SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] ઈતિહાસના અજવાળે [ ૨૧૫ a favourite place of pilgrimage with those of a great comrcial depot. The city was recognized as the head quarters of Indian astronomy, and louglitudes were computed from its meridian. ઉપરના ફકરામાં ઉજજૈનને મહત્ત્વના સ્થાન તરીકે સ્વીકારાયું છે અને જેના સાહિત્યમાં અવંતી યાને ઉજજૈનની મહત્તાના પ્રસંગો તે સંખ્યાબંધ સાંપડે છે. કેટલીયે ઐતિહાસિક શંખલાઓ ભગવંત મહાવીરદેવની સમય પૂર્વેની તેમજ ત્યાર પછીની એ પ્રાચીન પુરીમાં જ સંધાય છે. મગધને વાઈસરોય ત્યાં રહેતો હતો એ પણ વાત મહાશય વિન્સેન્ટ સ્મિથ સ્વીકારે છે, આ રહ્યા એ શબ્દ The western provinces of Malwa, Guzerat, and Kathiawar the Govrnment of a prince, whose head quarters were at the ancient City of Ujjain. કુણાલ અશકને પાટવી કુંવર હતો અને યુવરાજ તરીકે એના હાથમાં ઉજજૈનીની લગામ હતી એ વાત સ્પષ્ટ છે. આ રીતે મગધ મહારાજયને અશોક પછીને વારસદાર કુણાલ હતો એ દીવા જેવું સ્પષ્ટ છે. બૌદ્ધધર્મી રાણીએ એક બૌદ્ધધમ સાધુની દોરવણીથી પિતાના પુત્રને એ વારસે મળે એ અર્થે જે કાવવું રચ્યું એથી કુણાલ પોતાની જાતે પિતૃઆજ્ઞા પાળવા સારુ અંધ બને. એ બનાવ ઉજજૈનીમાં બન્યો. પાછળથી એણે પિતાના પુત્ર સંપ્રતિ માટે રાજ્યની માગણી પાટલીપુત્રમાં આવીને કરી ત્યારે સમ્રાટ અશાક, યુવરાજના અંધત્વ પાછળ કેવાં ચક્રો ગતિમાન થયાં હતાં એ જાણીને એને સંપૂર્ણ વૈરાગ્ય આવ્યા. એ વેળા સાચા હકદારને રાજ્ય આપવા તે ઈંતેજાર બને છે પણ એ હકદાર તો અંધ છે. અંધ પુત્ર રાજ્ય ન ચલાવી શકે એ સ્પષ્ટ છે. એથી એ સવાલ કરે છે ત્યારે કુણાલ જણાવે છે કે તેને ઘેર થોડા સમય પૂર્વે પુત્ર જન્મ થયો છે. સંપ્રતિ” શબ્દ પાછળને ઉપર વર્ણવ્યો તે જાણવાજે ઈતિહાસ છે. કુણાલ જેવો અત્યનિષ્ઠ અને પ્રામાણિક રાજપુત્ર, વળી સમ્રાટ ચંદ્રગુપ્તના વંશમાં પરંપરાથી જૈન ધર્મના સંસ્કાર પામતા આવે અને મોટા ભાગને વસવાટ ઉજજોનીમાં હોવાથી ત્યાં અવારનવાર પધારતા જૈનધમી આચાર્યોના સંપર્કમાં રહેલો. બૌદ્ધધમ સાધુઓને અશોક પછી એના રાજ્યમાં પિતાનું સ્થાન ઊતરી જવાનો ભય લાગ્યો હોય તો એ બનવાજોગ છે. એટલે જ એની આંખે ઉડાવવાને પ્રપંચ રચા હશે. આમ એક કાંકરે બે પક્ષી મારવાને ઈરાદે હશે. પણ વિધાતાએ જુદુ નિર્ધારેલ હતું. વાત ઉઘાડી થઈ ગઈ. અશોક રાજવીના જીવનમાં પાછળથી જે ધમીપણાની વિશેષ છાયા દૃષ્ટિગોચર થાય છે તેનું કારણ પિતાના વહાલા પુત્ર કુણાલના સમાગમમાં રહેલું છે. પોતે મગધનું રાજ્ય કુણાલ પુત્ર સંપ્રતિને આપે છે; અને એ ઉંમરલાયક થાય ત્યાં સુધી પોતે પૌત્રવતી એની સંભાળ લે છે. એ અગ્લિલેખકના અન્ય અનુમાને કરતાં વધારે બુદ્ધિમાં ઊતરે તેવું અનુમાન છે–તે પછી સંપ્રતિ માટે તેઓ મૌન કેમ છે? એ પ્રશ્નની વિચારણું આગળ ઉપર કરીશું. [ચાલુ ] For Private And Personal Use Only
SR No.521665
Book TitleJain_Satyaprakash 1950 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy