SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ મહત્વ–પ્રસ્તુત પત્રિપુટીમાં પુષ્કળ ભાવ ભરેલ છે એ વાત આ ત્રણ પદ્યોને અંગે મલયગરિશ્ન એ જે વિવરણ કર્યું છે તે જોતાં સહેજે જણાય છે. આ સૂરિવરે નંદીની વૃત્તિમાં આ ત્રણ પદ્યોના વિવરણ માટે ૪૨ પત્રમાં લખાણ રજૂ કર્યું છે. પ્રથમ પદ્યનું વિવરણ પત્ર ૨ આ-પત્ર ૧૫ આ સુધીને ભાગ રેકે છે, એવી રીતે બીજા પદ્યનું વિવરણ પત્ર ૧૫ આથી શરૂ થઈ પત્ર ૨૩ આ ઉપર પૂરું થાય છે. ત્રીજા પદ્યનું વિવરણ પત્ર ૨૩ આથી પત્ર ૪૨ આ સુધી ચાલે છે. આમ આ પદ્યત્રપુટીનું વિસ્તૃત વિવરણ વિવિધ દાશ નિક ચર્ચાઓથી ઓતપ્રેત છે. એમાં જે દાર્શનિક સાક્ષો-પાડે અપાયા છે. તેનાં મૂળ સ્થળોને લગતા લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ. ૫૬) ના અં. ૫-૮ માં એમ ચાર કટકે છપાયે છે. પાઠાંતર—નંદી ઉપર સમભાવભાવી હરિભદ્રસૂરિની ટીકા છે. અને એમની પૂર્વે થઈ ગયેલા જિનદાસગણિ મહારની ચુરણ (ચૂર્ણિ) પણ છે. પરંતુ એ બેમાંથી એકમાં દાર્શનિક ઊહાપોહ નથી, બાકી શબ્દાર્થ સમજવા માટે–પદ્યને ભાવાર્થ જાણવા માટે તે આ બંને સાધને પરિપૂર્ણ છે. વિશેષમાં ચુણના બીજા પત્રમાં તે પ્રથમ પદના ઉત્તરાધને અંગે નીચે મુજબના પાઠાંતરની નેધ છે: ઉનાવાયો સચિવતમવિક્રમ+ાતી મહાવીરો” ઉપર્યુકત પદ્યત્રિપુટીને પદ્યાર્થી હું આપું તે પૂર્વે કેટલાક શબ્દ અને શબ્દ-ગુચ્છના અથે હું આવું છું આને અર્થ વિજયવંતા વર્તે છે, વિજયી છે એમ છે. અહીં વિજયથી શ્રક્રિયાદિના વિષ, કષા, પરીષહ, ઉપસર્ગો, ઘાતિ-કર્મ અધાતિ-કર્મો તેમજ પર-વાદીઓ ઉપર વિજય સમજવાને છે. રાજકીયaોળીવાળો અને એક અર્થ એ છે કે જગતમાં રહેલા જીવોનાં ઉપત્તિ સ્થાને વિશેષે કરીને જાણનાર. બીજો અર્થ એ છે કે (ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ અને પુદ્ગલરૂપ અચેતન) જગતને, (સર્વે) અને તેમજ (જીવો અને . અજીવ પદાર્થોનાં) ઉત્પત્તિ સ્થાનોને જાણનાર. કયો પદાર્થ કયાં ઉપન્ન થશે, કયાં નાશ પામશે, અને કયાં ટકી રહેશે અને વિશિષ્ટ બધ ધરાવનાર, સચિત્તાદિ નિઓ અથવા ૮૪ લાખ યોનિઓના જાણકાર તેમજ કયા કર્મને લઈને કઈ યોનિમાં છવ ઉપન્ન થશે એ જાણુતાર એમ અહીં “જાણનારને અર્થ વ્યાપકપણે સમજવાનું છે. આથી સર્વ ભાવને સર્વ પ્રકારે જાણનાર કેવલજ્ઞાની યાને સર્વજ્ઞ એ અર્થ સમજવાન છે, આમ અહીં કેવલજ્ઞાનના પ્રતિપાદનથી સ્વાર્થ–સંપત્તિ કહી છે. - ૫ આનું નામ એના લેખક મુનિ શ્રીજબૂવિજયજી એ “શ્રી નદીસૂત્રમલયગિરિયા વૃત્તિમાં આવતા સાક્ષિપાઠનાં મૂલસ્થાને એમ રાખ્યું છે. ૬ જુઓ અનુક્રમે પૃ. ૮૮ -૯૧, ૧૧-૧૧૬, ૧૩૬ -૧૪ ને ૧૫૯-૧૬૩ ૭ સ્તુતિના બે પ્રકાર છે (અ) પ્રમાણુરૂષ અને (આ) અસાધારણ ગુણોના કીર્તનરૂપ, પહેલી પ્રણામરૂપ સ્તુતિ સામર્થથી જણાય છે. બીજા પ્રકારની સ્તુતિના બે ભેદ છે. (અ) સ્વાર્થ સંપત્તિ જણાવનારી અને (અ) પથ સંપત્તિ જણાવેનારી. તેમાં સ્વાર્થથી યુકત જન પરાર્થ માટે સમર્થ બને છે આથી અહીં સ્વાર્થ-સંપત્તિ પ્રથમ કહી છે. For Private And Personal Use Only
SR No.521708
Book TitleJain_Satyaprakash 1954 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy