________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬ ] શ્રી. જેને સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮ આ ગુરુ-શિષ્યની જેલી અત્યારે જેને આપણે ચમત્કારો કહીએ છીએ એવા એ કાળના સામાન્ય અનુભવજ્ઞાનની કસોટી કરતી પ્રવાસ ખેડવા લાગી. એકદા માર્ગમાં ગોશાલકને સુધા લાગી. નજીકમાં ગોવાળો ખીર રાંધતા હતા. ભડભડ બળતા ચૂલા પર માટીના પાત્રમાં એ તૈયાર થઈ રહી હતી,
ગુરુદેવ! એ લેકે પાસેથી ખીરની ભિક્ષા લઈ આવું?' શિષ્ય ગુરુની આજ્ઞા ચાહી. ગુરુએ પિતાનાં આંતર-બાહ્ય શિષ્ય માટે ખુલ્લો મૂક્યાં હતાં. એમણે કહ્યું: “ખીર નહિ થાય, હાંડલી ફસકાઈ જશે, મહેનત માથે પડશે.'
અને ખરેખર, પ્રચંડ અગ્નિમાં લોહપાત્ર ગળી જાય એમ, હલી ફસકાઈ ગઈ. ગાલક ગુરુગમ પર વારી ગયો. એ નમ્ર, વિનમ્ર, અતિનમ્ર શિષ્ય બની રહ્યો, પિતાની જાતને ભૂલી ગયે. નહિ તે એ પણ એક સંમાન્ય વ્યક્તિ હતા. એક સંપ્રદાયને નેતા હતા. પણ સત્યની ખોજ માટે તે માણસે ખવાઈ જવું પડે ને ! ગઈ કાલને પૂજનીય અપ્રતિ
સ્પર્ધય ગોશાલક આજ નહતા. પહાડ કંકર બની ગયો હતો. એણે પિતાનું આત્મવિલેપન કર્યું હતું.
પણ રા પિતાની જાત માટે ગર્વ ભલે અપ્રશસ્ત હય, પણ સમર્થ ગુરૂગમને ગર્વ કંઈ અસ્થાને નહેતે ને ! એક સ્થળે ભિક્ષા માટે જતાં દુકાનદારે ગમે તેવા હલકા શબ્દ વાપરી અપમાન કર્યું ! પિતાના આરાધ્ય ગુરુ માટે એ ઘસાતા શબ્દો છે, આથી કપાયમાન થયેલા ગોશાલકે કહ્યું:
મારા ગુરુની આણથી કહું છું કે તારા જેવા હૈયાબળેલાની હાટડી પણ બળજે.” શબ્દોમાં પણ અપૂર્વ સામર્થ છે. એ શબ્દ અંતરની આહના હતા. એ આહ આગરૂપે પ્રત્યક્ષ થઈ. ખરેખર, દુકાનદારની હાટડીમાં કયાંકથી આગ લાગી. પોતાના ગુરુના નામ સામર્થ્ય પર ગર્વ ધરતે તરુણ તપસ્વી પાછો ફર્યો, સાભિમાન સર વૃત્તાંત ગુરુને નિવેદિત કર્યો.
ગુએ તે એવા અભિમાનને પણ પાપ-વ્યાપાર કહ્યો. શિષ્યની ગુરુપરાયણતા આથી વિશેષ રાગભરી બની. એના સ્વભાવનું આકર્ષણ સાત્વિકતા કરતાં શક્તિ તરફ વધુ ઢળતું.
માર્ગમાં ભગવાન પાર્શ્વના સાધુને મળ્યા. તેઓએ શરીર પર વસ્ત્રાદિક ધાર્યા હતાં. ગુરુનું માહાસ્ય વધારવા ગોશલ એમની સાથે લડી પડ્યો, ને તેઓ તરફ તુછ ભાવ બતાવતા કહેવા લાગ્યોઃ
અરે મુનિઓ ! તમે વસ્ત્રાદિની ગ્રંથિ ધારણ કરે છે, તે તમારી જાતને નિગ્રંથ કહેવરાવે છે? જુઓને, આ શ્રમણ ભગવાન મહાવીર મારા ગુરુદેવ ! વસ્ત્રમાં તો શું-શરીરમાં પણ તેમને મમત્વ નથી ! એ સાચા નિર્મથ છે.”
પેલા મુનિઓ પણ કંઈ ઓછા ઊતરે એવા નહતા. બંને વચ્ચે ઠીક ઝપાઝપી થઈ. સત્ય તરફને આવેશ અને સ્વભાવની પ્રકૃતિગત તીખાશ સાધક શિષ્યમાં વારંવાર પ્રગટ થતી. ગુરુ પણ સાધક શિષ્યને આવેશ અને તીખાશ દૂર કરવા મૂંગા મૂંગા નવા નવા પ્રયોગો કરતા.
સત્યની ભાષા મૌન છે, એ શિષ્યને દર્શાવવા બંને મૌન લઈ એક સ્થળે રહ્યા.
For Private And Personal Use Only