________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને સત્ય પ્રકાશ
1 વર્ષ ૧૮ છેલ્લા વાકય સાથે આજુબાજુની મેદની હસી પડી. આર્ય ગોશાલક ઉશ્કેરાય. એણે ભયંકર કુકાર કર્યો. સાથે નેત્રોમાંથી દષ્ટિવિષ સર્પ જેવી જવાલા કાઢી, શિખામણ આપવા આગળ આવેલા મુનિ ત્યાં ઢીમ થઈને ઢળી પડયા. એમના સ્થાને સુનક્ષત્ર મુનિ આવ્યા. એ બે શબ્દો એલે, તે પહેલાં તેઓ પણ ગે, શાલકની અખમાંથી નીકળતી પીંગળી જવાલાએમાં ભસ્મીભૂત! વાતાવરણ એકાએક ગંભીર બની ગયું. આખરે એ સ્થાન લેવા આવતા બીજા મુનિઓને પાછળ રાખી, શ્રમણ ભગવાન મહાવીરે એ સ્થાન લીધું.
ગશાલકે પિતાના એકમાત્ર પ્રતિસ્પધીને નોરખ્યા. એનામાં અજબ ઝનૂન વ્યાપી રહ્યું. એ સાત-આઠ કદમ પાછા હઠવો; મોટી અને વિશેષ વિસ્તીર્ણ કરી. તરત જ સળગતી આગનું વર્તુલ શ્રમણ મહાવીરના દેહને વીંટી વળેલું દેખાયું.
તેલેશ્યા હા, હા, હા ! મહાવીર! હવે માંડ છ મહિના કાઢીશ !' ગોશાલકે આકાશને વીંધતું અટ્ટહાસ્ય કર્યું. પણ બીજી પળે તેણે આશ્ચર્ય સાથે જોયું કે પેલું તેજવર્તુલ મહાવીરને દેહમાં પ્રવેશ કરવાને બદલે એમની પરકમ્મા કરી રહ્યું હતું !
અને ગોશાલક આ અજબ ઘટના અંગે કંઈક વિચારે એ પહેલાં એ તેજવતું પાછું ફર્યું, એની તરફ ધર્યું ને એના જ દેહમાં સમાઈ ગયું. ક્ષણમાત્રમાં તે દેખાવડે ગોશાલક બિહામણું બની ગયે.
મહાવીરે તે એ જ સ્વસ્થતાથી કહ્યું: “ગોશાલક 1 હાથનાં કર્યા આખરે હૈયે વાગ્યા! મારે હજી સોળ વર્ષ સુધી આ દેહ-ભાર વેડવાને છે. પણ તારે માટે તે માત્ર સાત રાત્રિ -દિવસ બાકી છે. બધું ભૂલી જા! અસારને સાર ન માની લે. એક માત્ર આત્માની ચિંતા કર ! એક દહાડે તને મારા પર આંધળે અનુરાગ હતો. આજે તું ઠેષમાં અંધ બન્યા છે. રાગ અને દ્વેષ તે એક ઢલિની બે બાજુ છે. વીસરી જા ! સ્વસ્થ થા ! શાન્ત થા!’
મુમુથું સપની જેમ કાતિલ નજર કરતે, ગોશાલક પાછો ફર્યો. દેહ પર દવ પ્રગટ હતો. સાતમે દિવસે ગાશોલક મૃત્યુ પામ્યા. શ્રવણુ મહાવીર શ્રાવસ્તી છોડી ગયા.
એક વાર ભગવાન મહાવીરના અનન્ય ભક્ત મગધરાજ બિંબિસારે પ્રશ્ન કર્યો. “પ્રભ! મારી શી ગતિ થશે?” * નરકગતિ,' રાજવી શિષ્યની શેહ રાખ્યા વગર ગુએ કહ્યું.
અને ગે શાલકની ?' * સદગતિ !'
રાજા છ મૂંઝાઈ ગયા. એમણે પ્રશ્ન કર્યોઃ “પ્રભે ! આપના ભક્તોને નરક અને આપના નિકોને સ્વર્ગ ? આ તે કે ન્યાય !”
અદલ ન્યાય! છેલી પળે એને મારી શિખામણ સાચી લાગી, અને મૃત્યુની અંતિમ પળે ઉજમાળ કરી. રાજન ! જીવનમાં સાધનાની કિંમત છે, સ્નેહની નહિ.' ભગવાન મહાવીરે સ્પષ્ટ કર્યું.
For Private And Personal Use Only