________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈતિહાસના અજવાળે
[૮]
લેખકઃ શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી Chandragupta, king of Patliputra, abdicated, became a Jain ascetic, and died at Sravana Belgola in Mysor.
- Mr. Lewis Rice. સમ્રાટ ચંદ્રગુપ્ત પછી બિન્દુસાર ગાદી પર આવ્યો. એ પણ જૈનધમી રાજા હતા, એમાં ઈતિહાસકારોને શંકા ધરવાપણું નથી. સમ્રાટ અશોક એ ખરેખર નામાંકિત રાજવી હતો પણ એના રાજયવિસ્તાર સંબંધમાં એના ભાઈ-ભાંડ સાથેના વર્તાવ સંબંધમાં અને એણે કલિંગ પર ચઢાઈ કરી જે ભયંકર કેર વર્તાવ્યો હતો એ સંબંધી પ્રાપ્ત થતા ઉલેખમાં જેમ ભિન્નતા દષ્ટિગોચર થાય છે તેમ ઈતિહાસકારોમાં પણ જુદા જુદા મત પ્રવર્તે છે. એના નામે જે શિલાલેખો ઓળખાય છે અને એમાં જે બાબતોના ઉલ્લેખ છે એ વિચારતાં એણે કલિંગ યુદ્ધમાં લીધેલી વલણ બંધ બેસતી થતી નથી. વળી શિલાલેખમાં આવતી કેટલીક વાતો સંબંધે બૌદ્ધશાસ્ત્રોમાં કંઈ જ નોંધ મળતી નથી. ત્યારે એ પિતે બૌદ્ધધમાં હતા એ વાત સ્વીકૃત થયેલી ગણાય છે. શિલાલેખમાં જે શિક્ષાવને આલેખાયેલાં છે એ જૈન ધર્મના ઉપદેશ સાથે ઘણુ મળતાં આવે છે. વળી “પ્રિયદર્શી ને અર્થ શેક કરવામાં આવે છે અથવા તે એને અશોકનું વિશેષણ ગણવામાં આવે છે એ કરતાં એ નામ કિંવા વિશેષણ સમ્રાટ સંપ્રતિને વધુ બંધબેસતું થઈ શકે છે. જૈન સાહિત્યમાં અશોકના જીવન સંબંધમાં એની એક રાણીના કાવત્રાનો ભોગ બનનાર વડીલ પુત્ર કુણાલ સંબંધમાં, તેમજ એ પુત્ર અંધ થયા પછી, પોતાની સંગીત કળાના જોરે સ્વપુત્ર સંપ્રતિ માટે પિતા એવા અશોક પાસે પાટલીપુત્રમાં આવવા સંબંધે અને એની કળાથી રંજિત થઈ અશોકે પૌત્રને રાજ્ય આપવા અંગે કરેલી જાહેરાત સંબંધનાં વર્ણને પ્રાપ્ત થાય છે. આંગ્લ ઇતિહાસકારોની નજરે કાં તો એ તરફ ફરી નથી અથવા તો એ અંગે તેઓ ગમે તે કારણે મૌન છે પણ એક વાત તો દીવા જેવી તારવી શકાય છે અને તે એ કે રાજધાની પાટલીપુત્રમાં હતી ત્યારે અવંતી કિંવા ઉજજેની એ મધ્ય ભારત વગેરે માટે બીજી રાજધાનીરૂપ હતું. અર્થાત વર્તમાન કાળે જેમ સમ્રાટ પંચમ જ્યોર્જ લંડનમાં વસતા જ્યારે તેમના વાઈસરોય દિલ્હીમાં રહેતો; એ પ્રમાણેની સ્થિતિ હતી. ટૂંકમાં કહીએ તો યુવરાજના હાથમાં ઉજૈનીને વહીવટ રહેતો કિંવા મુખ્ય વારસને ઉજજેનને સુબેદાર બનાવવામાં આવતા.
Ujjain, the Capital of Western India was equally famous, and equally suitable as the seat of a Viceregal government. Reckourd to be one of the seven Sacred Cities, and standing on the road leading from the busy ports of the western coast to the markets of the interior, it combined the advantages of
For Private And Personal Use Only