SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગણધરસાર્ધશતક અને બ્રહવૃત્તિ લેખકઃ પૂજય મુનિરાજ શ્રીકાંતિસાગરજી જૈનધર્મ સાથે સંબંધ રાખતા ગ્રંથભંડારોમાં “ગણધરસાર્ધશતક' અને તે સુવર્ણ કણેના લધુસમુદાયનું “બૃહદ્ ભાષ્ય-બ્રહવૃત્તિ પિતાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે. “ગણધરસાર્ધશતક' પ્રસિદ્ધ ગણધરની પ્રશસ્તિનું સૂત્ર અને એક લધુસંગ્રહ છે. આમાં ૧૫૦ પ્રાકૃત ગાથાઓ ૩૫ ગણધરોનો સંક્ષિપ્ત પ્રશંસાત્મક પરિચય આપે છે. “ગણધરસાર્ધશતક'ના નિર્માતા પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજીનો જન્મ ગુજરાત પ્રાંતના ધવલક્કપુર સ્થાનમાં હુંબડ વૈશ્યકુલેત્પન્ન શ્રીવિધિગજની ધર્મપત્ની બાહોદેવીથી વિ. સં. ૧૧૩૨માં થયો હતો. શ્રીધર્મદેવ ઉપાધ્યાયે આ પ્રતિભાવાન અસાધારણ બાળકને જોઈ તેની માતાને બાળકના શ્રીસંપન્ન ગુણોની ચર્ચા કરી અને સંસારના હિતને માટે તેને મુનિ બનાવી લેવાની અનુમતી માગી. ભક્તિસક્ત હૃદયવાળી માતાએ સંસારના કલ્યાણ માટે માતૃહૃદયમાં બળ સંચિત કરી બાળકને દીક્ષિત થવાની આજ્ઞા આપી. સં. ૧૧૪૧માં શ્રી. ધર્મદેવ ઉપાધ્યાયજીએ નવ વર્ષને એ બાળકને દીક્ષા આપી, સોમચંદ્ર નામથી વિભૂષિત કર્યા. શ્રીધર્મદેવ ઉપાધ્યાય શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય અને ખરતરગચ્છના આચાર્ય હતા, આથી સોમચંદ્રજી પણ ખરતરગચ્છીય બન્યા. તેમને ૨૮ વર્ષ વીતતાં શ્રીજિનવલ્લભસૂરિજીના સ્વર્ગારોહણ પછી શ્રીદેવદ્રાચાર્યે સેમચંદ્રજીની તપસ્યા અને પ્રતિભાની શક્તિ જોઈને શ્રીજિનવલ્લભસૂરિજીના સ્થાન પર શ્રીજિનદત્તસૂરિજીના નામે અભિષેક કર્યો. આ પ્રકારે નવ વર્ષના એ પ્રતિભાવાન બાળક ૩૭ વર્ષની ઉંમરે સં. ૧૧૬૯માં સૂરિપદ પર પ્રતિષ્ઠિત થયા. શ્રીજિનદત્તસૂરિજીની પ્રતિભાએ શ્રાવકોના હૃદય પર પોતાને પૂર્ણ પવિત્ર અધિકાર સ્થાપિત કરી તેમને આદર્શ શ્રાવકે બનાવવા સફળતા પ્રાપ્ત કરી. આ જ જિનદત્તસૂરિ “ગણધરસાર્ધશતક'ના પ્રણેતા છે. જે સમયે “વેતાંબર જૈનધર્મના યુગપુરુષ શ્રી. જિનદત્તસૂરિજી ભારતવર્ષમાં અવતીર્ણ થયા હતા એ સમયનું રાજનીતિક વાતાવરણ પણ જે અમે થોડું સરખું જાણી લઈ એ તે એ પૃષ્ઠભૂમિ ઉપર આ પ્રધાનનાયકનું ચિત્ર વધુ પ્રભત્પાદક બની શકે. શ્રી. જિનદત્તસૂરિએ ઈ. સ. ૧૦૭૫ થી ૧૧૫૪ના મધ્યના સમયને સાર્થક કર્યો હતો. વિ. સં. અનુસાર આ સમય ૧૧૩૨ થી ૧૨૧૧ સુધીનો છે. સં. ૧૨૩રના આષાઢ શુકલા એકાદશીએ શ્રી.જિનદત્તસૂરિજીનું ૭૯ વર્ષની ઉંમરે સ્વર્ગારોહણ થયું હતું. આ સમયની વચ્ચે કાશ્મીરમાં ૧૦૬૩ ઈ. સ.થી ૧૧૫૦ સુધી ત્રણ રાજાઓ થયા. ક્રમાનુસારે પ્રથમ કળશ, બીજા હર્ષ તથા ત્રીજા જયસિંહ હતા. આ જયસિંહના સમ્યમાં અલંકારસર્વસ્વકાર રાજાનક હથ્થક સભાપંડિત હતા. કનેજમાં રાડેડ-વંશીય રાજા રાજ રાજ્ય કરતા હતા. શ્રી. જિનદત્તસૂરિજીના સમકાલીન ગોવિંદચંદ્ર સને ૧૧૦૪ થી ૧૧૫૫ સુધી પાંચાલના રાજા હતા. “નૈષધકાવ્ય” તથા “ખંડનખંડખાઘ” જેવા વેદાંત ગ્રંથના પ્રણેતા શ્રીહર્ષ એમના જ સમાપતિ માનવામાં આવે છે. સંગિતાના પિતા જયચંદ્ર એમના પૌત્ર હતા. પૃથ્વીરાજની સાથે આ જયચંદ્રના વૈમનસ્યના કારણે ભારતવર્ષને વિદેશી દાસત્વ વિશેષતઃ બૌદ્ધિક સત્વનો અનુભવ આજ સુધી કરવો પડ્યો છે. બુદેલખંડમાં ચંદેલ રાજા કીર્તિવર્માએ સને ૧૦૪૯ થી ૧૧૪૦ સુધી રાજ્ય કર્યું. એના અંતિમ સમયમાં શ્રી જિન- For Private And Personal Use Only
SR No.521682
Book TitleJain_Satyaprakash 1951 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1951
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy