SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A લાખ અને કાંટા જેનેને જાણવાજોગ કેટલીયે હકીકત તરફ આપણી ભારે ઉપેક્ષાવૃત્તિ જેવાય છે. એવી હકીકતે તરફ અહીં સહુનું ધ્યાન દોરવામાં આવે છે. જે નવલકથાઓએ એક વાર ભારે ચકચાર જગાડેલી, એ શ્રી કનૈયાલાલ મુનશીકત સોલંકી યુગની ત્રણ નવલકથાઓ “પાટણની પ્રભુતા, ગુજરાતને નાથ ને રાજાધિરાજ'માંથી ગુજરાતના નાથ' ની ફિલ્મ ઉતારવાની તૈયારીઓ ચાલતી હોવાના સમાચાર સાંપડે છે. હાલમાં ફિલ્મની દષ્ટિએ વાર્તા ચર્ચાઈ રહી છે, એમ કહેવાય છે. આ નવલકથાના યુગને અને જેને ભારે સંબંધ હોવાથી અથવા એમ કહીએ તો પણ ચાલે, કે જ્યારે ગુજરાતમાં સંસ્કાર, શૌર્ય ને મુસદ્દવટની જરૂર હતી ને બીજા વર્ગમાં તેને ઘણે અભાવ હતો ત્યારે જેને જાહેર જીવનમાં આવ્યા ને ગુજરાતના સંસ્કારને, સામ્રાજ્યને અને ખુદ તેના ઈતિહાસને ર. એટલે સારાંશમાં જેનેને એ સુવર્ણયુગ હતો. આ યુગને ઈતિહાસ, નવલક્યા કે નવલિકા રૂપે ન્યાય આપતા, પહેલાંના જૈનેતર લેખકેએ તે તરફ એક આંખે જોયાનો આક્ષેપ છે, અને તે કેટલેક અંશે સાચે ૫ણ છે. આપણે: જેની વાત કરીએ છીએ, તે જ નવલકથાઓમાં જૈન પાત્રો કેવી રીતે ચિતરાયાં છે, તે જરા જોઈ લઈએ. ૧. પાટણની પ્રભુતા : આ નવલકથા સિદ્ધરાજ જયસિંહના પિતા ને રાણી મિનળના પતિ રાજા કર્ણદેવના મૃત્યુ સમય આસપાસની છે. લેખકના કહેવા મુજબ ચંદ્રાવતીમાં જૈનોએ સ્વતંત્ર સંસ્થા સ્થાપી હતી. અને તેઓએ પાટણની સત્તા હાથ કરવા આનંદસરિ નામના જતિને મોકલ્યો. “ આ જતિ અનેક રાજખટપટ કરે છે. ને જેન ધર્મના કદી દુશ્મન દેવપ્રસાદને દધિસ્થળીમાં તેના મહાલયમાં જ સળગાવી મારી નાખે છે. (આ દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનપાળ ને તેના પુત્ર પરમ આહત ગૂજરેશ્વર કુમારપાળ) પછી પાટલુન નગરશેઠ મુંજાલ મેદાને પડે છે ને અંતે યતિછ માનભંગ થઈ પાટણ છોડે છે. ગુજરાતને નાથ : પાટણની પ્રભુતા પછીની નવલકથા-ગુજરાતનો નાથ છે, જેની નવમી આવૃત્તિ હમણું ૧૯૪૭ માં થઈ છે, એટલે સહેજે દશથી પંદર હજાર નકલ તેની ખપી ગઈ છે. આમાં મહામંત્રી ઉદયનને ખંભાતના સર્વસત્તાધીશ ચીતર્યા છે. તે શ્રી. મુનશીનું કપના સંતાન રૂપાળી મંજરી પાછળ દીવાના બનેલા બતાવ્યા છે. એ મંજરીને સતાવે છે, ચોરી છૂપીથી ઉપાડી જાય છે, ને પરણવા માગે છે. બીજી તરફ ખંભાતના મુસલમાનો ૫ર શ્રાવકે દ્વારા જુલમો વરસે છે, એમનાં ઘર બાળી મુકવામાં આવે છે, ને ન્યાયની તક આવતાં બધાને ઉદયન ગૂમ કરી દે છે–વગેરે બતાવ્યું છે. આ હકીકત “ જામીઉલ હકાયત’ નામના ગ્રંથ પરથી લીધી છે, એમ સંદર્ભ પણ છે. આ સિવાય ઉપાશ્રયોને ખટપટનાં ધામ ને ગરીબોના છોકરાઓને ભગાડીને સંતાડી રાખવાની સ્થાન તરીકે બતાવ્યા છે. For Private And Personal Use Only
SR No.521665
Book TitleJain_Satyaprakash 1950 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy