SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨]. અનેકસંધાનકાળે [ ૨૬૫ એક સમયે ગુજરાતમાં કાલાપક અને કાતંત્ર વ્યાકરણોને વિશેષ પ્રચાર હતે. કાતર વ્યાકરણ ઉપર દુર્ગસિંહની વૃત્તિ છે. આ વૃત્તિ સમજવામાં સરળતા રહે એ ઉદ્દેશથી જિનહંસરિના શિષ્ય જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૫૬માં થાશ્રય-મહાકાવ્ય સંસ્કૃતમાં રહ્યું છે. એને એણિક-દ્વયાશ્રય-કાવ્ય પણ કહે છે. આમાં મહાવીરસ્વામીના અનન્ય ભકત શ્રેણિક રાજાનું વૃત્તાંત છે. આ કાવ્ય “જૈનધર્મ વિદ્યાપ્રચારક વર્ગ ” (પાલીતાણા) તરફથી ઈ. સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ કરાયું છે. આ કાવ્ય ઉપર એક અવરિ છે. * દ્વિસંધાન-કાવ્યો-કાવ્યના પ્રત્યેક પાના બળે અર્થો નીકળે એ જાતના કાવ્યને હિંસંધાન-કાવ્ય' કહે છે. વિ. સ. ૧૦૯૦માં નેમિ-ચરિત્ર રચનારા સૂરાચાર્યે જેનાના પહેલા અને બાવીસમાં તીર્થકરના–બહષભદેવ અને નેમિનાથના ચરિત્રરૂપે ચમત્કારી દ્વિસંધાન-કાવ્ય રચ્યું છે. એ ઋષભ-નેમિ-કાવ્ય તરીકે ઓળખાય છે. પ્રભાવક ચરિતમાં સૂરાચાર્ય-પ્રબંધ” (લે. ૨૫૪)માં “દ્વિસંધાન” શબ્દ આ કાવ્યને અંગે વપરાય છે. બ્રહ” ગ૭ના અજિતદેવસૂરિના શિષ્ય હેમચન્ટે પણ ઉપયુંકત બે તીર્થકરોના જીવનવૃત્તાંતને રજૂ કરતું નાભેયનેમિકાવ્ય સંસ્કૃતમાં રચ્યું છે. આ પણ “દ્વિસંધાનકાગ્ય' છે. એનું સંશોધન કવિ શ્રી પાલે કર્યું હતું, રાઘવ-પાંડવીય-કાવ્ય-જેમ વેતાંબરામાં ઉપયુંકત દ્વિસંધાન-કાવ્યો છે તેમ દિગંબરમાં પણ છે. દિ. ધનંજયે રાઘવે-પાંડવીય નામનું “દ્વિસંધાન-કાવ્ય” સંસ્કૃતમાં રહ્યું છે. . વર્ધમાનસૂરિએ ગણરત્નમહેદધિમાં એનો ઉલ્લેખ કર્યો છે. આ કાવ્ય ટીકા સહિત “કાવ્યમાલા” ઈ. સ. ૧૮૯૫માં છપાયું છે. એના ઉપર બીજી પણ ટીકાઓ છે જ, જુઓ જિનરત્નકોશ (પૃ. ૧૮૫. ચતુઃસંધાન કાવ્ય – દિગંબર જૈન ગ્રંથકર્તા ઔર ઉનકે ગ્રંથંમાં મનોહર તેમજ શાભને આ નામનું એકેક કાવ્ય રસ્યાને ઉલ્લેખ શ્રી. અગરચંદ નાહટાએ એમના લેખમાં કર્યો છે. પણ એની નેધ જિનરત્નકેશમાં નથી. વળી આ કાવ્યદ્વારા કયા ચાર ચાર અથો વિવક્ષિત છે તે પણ જાણવું બાકી રહે છે. સતસંધાન-કાવ્યો-જેમ જૈન શ્વેતાંબર કૃતિઓ તરીકે દ્વિસંધાન કાવ્યો રચાયાં છે તેમ સિંધાન, ચતુ: સંધાન, પંચ-સંધાન કે પસંધાન કાવ્ય રચાયું હોય એમ જણાતું નથી. સતસંધાન-કાવ્ય-કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ રચ્યું હતું એમ મેઘવિજયગણિના સપ્તસંધાન મહાકાવ્યના પ્રશસ્તિગત ઉલ્લેખ ઉપરથી જણાય છે. વિશેષમાં અહીં કહેવાયું છે તેમ આ ગણિના સમયમાં એ ઉપલબ્ધ ન હતું. આમ આ પણ એક વિશિષ્ટ કૃતિ ગુમાવી છે. મેળવિજયગણિએ આ અપૂર્વ કૃતિ વિ. સં. ૧૭૬૦માં સંસ્કૃતમાં નવ સર્ગમાં રચી છે. એમાં સાત મહાપુરુષોનું–નષભદેવ શાંતિનાથ, નેમિનાય અને પાશ્વનાથ અને મહાવીરસ્વામી એ પાંચ વિશેષતઃ લોકપ્રિય તીર્થકરોનું તેમજ સીતાપતિ રામચન્દ્રનું અને વાસુદેવ કૃષ્ણનું ચરિત્ર ગૂંથવામાં આવ્યું છે. પ્રત્યેક પાના સાત સાત અર્થે થાય છે, ૧ આ લેખ આગળ ઉપર નોંધાયા છે. For Private And Personal Use Only
SR No.521667
Book TitleJain_Satyaprakash 1950 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages27
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy