SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૩] ગણધરસાર્ધશતક.. [ પ૭ દત્તસૂરિ ૨૫ વર્ષના થયા હશે. એમના જ સમયમાં શ્રીકૃષ્ણમિથે પ્રબોધચંદ્રોયનાટક ' લખ્યું અને સને ૧૦૬૫માં કીર્તિવર્માના રાજદરબારમાં તેને અભિનય થયે. બંગાલ અને બિહારમાં પાલવંશીય રાજા રામપાલ બહુ પ્રતાપી હતો. તેણે સને ૧૦૮૪ થી ૧૧૩૦ સુધી રાજ્ય કર્યું. સને ૧૦૮૪માં શ્રીજિનદત્તસૂરિને સોમચંદ્ર નામે દીક્ષા આપવામાં આવી. રાજા રામપાલના મૃત્યુ સમયે શ્રી જિનદત્તસૂરિ ૫૫ વર્ષના થયા હશે. આ સમયે મગધના વિહારમાં બૌદ્ધોની પ્રધાનતા હતી. - પાલવંશીય રાજાઓની સીમાની અંદર જ એક ભાગ અધિકાર કરીને સામંતદેવના પૌત્ર તથા હેમંતદેવના પુત્ર વિજયસેને સેનવંશનું રાજ્ય સ્થાપિત કર્યું હતું. સામંતદેવ દક્ષિણથી આવ્યા હતા. તથા મયૂરભંજ રાજ્યના કસિયારીમાં પિતા-પુત્રે એક નાનું સરખું રાજ્ય સ્થાપિત કર્યું હતું, સને ૧૧૦૮ થી પૂર્વ ૪૨ વર્ષ સુધી વિજયસેને રાજ્ય કર્યું હતું. આ સમયે શ્રીજિનદત્તસૂરિ ૩૩ વર્ષના થયા હશે. સને ૧૧૦૦ની આસપાસ વિજયસેનના પુત્ર બલ્લાલસેને શાસનની લગામ પોતાના હાથમાં લીધી નવીપના વિદ્યામઠને શિલાન્યાસ તેમણે જ કર્યો હતે. સેનવંશીય રાજાઓ બ્રાહ્મણ હતા અને તેમણે વર્ણાશ્રમધર્મની સુદઢ સ્થાપના બંગલામાં કરી, અને ૧૧૧૯માં તેમનો પુત્ર લક્ષ્મણસેન ગાદીએ આવ્યો. તેણે ૮૦ વર્ષ રાજ્ય કર્યું. તેના રાજત્વકાળનાં ૩૫ વર્ષોમાં શ્રી. જિનદત્તસૂરિ રાજપૂતાનામાં ધર્મવિસ્તાર કરી રહ્યા હતા. “ગીતગોવિંદ'કાર જયદેવ એમની સભાના પંચરત્નોમાં હતા. લક્ષ્મણનને દરબાર ભાગીરથીના તટ પર નવદીપમાં ભરાતો હતે. નવદ્વીપના વિદ્યાપીઠની તેમણે ખૂબ ઉન્નતિ કરી. શ્રીજિનદત્તસૂરિજીના સમયમાં દક્ષિણ ભારતમાં કલ્યાણ માં ચાલુક્યવંશનું રાજ્ય હતું. નિઝામરાજ્યમાં ગુલવર્ગાની પાસે કલ્યાણી નામક શહેર આ વંશની રાજધાની હતું. શ્રી, જિનદત્તસૂરિના જન્મના એક વર્ષ પછી સને ૧૦૮૬માં કલ્યાણીમાં ચાલુક્ય વિક્રમાંક (વિકમાદિત્ય છઠ્ઠા) સિંહાસનારૂઢ થયા સને ૧૧૨૭ સુધી તેઓ રાજ્ય કરતા રહ્યા. આ સમય સુધી શ્રી. જિનદત્તરિજીની અવસ્થા બાવન વર્ષની હતી. વિક્રમાંકના પુત્ર સોમેશ્વર તૃતીય સને ૧૧૨૮ થી ૧૧૩૮ સુધી રાજ્ય કરતા રહ્યા. અહીં સુધી સુરિજી ૬૩ વર્ષના થયા હતા. શ્રી. જિનદત્તસૂરિજીના જન્મથી એક વર્ષ પૂર્વે સને ૧૦૮૪માં દક્ષિણના ચોલવંશીય રાજાઓમાં અંતિમ રાજા અધિરાજેન્દ્રના સમય સુધી વિશિષ્ટાદ્વૈત મતના પ્રવર્તક રામાનુજાચાર્ય આ શિવરાજાની સાથે મૈસુરમાં જ રહ્યા. એ પછી અન્યત્ર ચાલ્યા ગયા. આ સમયે મૈસુર (મહિલ્ચર)ને હાયસલવંશીય રાજાઓ જૈન ધર્મના આશ્રયદાતા હતા. આ વંશના પ્રથમ 'નરેશ વિદિદેવે રાજસમુદ્રને પોતાની રાજધાની બનાવી. તેણે સને ૧૧૧૧થી ૧૧૪૧ સુધી રાજ્ય કર્યું હતું. આ સમયે શ્રીજિનદત્તસૂરિના ૩૬મા વર્ષથી ૬૬ મા વર્ષ સુધીનો છે. તેના મંત્રી ગંગરાજે જૈનધર્મને આશ્રય આપ્યો ચેલ આક્રમણથી નષ્ટ જેન મંદિરને તેણે ફરીથી બનાવ્યાં. એ પછી રામાનુજાચાર્ય પાસે વિદિદેવે વૈષ્ણવ ધર્મની દીક્ષા લીધી અને વિષ્ણુ અથવા વિષ્ણુવર્ધન નામે પ્રસિદ્ધ થયાં. શ્રી. જિનદત્તસૂરિજીના સમકાલમાં કલિંગની પૂર્વે ગંગરાજાઓમાંથી રાજા અનંતવર્મા રાજ્ય કરતો હતો. તેને રાજત્વકાળ સને ૧૦૭૬ થી ૧૧૪૭ સુધીનો છે. સૂરિજીના બીજા વર્ષથી ૭૨માં વર્ષ સુધી અનંતવમાં રાજ્ય કરતો રહ્યો. ગંગા, ગોદાવરી સુધી એનું રાજ્ય ફેલાયેલું હતું. શ્રી જગન્નાથનું મંદિર એના જ સમયે બન્યું હતું. શ્રી. જિનદત્તસૂરિજીના સમય સાથે જગન્નાથના મંદિરના સમયને પણ સંબંધ છે. For Private And Personal Use Only
SR No.521682
Book TitleJain_Satyaprakash 1951 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1951
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy