SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નદીની આદ્ય પદ્ધત્રિપુટી 19 અને અર્થ “જગતના ગુરુ એમ થાય છે, જે પદાર્થ જે છે તે પ્રકારે શિષ્યોને તેનું પ્રતિપાદન કરનાર હોવાથી “જગદ્ગર' કહ્યા છે. અન્ય રીતે વિચારીએ તે જગત્ થી સર્વ જીવો સમજવાના છે. એમને ભગવાન શાસ્ત્રને અર્થ કહે છે-તિર્યંચ, મનુષ્ય અને દેવની પર્ષતામાં ધર્મ કહે છે-જે (ક) જે પૂછે તેને ઉત્તર આપે છે. આ અપેક્ષાએ એઓ “જગદગુરુ' છે, અને આ એમની પરોપકારિતા પ્રદર્શિત કરે છે. આ પણ “સ્વાર્થ–સંપત્તિ' ઘોતન કરે છે. - સાવ આને અર્થ જગતને આનંદ (કારી) એમ છે. અહીં “જગતશબ્દથી સંજ્ઞી પંચેન્દ્રિય જે સમજવા. એમને તીર્થકરની અમૃત મૂર્તિના દર્શનથી અને મુકિતરૂપ અહુદયને પ્રાપ્ત કરાવનારા એમના ધાર્મિક ઉપદેશથી આનંદ થાય તેમ છે. આમ આ લેકમાં અને પરકમાં તીર્થકર સંજ્ઞી પંચેન્દ્રિયોને ભવ્ય જનને પ્રદના કારણરૂપ હોવાથી એમણે “જગાણું કહ્યા છે. આ દ્વારા “પરાર્થ–સંપત્તિ” કહી છે. ચૂર્ણ કારના કથન મુજબ કોઈ પણ જીવને હાનિ ન થાય એ ઉપદેશ આપનાર હોવાથી આનંદકારી છે. આ દ્વારા હિતની ઉપદેશકતા દર્શાવાઈ છે. Torreો આને અર્થ જગતના નાથ એમ છે. અન્ય દ્વારા જીવોને થતા પરિભવથી એમનું રક્ષણ કરનાર–મન, વચન અને કાયાથી કૃત, કારિત અને અનુમત એમ ત્રણ પ્રકારે જીવને સંકટમાંથી બેચાવનાર હોવાથી “જગન્નાથ” કહ્યા છે. જે પદાર્થ જે છે તે જ તેને કહી ખાટી પ્રરૂપણુરૂપ અપાયથી જીવોનું રક્ષણ કરનાર હોવાથી “જગન્નાથ” એ બિરૂદ સાર્થક ઠરે છે. “નાથ” એટલે યોગ અને ક્ષેત્રના કરનાર. “જગણાહે ” દ્વારા પણ , પરાર્થ–સંપત્તિ' કહી છે. વળી તીર્થકર એ જગતના નાથ છે એટલે સર્વે જીવો “સનાથ ગણુય–કોઈ “અનાથ ગણાય નહિ. સવંધૂ અને અર્થ “જગતતા બંધુ' એમ થાય છે. અહિંસાત્મક ઉપદેશ આપી સુખ પ્રાપ્ત કરાવનાર હોવાથી આ વિશેષણ ઘટે છે. જે પોતાને કે અન્યને આપત્તિ આવી પડતાં એ અન્યને ત્યાગ ન કરે તે “બંધુ' કહેવાય. ભગવાન પરીવહે અને ઉપસર્ગોથી પીડાવા છતાં અન્ય ને વિષે બધુભાવ કાયમ રાખે કે એથી એમને જગબંધુ' કહ્યા છે, આ દ્વારા પણ “પરા–સંપત્તિનો ઉલ્લેખ કરાયો છે. I amcqણામો. આનો અર્થ જગતના પિતામહ અર્થાત્ દાદા. એમ થાય છે. અહિસાદિ લક્ષણથી યુક્ત ધર્મ એ સર્વ જીવોનું રક્ષણ કરે છે. માટે એ ધર્મ પિતાતુલ્ય છે. ધર્મ અને દુગતમાં જતા બચાવે છે અને સદગતિ અપાવે છે –શુભસ્થાનમાં સ્થાપે છે. આવા ઉત્તમ ધર્મના પ્રરૂપક ભગવાન છે. એથી ઓ “જગતના પિતામહ” કહેવાય. આ વચન દ્વારા ધર્મને ઉદ્દેશીને આદપુરુષતા દર્શાવાઈ છે. આ દ્વારા પણ પરાર્થસંપત્તિ” કહેવાઈ છે. જયઘં. આને અર્થ ભગવાન અર્થાત્ ભગથી યુક્ત એમ છે. “ભગ' સમગ્ર ઐશ્વર્ય, રૂપ, યશ, લમી, ધર્મ અને પ્રયત્ન એ છ અર્થનું સૂચન કરે છે. ૮ - ૮ આ છે અર્થ, “નમુકુણ' માંના “ભગવંતાણ પદ પછીનાં એટલે કે “આઈગરાણ થી માંડીને “મોઅગાણું' સુધીનાં પદોમાં કેવી રીતે ચરિતાર્થ થાય છે એ વાત મને આગામે ઠાકે સમજાવી હતી. ત્યારબાદ કાલાંતરે એમણે મારી વિજ્ઞપ્તિ અનુસાર એ વિષય એમના શિષ્યરત્ન શ્રી ચન્દ્રસાગરસૂરિજીને સમજાવી, એ ઉપરથી એ બાબત “સિદ્ધચક” ( વર્ષ ૧૫, સં. ૨-૩ )માં “ભગવંતાણનું રહસ્ય ” એ શીર્ષકપૂર્વક અપાઈ છે એટલે આ વિષય હું અહી ચર્ચત નથી.. For Private And Personal Use Only
SR No.521708
Book TitleJain_Satyaprakash 1954 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy