SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૩] મક ગુરુ કળાના કેટલાંક શિલ્પ [ પપ અને અશોક વૃક્ષને અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શિલ્પ અથવા પ્રતિકાગ્રંથેથી આવી પ્રતિમાઓને કોઈ શાસ્ત્રાધાર મળતો નથી. સંભવતઃ આ કળાકારની પિતાની કલ્પનાનું નવીન વિધાન હોય. પરંતુ ત્યક્ષની રચનામાં આ ચાલી શકે છે. પાર્શ્વસ્થિત સ્ત્રી–આકૃતિના વિષયમાં એમ બનવું અસંભવ નહીં, છતાં ઉચિત નથી લાગતું આ રીતે વિશાળ વૃક્ષ નિર્માણ કરવાનું, બનવાજોગ છે કે દક્ષિણ હિંદની જૈન પ્રતિ માઓ જોઈને પ્રચલન થયું હોય. ત્યાં તે વૃક્ષ અધિક વિસ્તૃત હોય છે. એવી એક પ્રતિમા, જે પાટા સ્ટેટમાં ઈ હેબતુરમાં છે, તેની તુલના (Comparison) આ સાથે કરી શકાય. હવે ગુજરાતી કળાના કંઈક સુંદર નમૂનાઓ જોઈએ. દેલવાડા-આબુના ભૂણિગવસહિકામાં એક ગુંબજમાં બે બાજુએ શ્રીકૃષ્ણ-ગોકુલક્રીડા અને વાસુદેવ અથવા કંસના દરબારનું દશ્ય છે. પહેલા દશ્યમાં ડાબી બાજુથી લઈને પહેલાં એક વૃક્ષ છે, જેની ડાળીઓ પર એક હિંચકો બાંધેલો છે, અને તેમાં બાળક શ્રીકૃષ્ણ સૂતેલા છે. વૃક્ષની નીચે બે પુરુષો અને એક ભરવાડ છે. બા દશ્યની એક બાજુએ ઘી, દહી ઈત્યાદિનાં વાસણો પડેલાં છે અને બીજી તરફ એક ગોવાળિયે એક મોટી ઓફરીનો સહારો લઈને ઊભો છે. પછી બે સ્ત્રીઓનાં દધિમંથનનું દશ્ય છે. એ પછી દેવકી અથવા યશોદા, ખોળામાં પુત્ર શ્રીકૃષ્ણ અને છોકરીને લઈને બેઠી છે. પાસેનાં બે વૃક્ષો પર હિંચકો બાંધવામાં આવ્યું છે, જેમાંથી શ્રીકૃષ્ણ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. બાજુમાં નીચે મસ્તક ધરી રાખતે હાથી ઊમે છે, જેના પર શ્રીકૃષ્ણ મુષ્ટિપ્રહાર કરે છે. એની આગળ શ્રીકૃષ્ણ બંને બાજુનાં ક્ષેને હાથે પકડીને ઊભા છે. બીજા દશ્યમાં એક તરફ વસુદેવ રાજા (અથવા કંસ) સિંહાસન પર બેઠેલા છે. મસ્તક પર છત્ર છે, બાજુમાં પરિચારકગણ છે. એ પછી રાજાની હસ્તિશાળા, અને અશ્વશાળા છે. પછી રાજમહેલનું દ્વાર અને અંતમાં મહેલો ભાગ બતાવેલ છે. આ બંને દક્યો ગુજરાતી શિલ્પના ઉત્તમ પ્રતીક છે. સુક્ષ્મ કરણ Curnes યુક્ત રેખાઓ અને angular faces ઇત્યાદિ મધ્યયુગીન ગુજરાતી કળાની વિશેષતાઓ અહીં દષ્ટિગોચર થાય છે. - આ બંને આકૃતિઓ ઈ. સ. ની તેરમી શતાબ્દીના ઉત્કૃષ્ટ પ્રતીક સમાન છે. વિમલવસહીના મંડપના સ્તંભ પર દેલી બે નૃત્યદર્શક પુરુષાકૃતિઓ પણ દર્શનીય છે. વિમલવસહિક સં. ૧૦૮૮માં તૈયાર થઈ હતી પરંતુ આ બંને શિલ્પ, પાછળથી આ ચિત્યને જીર્ણોદ્ધાર થયે, ત્યારનાં માલમ પડે છે. પુરાણા સ્તંભની નકલ (Copy) કરી હોય એમ લાગે છે. તેજપાલની લૂણસહીનો શિલ્પકળા સાથે મળતી આકૃતિ અને કરણી હેવાથી આ શંકા થાય છે. બંને આકૃતિઓમાં શરીરના જે ત્રિભંગ કરવામાં આવ્યા છે તે વાસ્તવમાં અશક્ય ન હોય પણ દુષ્કર તે અવશ્ય છે. ગુજરાતી મધ્યકાલીન કળાના કંઈક જૈનાશિત નમના આપ્યા છે. અહીં અધિક ચર્ચા કરવાનો સંભવ જણાતો નથી. [ “જ્ઞાનોદય વર્ષઃ ૩, અંક: ૩માંથી અનદિત] For Private And Personal Use Only
SR No.521682
Book TitleJain_Satyaprakash 1951 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1951
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy