________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જેને સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮ રાજા પિતાના ભાણેજને રાજય સોંપે છે. પુરજને માત્ર આનંદિત થાય છે. ફક્ત એક ગિરિ જેણના હૃદયમાં અકારણુ દેવ જાગે છે ને તે કુમારને મારવાની વિચાર કર્યા કરે છે. વખત જતાં અનેક શિષ્ય પરિવાર સમેત સમરાદિત્ય મુનિ અયોધ્યા નગરીએ પધારે છે. રાજા અને નગરજને દર્શન વંદન માટે આવે છે તે દેશનામ એટલા તાવિક ભાવ સમજાવે છે કે જે અનેક તત્વપ્રન્થ જેવા છે. કાળચક્રનું સ્વરૂપ, કર્મની પરિસ્થિતિ, કર્મબંધના હેતુઓ, મુનિધર્મની મહત્તા ઇત્યાદિ અનેક વિષયે આવે છે. એ પ્રમાણે અનેક આત્માને પ્રતિબંધ કરતા સમરાદિત્ય મુનિ ગામાનુગામ વિહાર કરતાં અવંતી પધારે છે. ત્યાં એકદા એકાંતમાં પ્રતિમા ધ્યાને રહ્યા છે. મુનિની પાછળ પડેલે ગિરિષેણ પણ ઠીક અવસર મળે એમ વિચારી ધ્યાને રહેલા મુનિના શરીર ઉપર આજુબાજુથી ચીંથરાં વીણી લાવીને વીર છે. તે ઉપર અળસીનું તેલ છોટે છે ને પછી અગ્નિ ચાંપે છે. ધ્યાનની ધારાએ ચડેલા મુનિને શરીરની પરવા નથી. તેઓ તે ક્ષપદ્ઘણિ ઉપર આરૂઢ થાય છે ને ધાતિકને ય કરી કેવળજ્ઞાન પામે છે. વેલન્જર દેવ સપરિવાર ત્યાં આવે છે ને અમિ હેલ લી નાખીને મુનિના શરીર ઉપરનાં ચીંથરી દૂર કરે છે. રાજા વગેરે ત્યાં આવી ચડે છે. વાતની જાણ થાય છે. ગિરિણુ પણ હયમાં શરમાય છે. પોતાને અપકૃત્ય માટે, મુનિની મહાનુભાવતા તેના હય ઉપર અસર કરી જાય છે ને તે ચાલ્યા જાય છે.
સમરાદિત્ય કેવલી ધર્મદેશના આપે છે. નરક-ગતિનાં દુઃખ અને દેવલોકન સુખ કેવી છે તે સમજાવે છે ને પછી મેક્ષનાં સુખો કેવાં અનુપમેય છે તેનું વર્ણન ભિલ્લ અને નગર સુખના ઉપનયવાળા દસ્કૃતથી વર્ણવે છે. છેવટે વેલબ્ધર દેવ આ ઉપસર્ગનું કારણ પૂછે છે. ત્યારે કેવલી ભગવંત સર્વ સંબંધ કહે છે ને ગિરિષણને આત્મા અસંખ્યાતા યુગલ પરાવર્તે પછી સમ્યક્ત્વ પામશે એમ જણાવે છે.
અત્યારે તે તેણે ગુણ પક્ષપાત બીજ પ્રાપ્ત કર્યું છે તે બીજક તેની સમ્યક્ત્વ પ્રાપ્તિમાં પરંપરાએ કારણભૂત બનશે.
સમરાદિત્ય કેવલી ભગવંત ત્યાંથી વિહાર કરી જાય છે. ગિરિષણ ભૂડે હાલે મરીને સાતમી નરકે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારક તરીકે ઉપજે છે ને શૈલિશીકરણ કરી બાકીનાં ચાર અઘાતી કર્મને અંત કરીને સમાદિત્ય કેવલી ભગવંત સિદ્ધિગતિના શાશ્વત સુખના ભેગી બને છે.
કર્મના સકંજામાં સપડાયેલે એક આત્મા અનંત કાળ સંસારમાં ભમે છે અને કર્મની સામે ઝઝૂમત અન્ય આત્મા ઉત્તરોત્તર પ્રશમ-ભાવમાં આગળ વધતે અનંત સંસારને અંત સાધી સિદ્ધિ મેળવે છે તે આ ચરિત્રમાં સ્પષ્ટ છે. ચરિત્રકાર પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજ પણ ગ્રન્થ સમાપ્તિ કરતાં આશીર્વાદ આપે છે કે
जं विरइऊण पुणं, महाणुभावचरियं मए पत्तं ॥
तेण इहं भवविरहो, होउ सया भवियलोयस्स ॥ મહાનુભાવ (સમરાદિત્ય)નું આ ચરિત્ર રચીને મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તેથી ભવ્ય લોકોને સદા ભવને વિરહ થાઓ.
For Private And Personal Use Only