________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અન છે अखिल भारतवर्षाय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित . श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश ગિમારી વાડી : ઘવાટા શેર : કમાવા (ગુઝરાત) કર્ષ ૨૨ || વિક્રમ સં. ૨૦૦૪: વીરનિ. સં. ૨૪૭૪ ઈ. સ. ૧૪૮ | “ ? || જેઠ શુદિ છે : મંગળવાર : ૧૫મી જૂન || ૧૨ બાર ભાવનાનું સાહિત્ય' વિશે કંઈક વિશેષ
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી ભાઈ હીરાલાલ કાપડિયાએ જૈન સત્ય પ્રકાશ” વર્ષ ૧૩, અંક ૪ માં “બાર ભાવનાનું સાહિત્ય” એ શીર્ષક હેઠળ લેખ લખે છે તેમાં તેણે “બાર ભાવનાની ” ઘણીખરી કતિઓની પ્રાચીનથી માંડીને આધુનિક કૃતિઓ સુધીની માહિતી આપી છે, છતાં તેમાં એક જૈનાચાર્યની કૃતિની માહિતી આપવાની રહી ગઈ છે. આનું કારણ મને એમ જણાય છે કે તેમણે આ કૃતિ જોઈ નહિ હોય અગર જોઈ હોય તો ધ્યાન બહાર રહી ગઈ છે–હશે. એ કૃતિ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીમાન વિજયાનંદસરીશ્વરજીની છે. સૂરિ મહારાજે “બાર ભાવનાની સમઝાય” નામે કૃતિની રચના કરી છે. તે તેની પ્રસિદ્ધ થયેલી આત્માનંદ સ્તવનાવલીમાં છપાયેલી છે. તેમજ છૂટી છૂટી છપાયેથી બહાર પડી છે. ની નેધ ભાઈ કાપડિયા લેશે.
કાપડિકાના લેખ પર ભાઈ અગરચંદ નાહટાએ “બાર ભાવના સાહિત્યકે બારેમેં વિશેષ જ્ઞાતવ્ય” એ મથાળાવાળો લેખ જૈન સત્ય પ્રકાશ' વર્ષ ૧૩ અંક માં લખે છે. પરંતુ એ લેખ વાંચતાં એમાંથી વિશેષ જ્ઞાતવ્ય જેવું કંઈ જણાતું નથી અને કેટલું અપ્રસ્તુત પણ લખ્યું છે, જેમકે “કુંદકુંદાચાર્યના સમયની ચર્ચા” અને “સકલચંદ્ર' નિશ્ચિતપસે તપાગચ્છીય હીરવિજયસૂરિ શિષ્ય હો હે;” આ વાત. આમાં પાછલી વાત સુપ્રસિહ છે, એટલે તેની કંઈ આવશ્યકતા નહોતી અને બીજી થોડી માહિતી આપી છે તે જૈન ગુર્જર કવિઓમાં આપેલી છે તે છે. પણ કાપડિયાએ આપેલો નધિ વાંચતા નાહટાની નોંધમાં વિશેષ જ્ઞાતવ્ય તરીકે ખાસ કંઈ જણાતું નથી. ફક્ત વિશેષમાં કહીએ તે પી લક્ષ્મીવલ્લભકૃત ભાવનાવિલાસનો ઉલ્લેખ છે એટલું જ છે.
લેખનું શીર્ષક નેતા વાચકને એમ થાય કે આમાં કંઈ ખાસ નવીન માહિતી ગળો, પણ જ્યારે આ લેખ જોતાં કેવળ એક જ લક્ષ્મીવલભકૃત ભાવના વિકાસની નવીન નેધ જોવા મળે છે. આથી મારી પાસે જે કંઈ “બાર ભાવના'ના સંબંધી માહિત્ય છે, તેની નોંધ નહીં અપ્રસ્તુત નહિ ગણાય.
આ સાહિત્ય સામગ્રી અને વડોદરામાં પ્રવર્તક મહારાજ શ્રીતિવિજયજી મહારાજને
For Private And Personal Use Only