________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧૦ ]
ભેજકટ
[ ૨૧૩ સાહિત્યમાં હજારો સ્થળાનો અને વ્યક્તિઓને નામોલ્લેખ આવે છે. આ બધાને આધારે અતિહાસિક અને ભૌગોલિક સંશોધન થવું જોઈએ અને આ કાર્ય પુરાતત્વખાતાના અનેક ડાયરેકટર જનરલો કરી શકે તેના કરતાં જૈન મુનિઓ બહુ જ સારી રીતે કરી શકે તેમ છે. ગૃહસ્થ સંશાધકને સંશોધન કરવા માટે ખાસ ફરવા નીકળવું પડે છે. જયારે જૈન સાધુએ તો તેમના ધર્મ પ્રમાણે હમેશાં એક ગામથી બીજે ગામ દેશ દેશમાં ફર્યા જ કરતા હોય છે. અને આ કાર્ય પ્રત્યક્ષ દર્શનથી જેટલું સુંદર વિશદ અને ચોક્કસ થઈ શકે છે તેટલું તે સિવાય થઈ શકતું નથી એટલે તે તે દેશ અને સ્થાનોમાં ફરતા
ન્ય મુનિરાજે જે આ દૃષ્ટિથી સંશોધન કરવા લાગી જાય અને તેને પ્રકાશમાં મૂકવા માંડે તો આપણું અતિહાસિક, ભૌગોલિક, તથા પુરાતત્વ વગેરે સંબંધી સંશોધન થોડા જ વખતમાં છતાં સંદરમાં સુંદર અને ચોકસાઈ ભરેલું અનાયાસે જ તૈયાર થઈ જાય. આની સુંદરતા અને વિશદતાનો પ્રકાશ બીજાઓ ઉ૫ર ૫ણુ પાડશે જ, નહી' તોયે છેવટે આપણું સાહિત્ય તે દિવ્ય બનશે જ બનશે. અને ભારતવર્ષના સાહિત્ય ખજાનામાં આપણે જૈનસાહિત્ય અને સંશોધન એક અમૂલ્ય જવાહર તરીકે ઝળકશે જ ઝળકશે એ નિઃશંક છે. सं. २००६, अधिक आषाढशुक्ल सप्तमी ) मुनिराज श्रीभुवनविजयान्तेवासी
ताजनापेठ, जैन मन्दिर मु. आकोला (विदर्भ-वराड)
मुनि जम्बू विजय
સંસ્કૃતિનું સ્વરૂપ ધમથી સંસ્કૃતિમાં મૌલિક અંતર છે. ત્યારે ધર્મને સંબંધ મનુષ્યના વ્યક્તિગત જીવન સાથે હોય છે એવી હાલતમાં, સંસ્કૃતિ વ્યક્તિ અને સમાજ બંનેના આચાર અને વિચાર પર સમાન દાષ્ટ રાખે છે. સંસ્કૃતિ આત્મા છે અને સભ્યતા તેનું બાહ્ય રૂપ છે.
સામાન્ય રીતે સંસ્કૃતિ એક છે. મુખ્ય વિવાદ આચાર અને વિચારની વ્યાખ્યામાં છે. આત્માના અસ્તિત્વને સ્વીકાર કરીને પણ સાધારણ રીતે આપણને વિશ્વમાં બે પ્રકારની વિચારધારાઓ અનુભવમાં આવે છે. એથી આચારભેદ થતાં આપણે સંસ્કૃતિને બે ભાગમાં વિભાજિત થતી જોઈએ છીએ, ભારતવર્ષમાં આ બંને પ્રકારની સંસ્કૃતિઓનો પર્યાપ્ત વિકાસ થયો છે. જો કે વર્તમાન સમયમાં ભેદક રેખા ખેંચવી મુશ્કેલ છે, કેમકે આ બંનેએ એક બીજાનાં તત્તને ઘણે અંશે સ્વીકાર કરી લીધો છે, પરંતુ તેના પ્રારંભ કાળમાં એમાં પર્યાપ્ત સંધર્ષ રસ્યો છે. સાધારણુ રીતે આ બંને સંસ્કૃતિએને આપણે શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિના નામે પિકારીએ છીએ. શ્રમણ સંસ્કૃતિનો મુખ્ય આધાર શ્રમ છે જયારે વૈદિક સંસ્કૃતિને આત્મા પ્રભુસત્તા છે. શ્રમ સ્વાવલંબનનું પ્રતીક છે અને પ્રભુસત્તા પરાવલંબનનું. એથી જ આપણે ક્રમશઃ સ્વાવલંબન અને પરાવલંબનની સંસ્કૃતિ એમ કહેવું ઠીક સમજીએ છીએ.
શ્રમણ ! વર્ષ ૧, અંક ૮
૫૦ ફૂલચંદજી શાચી.
For Private And Personal Use Only