________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ પ્રસિદ્ધિ માં આવેલાં છે. આ ધર્મોત્તરની વૃત્તિ ઉપર મલવાદી કે જે “નયચકાર શ્રીમલવાદી ક્ષમાશ્રમણરિ (વિક્રમના પાંચમા સૈકાના) થી નિશ્ચયે ભિન્ન છે, તેમણે રચેલું એક ટિપ્પણ તથા એક બીજું ટિપ્પણ પણ જેસલમેર તથા પાટણના જૈન ગ્રંથભંડારોમાં મળે છે, જે હજુ છપાયેલ નથી. આ સિવાય વિનીતદેવે રચેલી એક વૃત્તિ પણ છે પણ તે સંસ્કૃતમાં નથી મળતી, ટિબેટન ભાષાંતર મળે છે.
છે. દેવિટુ–આની અચકૃત ટીકા પાટણના જૈન ગ્રંથભંડારમાં જ મળે છે. આ ટીકા વડેદરાની ગાયકવાડ ઓરિએન્ટલ સીરીજમાં છપાઈ ગઈ છે. તેની સાથે હેતુબિન્દુ મૂળ પણ છાપવામાં આવ્યું છે કે જે “ઉત્પાદાદિસિદ્ધિ' નામના જૈન ગ્રંથમાં આવતાં હતુબિન્દુના ખૂબ લાંબાં અવતરણોનો સંગ્રહ કરીને તેમ જ ખૂટતા ભાગનું ટિબેટન ભાષાન્તર ઉપરથી સંસ્કૃતમાં ભાષાંતર ( Retranslation) કરીને તૈયાર કરવામાં આવ્યું છે. “હેતુબન્દુ’ ટિબેટન ભાષાંતર નર-ફ એડીશનમાં તંબૂર મો XCV (=૧૫) પૃ. ૩૫૩ -૩૭૬ માં છે
૬. સંવંચપરીક્ષાર–આ ગ્રંથ માત્ર રપ કારિકાને છે. આ સંસ્કૃતમાં નાશ પામી ગયો મનાય છે. ટિબેટન ભાષાંતર જ માત્ર મળે છે. પરંતુ સ્વાદાદરત્નાકર, પ્રમેયકમલમાર્તડ, ન્યાયમુદચંદ્ર વિગેરે જેન માં આની ૨૨ કારિકાઓ ઉદ્ધત કરેલી છે એટલે લગભગ આખો આ ગ્રંથ જ જૈન ગ્રંથમાં સમાઈ ગયેલે હેવાથી તારે કરી શકાય તેમ છે. હું તેના ટિબેટન ભાષાંતર સાથે ટૂંક મુદતમાં જ આખો ગ્રંથ પ્રગટ કરવાનો છું. છેવટની ત્રણ કારિકાઓ જે કોઈ ગ્રંથમાંથી મળી આવે તે સંપૂર્ણ તૈયાર થઈ જશે. એ શોધવાનું કામ બાકી છે. “સંબંધ પરીક્ષા’ ઉપર ધર્મકીર્તિની સ્થાપત્તવૃત્તિ પણ છે. આનું પણ ટિબેટન ભાષાંતર જ મળે છે. ટિબેટન ભાષાંતર ઉપરથી તેમ જ જૈન સાહિત્યને આધારે આ આવૃત્તિ પણ ઘણે અંશે સંસ્કૃતમાં તૈયાર કરી શકાય તેમ છે.
૬. સરતાના તરદ્ધિઆ મૂળ ગ્રંથ માત્ર એક જ કારિકાનો છે. તેના ઉપર ટિબેટન ભાષાંતરમાં (પૃ. ૪૧૭-૪૨ ૧ રનથ એડીશન) ધર્મકીર્તિની પત્તવૃત્તિ વિસ્તારથી છે. મૂળ જે એક કારિકા છે તે કાશમીર રાજ્ય તરફથી પ્રસિદ્ધ થયેલા નરેશ્વરપરીક્ષા નામના ગ્રંથમાં ઉદ્ધત કરેલી મળી આવે છે કે જે નીચે પ્રમાણે છે:
बुद्धिपूर्वो क्रियां दृष्ट्वा स्वदेहेऽन्यत्र तद्ग्रहात् ।
ज्ञायते यदि धीश्चित्तमात्रेऽप्येष नयः समः ॥" ૧ આના ઉપર વિનીતદેવે રચેલી વૃત્તિ ટિબેટન ભાષાંતરમાં મળે છે. જુઓ પિજ ગ એડીશન તંજૂર કૂવો, શે CXI (=૧૧૧) પૃ. ૧૨૩ B-૨૨૩ B
૨ આના ઉપર વિનીતદેવ તથા શંકરાનંદે રચેલી વૃત્તિઓ પેકીંગ એડીશનની તંબૂર, મો. XII (૧૧૨) નંબરની પ્રતિમાં મળે છે પૃ. ૧-૨૬ તથા ૨૭–૪૪ A उ यदुक्तम् बुद्धिपूर्वां क्रियां दृष्ट्वा स्वदेहेऽन्यत्र तद्ग्रहात् । ज्ञायते यदि धीश्चित्तमात्रेऽप्येष नयः समः ।।
-નરેવરપરીક્ષા પૃ. ૬ર કાશ્મીર સીરીજ ન. ૪૫) ૪ આનું ટિબેટન ભાષાંતર નીચે પ્રમાણે છે
હુ-જુહૂ કો-સ્ટોન-sો- વિ -વ-કૂથો નફ્ફ -૪ !
For Private And Personal Use Only