પડી છે, તે મારી નથી, મારા સુખોપભેગ કે અંગત સ્વાર્થને માટે એનો વ્યય કરવાનો મને અધિકાર નથી, એ સંપત્તિ મારી પ્રજાની છે. પ્રજાને કાજે, પ્રજાના સુખને સારુ એનો ઉપયોગ કરવાને હું બંધાયેલ . રાજ્યનો કે રાજ્યભંડારને હું કેવળ ચોકીદાર છું.'
આજે તમે તમારે માલ મને વેચવા આવ્યા છે. તમારા માલનાં તમને નાણાં નહિ ઉપજતાં મારી પાસેથી તમે નિરાશ બનીને જશે, તે હું સમજું છું. તમારી આશાઓ ભાંગીને ભુક્કો બની ગઈ છે તે હું કલ્પી શકું છું, પણ હું એ માટે નિરુપાય છું. તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં એટલું કહેજો કે, સમૃદ્ધિના ભંડાર ગણાતા મગધના સામ્રાજ્યનો માલિક રાજા શ્રેણિક પિતાના આનંદ, પ્રમોદ કે વિલાસ, વૈભવ કરતાં પ્રજા પ્રત્યેના સ્નેહ, વાત્સલ્ય તથા તેના સુખ, આનંદ તેમજ પ્રદને મહાન ગણે છે. પ્રજાની પુણ્યાઈને પૈસે પિતાના ઉપબેગ કે અંગત સ્વાર્થ ખાતર ઉડાવી દેવામાં એ નાનમ માને છે. મારા શરીરને કેવલ શણગારવા માટે હું મારી પ્રજાએ મને વિશ્વાસથી પેલી મિલકતને પરદેશથી આવેલા વ્યાપારીએના હાથમાં કેમ ફેંકી દઉં? મારું મન એમ કરવામાં અકળામણ અનુભવે છે. માટે તમે મારા નગરમાં રાજ્યમાં, મારી પ્રજા પાસે જાઓ ! હું તમારા માલને નહિ ખરીદી શકું ! મારી પ્રજા તે ખરીદે, ભગવે, પોતાના શરીરને શણગારે તેમાં જ મારું ગૌરવ છે.”
મહારાજા શ્રેણિક પોતાના હૈયાની વાણીને શબ્દો દ્વારા વ્યક્ત કરતા ગયા, ને નેપાલના વ્યાપારીઓ સાંભળતાં ઠરી ગયા. મગધ સામ્રાજ્યના વૈભવની કલ્પના કરતાં એક વખતે જેઓ આશ્ચર્યમાં દિગ થઈ ગયા હતા, તેઓ મગધનેશના હૃદયની ઉદારતા, ભવ્યતા તથા તેની પ્રજાવત્સલતાને જાણી સાંભળીને ખરેખર, વિચારસાગરમાં અટવાઈ ગયા.
તેઓ જે ઉત્સાહથી આવ્યા હતા, જે આશાથી રાજભવનમાં પગ મૂકીને પ્રવેશ્યા હતા, તેઓનાં હૈયાંની તે આશાઓ કે મોરના મિનારા ભલે આજે તૂટી પડ્યા. પણ તેઓ વિદાય વેળા શૂન્ય દિલે નહાતા નીકળ્યા. કાંઈક લઈને આવ્યા હતા, છતાં જતી વખતે તે વ્યાપારીઓ એવી કોઈ મહાન ચીજ લઈને ગયા, જે ઈતિહાસના પાને ગૌરવપૂર્વક આલેખાઈ તે મહાન વસ્તુ, પિતાની વહાલી પ્રજા પ્રત્યેનું તેના પાલક રાજાના હૈયામાં છલતું વાત્સલ્ય! તેઓ હૈયાની આંખેથી નિહાળીને નીકળ્યા.
મગધનરેશ શ્રેણિકે રત્નકંબલ વૈભવ ફેંકી દીધે, પણ એની પાસે જે ફેંકીદેવા માટેનું હૃદય હતું, તેનું મૂલ્ય કદી થઈ શકે તેમ નહોતું.
સત્તાના સિંહાસને બેઠેલા સામ્રાજ્યના માલિકે આજે પણ મગધનરેશને હૃદયની એ ભવ્યતાને કે મહત્તાને પિછાની શકે તે કેવું સારું !
For Private And Personal Use Only