SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૮ ] સમરાઈ-કહા [ ૧૩૫ આમ ઉપસંહારમાં “વિરહ' પદ કે જે આ સર્વ રચનામાં બીજભૂત બન્યું છે તે પણ સુન્દર રીતે કેવું છે. આપણે પણ આવાં ચરિત્ર દ્વારા ભવવિરહને ઇછીએ. કથામાંથી કેટલીક સમજાની વાતે આ સમરાઈગ્રકલા એ એક કાવ્ય પ્રન્થ હોવા છતાં તેમાંથી પ્રાસંગિક અનેક વિષયો જાણવા મળે છે. જૈન દર્શનનું તત્વજ્ઞાન સ્થળે સ્થળે મુનિવરની દેશનામાં ઘણું જ આવે છે. વ્યવહારના અને મુનિ જીવનના આચારે અને પ્રક્રિયા પણ આ કથા વ્યવસ્થિત સમજાવે છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મુનિઓમાં "ધર્મલાભ' એ પ્રમાણે આશીર્વચન બેલવાને વર્તમાનમાં પણ વ્યવસ્થિત ચાલું વ્યવહાર છે. આ કથામાં સેંકડો વખત મુનિઓએ એ આશીર્વચન ઉચ્ચાર્યાના ઉલ્લેખ છે એટલે વર્તમાનમાં પ્રચલિત આશીર્વચન શ્રી. હરિભદ્રસૂરિજી મ. ના સમયમાં પણ પ્રચલિત હતું એ નિર્વિવાદ છે અને તેઓશ્રીના ઉલ્લેખ પ્રમાણે તે આશીર્વચને જ સનાતન રૂઢ છે, અને એમ જ હોવું જોઈએ એમ બુદ્ધિને પણ સમજાય છે. આ આશીર્વચન સિવાય મુનિના મુખે શેભે એવું નિર્દોષ આશીર્વચને અન્ય કલ્પી શકાતું નથી. કથાના અનુયાયી અને પ્રશસ્તિ આ કથાને અનુસારે છૂટક છૂટક ઘણું લખાયું છે. શ્રી. પ્રદ્યુમ્નસૂરિજી મહારાજે સમરાદિત્યસંક્ષેપ 'બ્લેકબદ્ધ સંસ્કૃત ભાષામાં લખેલ છે. એ ગ્રન્થ પણ સંસ્કૃત કાવ્ય પ્રામાં પ્રધાન સ્થાને મૂકી શકાય એટલું સામર્થ્ય ધરાવે છે. પં. પદ્મવિજયજી મહારાજે “શ્રીસમરાદિત્યરાસ' ગુજરાતીમાં પદ્યબંધ લખીને પ્રાકૃત-સંસ્કૃતના અણજાણુ આત્માઓ ઉપર અનુપમ ઉપકાર કર્યો છે. રાસની રચના પણ પૂર્ણ સામર્થ્યવાળી છે. પ્રશમરસ નિતરતી આ કથા જ એવી છે કે જે એમ ને એમ અસર કરે તે પછી સમર્થ વ્યક્તિઓને હાથે લખાયેલ કેમ ન કરે? એ સિવાય ગુજરાતી ભાષામાં ગદ્યરૂપે પણ આ કથાનું પુસ્તક પ્રકટ થયેલ છે.“વેરને વિપાક' નામે ટૂંકમાં પણ આ ચરિત્ર ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલ છે. ટૂંકા રાસરૂપે પણ રચના થઈ છે. આ કથાની પ્રશસ્તિ ગાતાં કવિવર્ય ધનપાલે “તિલકમંજરી'માં એ રમ્ય સૂક્ત મૂક્યું છે, તે આ પ્રમાણે છેઃ निरोद्धं पार्यते केन, समरादित्यजन्मनः ।। प्रशमस्य वशीभूत, समरादित्यजन्मनः ।। –સમરાદિત્યથી ઉત્પન્ન થયેલ પ્રશમને અધીન થયેલું ને યુદ્ધ વગેરેને ત્યજતું મન કોના વડે રોકી શકાય? અર્થાત ન જ રોકી શકાય. કવિ ધનપાલનું ઉપરોક્ત કવન મનનપૂર્વક આ કથા વાંચ્યા પછી સર્વથા સત્ય છે એમ સહૃદયને લાગ્યા વગર રહેતું નથી. સુય -ચન્દ્રના પ્રકાશ સુધી આ કથા અંતરને અજવાળતી રહે એજ અભિલાષા. For Private And Personal Use Only
SR No.521698
Book TitleJain_Satyaprakash 1953 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy