________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપાદકીય
“ શ્રો. ફ્રેન સત્ય પ્રકાશ' વર્ષ ૧૭, અંક ૫-૬ માં શ્રી ભિખુએ લખેલો પાઠ્યપુસ્તકમાં જેના પવિત્ર સિદ્ધાંતની ઠેકડી ' શીર્ષક લેખ પ્રગટ થયો હતો. એ પ્રગટ થયેલા લેખની નકલે પ્રકાશક, સંપાદક તથા બીજે તે સ્થળે જાણકારી માટે મોકલવામાં આવી હતી અને પછી તેઓને તેમજ લાગતાવળગતા સજજનેને આ કાર્ય માટે યોગ્ય કરવા અપીલ કરવામાં અાવી હતી.
વર્તમાનપત્રોમાં પણ આને પ્રસિદ્ધિ આપવાનું વિચાર્યું છે, તે આ આખાયે લેખ જૈન સા'તાહિકના તા. ૪-૪-૫ ના અંકમાં પ્રગટ થયો છે. અને સંપાદકશ્રાએ ' સામયિક કુરણ માં અમારા વિચારોને સમર્થન કરતી એક નોંધ પણે પ્રગટ કરી છે.
આ ઉપરાંત મધ્યભારત પુરાતત્વ વિભાગના આસિસ્ટંટ ડેપ્યુટી ડે. હરિહર ત્રિવેદી જેમાં એમ. ડી. લીટ્ર અને સંસ્કૃતમાં કાવ્યતીર્થની ઉપાધિ ધરાવે છે, તેઓ અમારી સાથેના પત્રવ્યવહારમાં એ લેખ વિશે હિંદીમાં જે જણાવે છે, તેને અનુવાદ અહીં સાદર કરીએ છીએ. “શ્રી જ્યભિખ્ખો લેખ પણ વાં. માવા પ્રયત્નથી અધકાર દૂર થઈ શકશે. આશ્ચય છે કે, આજે પણ ઉચ્ચ જૈન સિધ્ધાંતોને માટે જનતાની એના છે.'
આ અંગે સ્થાનિક કેળવણીકાર ને વિદ્વાન મહાશયોને મળતાં, તેઓએ આ પાઠને સર્વથા અનિચ્છનીય ને ૧૦-૧૧ વર્ષનાં બાળકોના મગજમાં જૈનોની અહિંસા વિષે પૂર્વગ્રહ ફેલાવનારે છે, એમ કહી અમારી વાતને સમર્થન આપ્યું છે.
એક વૃદ્ધ કેળવણીકારે તો ભૂતકાળમાં આ પુસ્તક પ્રગટ થયા પછી થયેલા ઉહાપોહ વિષે અને માહિતી આપી છે, જેને કારણે પુસ્તકને સહન કરવું પડેલું – પણ તે માહિતી હજી પૂરતા પ્રમાણમાં મળી ન હોવાથી હાલમાં તે પ્રગટ કરવી ઈચ્છનીય ગણતા નથી. સંભળાય છે, કે એક જૈન સંસ્થામાં આ પ્રહસન ભજવવાની થયેલી તૈયારીમાં છેલ્લી પળે અટકી ગયેલી.
આ લેખની નકલે અમે મુંબઈ સરકારના કેળવણી ખાતા પર પણ મોકલી છે, ને પાઠવ્ય પુસ્તક સિલેકશન કમીટી તરફ પણ રવાના કરી છેઃ જેને કંઈ જવાબ નથી.
અમારા પત્રવ્યવહારના પ્રથમ પરિણામ રૂપે પ્રકાશક મહાશય (શ્રી હરહર પુસ્તકાલય, ટાવરોડ સૂરત) તરફથી જવાબમાં એક પોસ્ટકાર્ડ મળ્યું છે, જે અમે એ આપેલા જવાબ સાથે નીચે રજૂ કરીએ છીએ,
આપણી એક ખાસિયત છે, કે આપણે ભૂલ બતાવનાર તરફ તદ્દને સંકુચિત રીતે વતીએ છીએ, ને ગમે તેમ કરીને તેમને નીચા પાડવા પ્રયત્ન કરીએ છીએ. “હંસ-મયૂર’ પ્રકરણ વખતે પણ આવા અનુભવ અમને થયે હતા જે ચર્ચાઓ નિખાલસ, તંદુરસ્ત ને શૈક્ષણિક દૃષ્ટિબિંદુથી થતી હોય તેમાં આવે વ્યવહાર અનુચિત છે.
એક વાત નોંધવી રહી જાય છે, કે જે બો તરફથી એકદમ ઉદાર ને નિખાલસ જવાબની આશા હતી. તેવા સંપાદક મહાશયે થી લેખ મળ્યાની, પત્ર મળ્યાની પહોંચ સુદ્ધાં પણ નથી.
-સંપાદક]
For Private And Personal Use Only