________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ પતિઓના મંડલના મુકુટોની કાંતિ વડે જેના ચરણે મનહર જણુતા હતા તથા જેને બેટ કરેલા હાથીઓ વડે ત્યાં [ ભૂમિભાગ શોભતા હતા ] - વીર અગ્રેસરે પણ જેના બાહુરૂપી સ્તંભતી નિરંતર સ્તુતિ કરતા હતા, અસાધારણ પરાક્રમ નિધિ તે વીર-શરોમણિના લેકેત્તર (અલૌકિક) વીરવતનું વર્ણન શું કરીએ ? જેણે પ્રતિપક્ષી શત્રુરાજાને સંહાર કરી દેશને જગતમાં [ નિષ્કટક નિર્ભય સુરક્ષિત ગૌરવશાલી ]
[ ૯૦ ]....જેણે લાટ દેશમાં પિતાના નામથી અંકિત પુર સ્થાપિત કર્યું હતું.
[૯].....અવંતિ (માળવા) માં જે સ્થાન કર્યું હતું, શ્રેષ્ઠ હાથીઓ, જોડાઓ તથા રથ સુભટાદિ ] સેના સાથે [ વિજય પ્રયાણ કર્યું હતું. ]
[૯૨-૯૩] ધવલને પુત્ર રિસિંહ થયો, જે નય (નીતિ) થી વિભૂષિત હો; જેણે તંભતીર્થ (ખંભાત) માં પાર્શ્વનાથનું ચય (જિનમંદિર ) કરાવ્યું હતું. ૯૨ વિનય–કુશલતા [ આદિ સદગુણોથી યુક્ત ].........૯૩
[૯૪ થી ૧૦૧] તીર્થ (જૈન પ્રવચન) ની પ્રભાવનાથી ઉત્પન્ન થયેલી પુણ્યલમી વડે જેમને જન્મ પુણ્ય (પવિત્ર) છે, જેમની કીર્તિ-સંપ સાત સાગરના કિનારા સુધી હિંચકી રહી છે. ૯૪ - અમારિડડિમ (પડહ) [વગડાવવા વડે જેમણે સર્વત્ર દેશોમાં નિર્ભયતા અને શાંતિ વિસ્તારી છે. ] ૯૫
અનેક સુકૃત વડે ] ધન્ય, ત્રણે વિદ્યાઓ (શબ્દ, પ્રમાણ અને સાહિત્ય) ના વિધાતા એવા પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજીના આદેશરૂપ વૈભવને લઈને. ૯૬
| (જે ઉદયન વિહાર-જિનમંદિરે) સુવર્ણ કળશેની કાંતિથી આકાશને પીતવર્ણમય" બનાવ્યું છે, સંકલ્પને પૂરવામાં જે કલ્પવૃક્ષ જેવું છે.......૯૭
2 હજારે ભેરીઓમાંથી ઊઠતા દીર્ઘ વિસ્તૃત ભાંકાર-નાદોના પૂરથી વિશ્વને ભરી દેતું જે (ઉદયન-વિહાર ) વિશ્વમાં રમણીય છે; આકાશને સ્પર્શ કરતાં જેનાં ઉચ્ચ શિખરે પર રહેલી સિંહશિશુની શ્રેણી વડે (સિંહથરની રચના વડે) [ ? સૂર્યના રથની ગતિ પણ થંભી જતી હતી.] - જેિ ઉદયન-વિહારમાં સ્ફટિકરન જેવી હજારો શિલાઓના કાંતિ-સમૂહવડે હમ્પ (પ્રાસાદ) અને ચંદ્રશાલા શોભે છે. ૯૯
દેના વિમાનને ઉપહાસ કરનારું, માન-રહિત એવા (નિરભિમાન) મુનિઓના સમૂહ વડે જેનું બહુમાન કરવામાં આવે છે તેવું, જે સકલ-રચના-સમૃદ્ધિથી યુક્ત છે
એવે આ ઉદયન-વિહાર (જિન-પ્રાસાદ) મંત્રી વાગભટે [ વિપુલ] લક્ષમી વડે કરાવ્યું હતું. ૧૦૧
[૧૨-૧૦૪ ] જે (ઉદયન-વિહાર) માં જિનોની સંખ્યા (૨૪) પ્રમાણે આભરણે, તથા સુવર્ણના ૩૧ ધ્વજ હતા ,
જે મંદિર ધ્વજથી રમણીય લાગે છે.....
જ્યાં સુધી, ચંદ્ર અને સર્વરૂપ ઝુમખાવાળું અને અત્યંત ધવલ (ઉજજવલ) દેદીપ્યમાન તારારૂપ મોતીવાળું આકાશ, વિરવર કમળ જેવી સુંદર કાંતિ વડે ચંદ્રોદય (ચંદરવા)ની શોભાને ધારણ કરે છે, ત્યાં સુધી પ્રભા-શાલી આ જિનમંદિર વિજયવંતુ વર્તે.]
કુતબુદ્ધિ (બુદ્ધિશાલી) શ્રેષ્ઠ આત્માઓમાં શિરોમણિ જેવા, સે પ્રબંધોની રચના વડે પ્રખ્યાત કીર્તિ અને અભીષ્ટ ઉદયવાળા રામચંદ્ર મુનિએ આ અસાધારણ પ્રશસ્તિ કરી છે. [૧૦૪]
For Private And Personal Use Only