________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર નાતરા
લેખક : શ્રીયુત જ્યભિખ્ખ રૂપાળી એવી મથુરા નગરી છે. રૂડો એ જમનાના આરે છે. આરા ઉપર વાદળથી વાત કરતી ઊંચી એવી હવેલી છે.
એ હવેલીમાં કુબેરસેના નામની ગણિકા વસે છે. દેશદેશમાં વિખ્યાત છે. ચાંદાના જેવી ઊજળી, પૂલ જેપી કમળ ને ચંદનની ડાળ જેવી નાજુક છે. ધંધે તે નીચે છે, પણ મન એનું નીચ નથી.
એ વારંવાર વિચારે છેઃ અરે! ન જાણે મેં પરભવ કેવા પાપ કીધાં હશે, તે આ ભવે ગણિકાને ત્યાં જમી ! મારે સેનાને તૂટો નથી, રૂપાની તાણ નથી, જર-જવાહર જોઈએ એટલાં છે. ચારે ભંડાર ભરપૂર છે. પણ અરેરે! મારું મન જાણે સૂનું સૂનું છે! અંતર જાણે અધૂરું છે. મારું હસવુંય ખોટું છે, રડવુંય ખોટું છે ! એમ ટેટું આચરતાં જાણે જીવતર સમૂળગું બેટું થઈ ગયું છે! . કુએરસેના આમ વિચારે છે. એવામાં એ ગર્ભવતી થાય છે. પૂરે મહિને બેલડાનાં દીકરા-દીકરી જન્મે છે. દીકરી અજવાળી રાત જેવી રુડી છે. દીકરો સુરજના તેજ જે
પાળે છે. ગણિકા મનમાં વિચારે છે : અરેરે, હું તે વેશ્યા ! મારે ત્યાં આ બાળુડાને કોણ જાળવશે, કેણ નવરાવશે, કોણ ધવરાવશે, કોણ ભણાવશે, કેણ ગણવશે? એના કરતાં કોઈ બીજાના ઘેર હશે તે સુખે ઉછરશે, ભણશે–ગણશે ને સુખી ને સંસ્કારી થશે. વેશ્યાને બેટડ કોને બાપ કહેવા જાય ? નબાપા બાળને લેક ફેલી ખાશે ! એનું જીવવું મોત જેવું થશે!
ભલે એ રહી જાતની ગણિકા, પણ આખરે મન તે માતાનું છે ને! કુબેરસેના દીકરા દીકરીના દૂધમલ મેં સામે નીરખે છે, ને મનના મનસૂબા ભાંગી જાય છે! પેટનાં જણ્યાને, નવનવ માસ પેટમાં ઉછેરી, હવે કંઈ મારી નખાય? કંઈ ત્યારે એકલા–ધારા છોડી દેવાય? જિવાડીને તે પૃથ્વી પર પાપને ભાર વધારે છે ને! કંઈ કંઈ વિચાર થાય છે, પણું આખરે મન કઠણ કરી, હૈયામાં હામ ધરી કુબેરસેના ભ.ગ્યને ભરોસે દીકરા-દીકરીને આંસુભીની આંખે વળોટાવવાનો વિચાર કરે છે.
નાના એવા બે કરંડિયા લાવે છે. ચારે કોર મખમલની ગાદી મટે છે. વચ્ચે બાળકને સુવડાવૈ છે. માં દૂધની નળી આપે છે. મેડી રાતે રડતી, આંસુ સારતી કુબેરસેના એક એક મેટિકા (વીટી) બાળકને પહેરાવે છે:–ને જમનાજીને જળમાં કરંડિયાને વહેતા મૂકે છે.
- એ જાય ! એ જાય ! કુબેરસેના જોઈ રહે છે ને કરંડિયા જલપ્રવાહ પર વહેતા વક્તા અલોપ થઈ જાય છે. જમનાજીને ઘોર ગંભીર પ્રવાહ ગાજે છે. રાતને અંધકાર ભીષણ રીતે એને વીંટી વળે છે. પાપીના હૃદયમાં કેદીક ઊગતી સુકોમળતાના પ્રતીક જે બીજનો ચંદ્ર આકાશમાં આથમવાની તૈયારી કરે છે ! ને કુબેરસેનાને રડતી મૂકીને ભાગ્યને પનારે પડેલાં બે દૂધમલ બાળકે કેઈ અજાણી દિશામાં આગળ વધે છે !
આયુષ્યના બંધ કાણુ કાપી શકયું છે ? આવાં હશે તે બંને કરંડિયા નદીના પ્રવાહ પર તરતા તરતા આગળ ચાલ્યા.
For Private And Personal Use Only