________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમરાઈસ્ય-કહા
[પરિચય)
| [ ગતાંકથી પૂર્ણ ] લેખક–પૂજ્ય પં. શ્રી. ધુરંધરવિજયજી
નવમો ભવ गुणचंद-वाणमंतर, जं भणियमिहासि तं गयमियाणि ॥
वोच्छामि जमिह सेसं, गुरूवएसाणुसारेणं ॥ १॥ ઉજજયિની નગરી છે. પુરુષસિંહ રાજા છે. સુન્દરી મહારાણી છે. ગુણચંદ્રને આત્મા મહારાષ્ટ્રની કુક્ષિએ જન્મ લે છે. આ જન્મ લેવાનું તે આત્માને છેલ્લું છે. રાજપુત્ર– જન્મચિત સર્વ કાર્યો ઉત્તમ પ્રકારે કરે છે ને પુત્રનું નામ “ સમરાદિત્ય ' રાખવામાં આવે છે.
વાનમંતરને જીવ નરકમાંથી નીકળી પરિભ્રમણ કરતો ગ્રન્જિકને ત્યાં યક્ષદેવાની કુક્ષિએ પુત્રપણે જન્મે છે ને “ગિરિણ' એવું તેનું નામ પાડવામાં આવે છે. અનેક ભવોથી આત્માને સંસ્કારિત કરતા સમરાદિત્યના આત્માનું વલણું આ ભવમાં સતત ધર્મ તરફ જ રહે છે. સંસારની કે રંગરાગની વૃત્તિ કે વાત તેને જરી પણ રુચતી નથી. રાજા વગેરે મેહવા ચિછે છે કે કુમાર ભેગવિલાસમાં રક્તને સક્ત બને તે સારું. તે માટે અશક વગેરે એવા મિત્રોને પણ કહી રાખે છે કે તમે કુમારની ચિત્તવૃત્તિને મોહિત કરો, પરંતુ તે મિત્રે પણ કુમારના પરિચયથી ને પ્રભાવથી ઊલટા તેના મંતમાં મળી જાય છે. રાજા પ્રસંગે પ્રસંગે ઘણી ધણી મેહક સાધનસામગ્રી કુમાર માટે યોજે છે પણ તેમાં તેનું મન લલચાતું નથી તે તે વૈરાગ્ય તરફ વધુ ને વધુ ખેંચાતા જાય છે. અહીં કુમારના વર્તનમાં ખરેખર દેખાઈ આવે છે કે
विकारहेतौ सति विक्रयन्ते, येषां न चेतांसि त एव धीराः ॥ –વિકારના કારણે છતાં જેઓનાં મન વિકારને પામતાં નથી તેઓ જ ખરેખર ધીર છે.
વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ ત્રણ કેવા અપ્રતિકાર્ય છે તેનું ચિત્રણ એટલું સુન્દર છે કે ચિત્તફલક પર એ ચિત્રણ ચળ્યા પછી નથી તે ઝાંખું પડતું કે નથી તે દૂર ખસતું. પિતાના આગ્રહથી કુમાર વિલાસવતી અને કામલતા નામે બે રાજકુમારી સાથે વિવાહ કરે છે. કુમારને આકર્ષવાને બદલે બન્ને કુમારી કુમારના વિચારમાં રંગાઈ જાય છે, વિષયાધીન આત્માના વિરૂપ વિપાકનું જે વર્ણન કુમારે તે બનેને કહ્યું તેની ઊંડી અસર તેના ઉપર પડી અને માવજછવ બ્રહ્મચર્યવ્રતનું પરિપાલન કરવાને સર્વેએ દઢ નિશ્ચય કર્યો. એ પણ તેઓને તે નિર્ણયને અનુમો. રાજા-રાણું પણ છેવટે હર્ષિત થયાં. તેઓ પણ કુમાર પાસે ગયાં ને કુમારની વાત સાંભળીને સંવેગ તરફ આકર્ષાયાં. સંસારની વિચિત્રતાઓની પરંપરા જ્યારે કુમાર જણાવે છે ત્યારે ભલભલાને એમ થઈ જાય છે કે આ સંસાર ખરેખર, અસાર ને દુઃખને ભંડાર છે. પરિણામે કુમાર ચાતા-પિતા સ્ત્રીઓ, મિત્રાદિ સર્વ સ્વજનસંબંધીઓ સાથે પ્રભાસ-આચાર્ય મહારાજ પાસે મહામહોત્સવ પૂર્વક સંયમ સ્વીકારે છે,
For Private And Personal Use Only