________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્ય પ્રકાશ
[ વર્ષ: ૧૯ રાત વીતી છે કે પ્રભાત ખીલ્યું છે. વહેલી પ્રભાતે નાહવા આવેલા બે વ્યવહારિયાએ કડિયા આવતા જોયા. એકે એક લીધે, બીજાએ બીજે લીધે. ઉઘાડીને જોયું તે નાનું બાળ ચસ ચસ દૂધ પીતું પડ્યું છે ! I એક વ્યવહારિયાએ કહ્યું: “અરે, મારે ઘેર સાત સાત દીકરા છે, પણ ચુંદડીની ઓઢનાર એકેય દીકરી નથી. આજ વણમાગી દીકરી મળી !'
બીજો કહેઃ “મારે વંશને વેલે વધારનાર એકે દીકરે નથી. આજ ભગવાને વગર માગ્યે દીકરે મોકલી આપે.
બંને જણ બંનેને પિતાના ઘેર લઈ ગયા. પેટનાં જથ્થાંની જેમ પિષ્યાં, ને મોટાં કર્યો.
દીકરીનું નામ રાખ્યું કુબેરદત્તા! દીકરાનું નામ રાખ્યું કુબેરદા !
કાળને પ્રવાહ કે વેગવંત છે ! આજ બાળક છે, એ કાલે જુવાન બની જાય છે.
કુબેરદત્ત ને કુબેરદત્તા જુવાન થયાં છે. બાગમાં ચંપે ખાલે, એમ યૌવન ખીલી ઊઠયું છે. બંને વ્યવહારિયા વિચાર કરે છે. અરે, આવાં યોગ્ય બાળકોને બીજે ક્યાં વરાવવાં? આંખ આગળથી અળગાં શા માટે કરવાં? બે વ્યવહારિયા મિત્રોએ આખરે બહુ બહુ વિચાર કરીને અરસપરસ વેવાઈ બનવાનું નક્કી કર્યું!
ભારે ઠાઠમાઠથી લગ્ન લેવાયાં. કુબેરદત્ત, કુબેરદત્તાને વ. સરખેસરખી જોડી મળી. સહુ સ્નેહીનાં મન હરખાયાં. વરવહુ સ્વર્ગનાં સુખ ભોગવે છે. સેનાની હીંડોળાખાટે હીંચકે છે, રૂપાની બાજોઠે જમે છે, સુગધી પાન-તાંબૂલ ચાવે છે, ને રંગભરી પીચકારીઓ છાંટે છે.
રાતને સમે છે. સુગંધી દીવા બળે છે. વરવહુ સોગઠાબાજી રમે છે ! સેગઠાબાજી રમતાં રમતાં એકબીજાનાં સોગઠાં મારે છે. અચાનક કુબેરદત્તાની નજરે પતિની આંગળીમાં રહેલી વીંટી પર પડે છે. અરે, પિતાના જેવી જ નાગફણાવાળી વીંટી કયાંથી ? કુબેરદત્તની નજર પતીની કેમળ આંગળી પર રહેલી મુદ્રિકા પર પડે છે ! ત્યાંય નાગફણાની વીંટી છે. બંનેને અચંબો થઈ રહે છે. બંને એકબીજા સામે નીરખી રહે છે ! અરે, જેમ એક સરખી મુદ્રિકાને મેળ મળે છે, એમ મેં કાન-નાક સહુને અણસાર એક લાગે છે !
નકકી, જનમના કોઈ ગુપ્ત ભેટ આપણી વચ્ચે પડયા હોવા જોઈએ ! બંને આખી રાત વિચાર કરતાં બેઠાં રહ્યાં. એક જ જાતની મુદ્રિકા, એક જ જાતની નાગફણા, એક જ સરખા ચહેરો–મહેરા ! વહેલી સવારે બંને પિતાપિતાનાં માબાપ પાસે પહોંચ્યાં – ભેદની વાત આગ્રહ ધરીને પૂછી ! - બંનેએ કહ્યું કે કરંડિયામાંથી કાઢયાં ત્યારથી નાગફણાની વીંટી તમારે હાથે હતી. અમે તે ફક્ત તમને જેમ નાનાથી મોટાં કય એમ ફક્ત નાની વીંટીઓને મેટી કરાવી છે. આ પછી બંને વ્યવહારિયાએ સાચી વાત કહી દીધી. સાચી વાત જાણે એટલે બંનેના પસ્તાવાને પાર ન રહ્યો. '
ભાઈ કહેઃ “અરે ! મેં ભગિની સાથે બેગ ભોગવ્યા !
For Private And Personal Use Only