________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैन दार्शनिक साहित्य अन प्रमाणविनिश्चय
લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રોજબૂવિજયજી જૈન દાર્શનિક સાહિત્યના અભ્યાસીઓ આ હકીકતથી સુપરિચિત છે કે દાર્શનિક સાહિત્યના ગ્રંથમાં અન્ય ગ્રંથમાંથી પુષ્કળ અવતરણ ઉદ્દત કરેલાં હોય છે, કારણ કે દાર્શનિક સાહિત્યને ઉદ્દેશ સ્વ–પરમતનું ખંડન ખંડન–કરવાને હોવાથી તેમાં અન્યાન્ય મતાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉલ્લેખ કરવામાં આવે છે. આથી તે તે મત-મતાંતરોનાં મૂળ સ્થાને શોધી કાઢવામાં આવે કદિન લાગતું દાર્શનિક સાહિત્ય ઘણા અંશે સુગમ વિશદ અને શુદ્ધ થઈ જાય છે. આથી ખંતીલા સંપાદક અને વાચકે તે તે મતાનાં અને અવતરણુ વાકયોનાં મૂખ્ય સ્થાને શોધી કાઢવા માટે અતિશય જહેમત ઉઠાવે છે. કારણ કે મૂલસ્થાને શોધી કાઢવાથી જે નવીન પ્રકાશ પડે છે એ પ્રકાશના બળથી ગંગ્સ બહુ જ વિશદ બની જાય છે.
પરંતુ દુદેવે કાલના મહાગ્યથી કેટલાક મહત્ત્વનાં પ્રાચીન અવૉચીન ગ્રંથ નાશ પામી ગયેલા અથવા અનુ પલબ્ધ હોય છે. આવા ગ્રંથમાંથી ઉદ્ધત કરેલી ચચોઓનાં મૂલ જાણવા માટે સંશોધકે અતિશય તપાસ કરતા હોય છે. કારણ કે મૂળ સ્થાનના અભાવે ઘણી બાબતો ઉપર અંધકાર છવાયેલા રહે છે. આમ છતાં કદાચિત દેવયોગે, તે નાશ પામેલા મનાતા ગ્રંથ કેઈ અપ્રગટ પ્રાચીન ગ્રંથસંગ્રહોમાંથી મળી આવે છે ત્યારે તે વિશ્વના સંશોધકોને જે આનંદ થાય છે તે વર્ણનાતીત હોય છે.
દાર્શનિક સાહિત્યના અભ્યાસીઓ સારી રીતે જાણે છે કે બૌદ્ધાચાર્ય ધમકીતિનાં સેંકડો વાક્યો દાર્શનિક ગ્રંથોમાં ઉદ્ધત કરેલાં છે. ભાગ્યે જ એ કોઈ પ્રાચીન ભારતીય દર્શન સાહિત્યના ગ્રંથ હશે કે જેમાં ધર્મ કાર્તિનું એકાદ વાકયે ઉદ્ધત કરેલું નહીં હોય. ધર્મકીર્તિના નાશ પામેલા મનના કેટલાક ગ્રંથો હમણાં જ પ્રગટ થયા છે. છતાં હજુ પણું એવાં કેટલાંક વચને છે કે જે તેમાંય મળતાં નથી. મને જણાવતાં બહુ આનંદ થાય છે કે દાર્શનિક ગ્રંથોમાં ઠામ ઠામ ઉદ્ધત કરેલાં અને જેનાં મૂળ સ્થાનનો હજુ સુધી પત્તો લાગતો. નથી તેવી ધમકીર્તિનાં કેટલાંક સુપ્રસિદ્ધ વાક્યોનાં મૂળ સ્થાન ધર્મ કાતિરચિત “પ્રમાણવિનિશ્ચય' ગ્રંથના ટિબેટન ભાષાંતરમાંથી શોધી કાઢવામાં હું સફળ થયે છું.
એ જણાવતાં પહેલાં ધર્મકીર્તિ, તેના ગ્રંથો તથા તેના ટિબેટન ભાષાંતરને થોડે પરિચય આપ અસ્થાને નહીં ગણાય.
બૌદ્ધાચાર્ય ધર્મકીર્તિનું બૌદ્ધ દેનાર પરામાં ઘણું જ મહત્ત્વનું સ્થાન છે. દિલ્મીગ બાંદ્રદર્શનને પિતા (Father of the Buddhist Logic ) કહેવાય છે. આ દિદ્ભાગના સિદ્ધાંતને પલવિત કરવાનું અને વેગ આપવાનું કામ જે કાઈ એ કયુ હોય તો ધર્મકીર્તિએ કર્યું છે. એમ કહી શકાય કે દિગ્ગાગે બીજ રોપ્યું અને ધર્મકતિ એ તેમાંથી વટવૃક્ષ બનાવ્યું. ચીની યાત્રી ઈસિંગે ભારતવર્ષમાં પર્યટન કર્યા પછી તેનાં સંસ્મરણોની નેધ રૂપે એક ગ્રંથ ચીની ભાષામાં લગભગ ઈસ્વીસન ૬૯૧ માં લખ્યો છે. તેમાં તેમણે ધર્મકીર્તાિનું ખૂબ વર્ણન કર્યું છે અને જણાવ્યું છે કે “દિનાગ પછી ધર્મકીર્તિએ હેતુ
For Private And Personal Use Only