________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિલ્પસિદ્ધ કક્કાસની સ્થાની આલોચના
(લે. છે. હીરાલાલ ર. કાપડિયા એમ. એ.)
એકાદેક મહિના ઉપર ઉં. જગદીશચન્દ્ર જેને હિન્દીમાં તૈયાર કરેલ “દે હજાર વર્ષ પુરાની કહાનિયાં” નામનું પુસ્તક મારા જેવામાં આવ્યું. એમાં પૃ. ૭૦-૮૦માં કાકાસ બઢ઼ઈ” એ નામથી શિ૫સિદ્ધ કાપની જે કથા અપાઈ છે તે વાંચતાં વસુદેવહિંડીમાં આ કક્કાસની કથા આવે છે એ વાત યાદ આવી, અને વસુદેવહિંડીનું ભાષાંતર જે મારી સામે હતું તેને મેં ઉપોદઘાત જે. એમાં સંતુલનાથે આવસ્મયયુણિ (પૂર્વ ભાગ, પત્ર ૫૪૦-૫૪૧)નો ઉલ્લેખ ન હતું. ઉપર્યુક્ત હિન્દી પુસ્તકગત “પ્રાસ્તાવિત’ જોયું તો તેમાં વસુદેવહિંડી (પૃ. ૬૧-૬૪) ને ઉખ ન હતું. વિશેષમાં આ બંને કૃતિઓમાં જે કાકાસની કથા અપાઈ છે તે બે રૂપાન્તરો પૂરાં પાડે છે. આથી આ બંનેની આલોચના કરવાને મને વિચાર છે, અને મેં આ કાર્ય આરંવ્યું.
આપણું ભારતીય સાહિત્ય વિવિધતા અને વિપુલતા માટે વિખ્યાત છે. એનું કથા-સાહિત્ય અજબ છે. કેટલીયે સ્થાઓની જન્મભૂમિ ભારતદેશ છે એ વાત વિદ્વાનેથી અજાણી નથી. વળી કેટલીયે કથાઓ આ દેશમાંથી અન્યત્ર ગઈ હોવા વિષે પણ બે મત નથી. કથા-સાહિત્ય જે ભારતમાં રચાયું છે તેમાં લોક-સાહિત્યનાં સંરક્ષણુ અને સંવર્ધન પાય (પ્રાકૃત) કૃતિઓ દ્વારા જેટલાં થયાં છે એ સંસ્કૃત કૃતિઓ દ્વારા થયાં હોય એમ જણાતું નથી. મહર્ષિ બુદ્ધના પૂર્વ જન્મની ઘટનાઓના વર્ણનરૂપ જાતકકથાઓ પાધિમાં રચાયેલી છે. એમાંનાં કેટલાંક દો “સાંચી” વગેરેના સ્વપ પર અંકિત છે.'
લેક-ગ્યાના મહાસાગરમાંથી જૈન, બૌદ્ધ અને વેદિક એ ત્રણે મેક્ષાભિલાષી કથાકાએ પિતા પોતાના મંતવ્યોને આકર્ષક રીતે સચોટપણે રજૂ કરવા માટે શ્રેષ્ઠ સામગ્રી લીધી છે. નાયાધમ્મકહા નામનું જૈનોનું જ્યું અંગ અને તેમની (૧) ધન્ય અને વિજય ચારની કથા, (૨) ચોખાના પાંચ દાણાવાળી વાર્તા અને (૩) માકંદીપુત્રની કથા આ વાતની સાક્ષી પૂરે છે. શિલ્પસિહ કોકાસની કથા એ પણ એક લોક-કથા છે. એ ઉપર સૂચવ્યા મુજબ મોડામાં મોડી વિક્રમની છઠ્ઠી સદીમાં સંસદા ગણુિ વાચકની કૃતિ વસુદેવદિંડીમાં અને કેટલાક વિદ્વાનેના મત મુજબ જિનદાસગણિએ રચેલી આવાસય.
૧ ઈ. સ. પૂર્વેની પાંચમી સદીથી માંડીને ઈ. સ. ના બીજી સદી સુધીમાં આ જાતક-કથાઓ રચાયાનો અને એમાંની અને કહાનીએ મહાભારત અને રામાયણમાં વિકસિત સ્વરૂપમાં પ્રાપ્ત થતી હોવાનો ઉલ્લેખ ઉપર્યુક્ત હિન્દી પુસ્તકના પ્રાસ્તાવિક (પુ. ૧૩) માં કરાય છે. સાથે સાથે ભદન્ત આનંદ સત્યાયનની, જાતક ( પ્રથમ ખંડ) ની ભૂમિકા (પૃ. ૨૪-૨૭)ની અહીં નોંધ લેવાઈ છે.
૨ આ આવસ્મયની એક ટીકા છે. એ ભાષાશાસ્ત્રની દષ્ટિએ ઉપયોગી હોવા ઉપરાંત કક્ષા-સાહિત્ય માટે ઉપયોગી છે. એ અને આગમો ઉપરની બીજી ટીકાઓમાં ભારતીય પ્રાચીન કથા-સાહિત્યનાં અનેક ઉજજવળ રત્ન વિમાન છે. એમાંનાં કેટલાંક અન્યત્ર જણાતાં નથી એમ છે. વિન્ટનિસૅ A History of Indian Literature (Vol. II, p. 487)માં કહ્યું છે.
For Private And Personal Use Only