________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. મહાવીર અને ગોશાલક
લેખક : શ્રી. જયભિખ્ખું
સત્યની તિતિક્ષા કાજે માનવી સર્વસ્વ ફગાવી દે, એવા ઉત્સાહભય એ દિવસે હતા. એવા દિવસોની એક સુંદર સવારે, અષાઢનાં વાદળો હજી ગઈ રહ્યાં હતાં ત્યાં એક તેજસ્વી જુવાન આવીને શ્રી મહાવીર વર્ધમાન સામે ઊભે રહ્યો.
* ગઈ રહેલાં વાદળે વરસી પડવાં, અને પેલે જુવાન શ્રમણ મહાવીરના ચરણમાં નમ્યો, વઘો ને બોલ્યા
“હું ગોશાલક, આજીવિક સંપ્રદાયને આચાર્ય, અનેક શિષ્ય–સેવકને આરાબ, હૈ શ્રમણ ! તમારે શિષ્ય થવા ચાહું છું. રાજવંશો જેવું રૂપ, ચક્રવર્તી જેવું તેજ ને બહસ્પતિ જેવી તમારી વાણી સાંભળી પ્રસન્ન થયો છું. હું પ્રત્રજિત થવા ઈચ્છું છું. મારે શિષ્ય તરીકે સ્વીકાર કરે. જીવનના અકળ પડદા આપની પ પાસના દ્વારા ભેદવા ઈચ્છું છું.”
શ્રમણ મહાવીર ફરી ફરીને એ તરુણ તપાવીને નીરખે. ફાટફાટ થતી તરુણાવસ્થા હતી. અખિમાં અભયની જ્યોત હતી. એક પર દઢ નિશ્ચયની રેખા હ. ભાલ પર કર્તવ્યપરાયણતાનાં ત્રિપુંડ્ર ખેંચાયાં હતાં. જીભ પર પાંડિત્ય હતું. વાણીમાં જ્ઞાનની તૃષા હતી.
“વત્સ! હું તારે શિષ્ય તરીકે સ્વીકાર કરું છું. આત્મવિલેપન એ જ આત્મવિજયની ચાવી છે. વૃક્ષ થવા ઈચ્છનાર બીજને પહેલાં પૃથ્વીમાં દટાવું પડે છે.' શ્રમણ મહાવીર બંસીન જેવા સ્વરમાં પોતાના ઉપદેશને સારમાત્ર કહી દીધું.
શ્રાવસ્તી નગરીના નાલંદાપરાની વણકરશાળામાં આ અદ્દભુત ઘટના ઘટી ગઈ. એક તિમાં બીજી વિભૂતિ વિલીન થઈ ગઈ. શ્રમણ મહાવીરના સંસારત્યાગને હજી બીજું જ ચોમાસું હતું. એમની તિતિક્ષાને રાહ લાંબો હો, એકાકી હો, એમાં આ નરબંકે સાથી સાંપડી ગયે.
ગોશાલક વિનયી શિષ્યની પ્રતિમતિ બન્ય; ગુરુની ચરણરજ બની ગયો, શ્રમણ મહાવીરના દેહને પડછાયે બનીને ફરવા લાગ્યા. શિષ્યની ઉગ્ર સાધના, અપૂર્વ અર્પણુભાવ જઈ ગુરુ સોળે કળાએ ખીલી નીકળ્યા. રહસ્ય માટે અંતરનાં કમાડ એમ ને એમ ખૂલી જવા લાગ્યાં.
વણકરશાળાને નિવાસ પૂરો કરી ગુરુ શિષ્ય નીકળ્યા. ગુરુની અગમવાણીના ઉત્સાહી ગોશાલકે સ્વાભાવિક પ્રશ્ન કર્યોઃ “આજે મને કે આહાર મળશે?'
ઊતરી ગયેલું ધાન મળશે. ઉપર દક્ષિણમાં બે તબીઓ મળશે, ગુરથી પણ સ્વાભાવિક રીતે કહેવાઈ ગયું.
. ગોશાલકને ગુરુવાકયને કસરીએ કરવું હતું. ઘણું રખાષા, પણ આખરે તે મળવાનું હતું તે મળ્યું. ગોશાલક અપાર શ્રદ્ધાથી શ્રમણ મહાવીરને ચરણકિકર બની રહ્યો,
For Private And Personal Use Only