________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ પાર્શ્વનાથ, મહાવીરસ્વામિ વગેરેની મૂર્તિઓ મથુરાના પ્રદેશમાંથી એક કરતાં વધુ બંખ્યામાં જડી આવી છે. પરંતુ સંભવનાથની આ એક જ મૂર્તિ જડી આવી છે. સ્કાઈથીઅન સમયની મૂર્તિઓના સંબંધમાં ખાસ નોંધ લેવા જેવું એ છે કે તે મૂર્તિ ઉપર લાંછન હેત નથી. તેથી જે લેખમાં આપ્યું હોય તો જ અમુક મૂતિ અમુક ભગવાનની છે, એ કહી શકાય. અન્યથા તેને નિર્ણય કરવો અશકય છે. ચિઢયુક્ત મૂર્તિઓ કરવાની પ્રવૃત્તિ ઘણું ખરું કશાન સમય પછી થઈ હોય એવું ભાસે છે.
અત્યાર સુધી કુશન સમયની જે મૂર્તિઓ મલી આવી છે તે સર્વથા લાંછન વિરહિત જ છે. ચિહ્ન સમેત જૂનામાં જૂની મૂર્તિ મી. સ્મિથને મળી આવી એ જ છે. લેખ વિનાની તે મૂર્તિ છે, પરંતુ તેની રચના વિગેરે ઉપરથી તે ચતુર્થ અથવા પંચમ શતકની હોય એવું ધરાય છે. આ મૂર્તિના હસ્ત અને મસ્તક ખંડિત છે; મતિ પાન મુદ્રામાં છે. અને બંને બાજુએ સિંહાથી ઉત્તેજિત ગાદી ઉપર બિરાજેલી છે. મખમાં ત્રિરત્નનું ચિહ્ન છે. આ ત્રિરત્નના ચિહ્નની નીચે બે નાનાં ચક્રો આવેલાં છે. અને બંને બાજુએ એક હસ્તમાં પુષ્પ અને એક હસ્તમાં ચક્ર, એમ સ્ત્રી અને પુરુષ ઉભેલાં છે.
લેખ નીચે પ્રમાણે છે.
महाराजस्य हुवष्कस्य संवचरे ४०८ व. २ दि १०७ ए तस्यपुवायं कोहिये () મા
सीये कुले पञ्च नगरिये शाखाये धुजवलस्य शिशिनिये धुजशिरिये नि यतना
बुधुकस्य वधुये शवत्रन ( १ ) पोत्रिये यशाये दन संभवस्य प्रोतिमान तिस्तापिता
મહારાજ હુવષ્યના ૪૮ વર્ષે વર્ષો ઋતુના બીજા માસમાં ૧૭ મે દિવસે (ઉપર કહેલે દિવસે) સવત્રનની પૌત્રી અને બુધની વધુ યશાએ ક્રિયગણ બ્રહ્મદસીય કુલ અને વજ નગરી શાખાની ધ્રુજવલની શિષ્યા પુજસિરિની આજ્ઞાથી સંભવનાથની મૂતિને બેસાડી. કાદિયગણ, બહાદાસીય કુલ અને વજી નગરી શાખાની ધુજશિરિએ આ પ્રતિમા યશા પામે સંભવનાથની બેસડાવી.
કુશાન સંવત ૧૮ની મૂર્તિ ઉપરને લેખ.
सिद्धं नम सर (स) तम महरेजस्य हुवष्कस्य संवसरे अष्टपनप्रस्य मस ३ दिवस रएत
स्याम् पुर्वायां पे ( ? ) गणे आर्य चेटिये कुले हरित
મારુંધવાતો રા.............વારંવારય હૃશિનાતિય રિઝરોજન.. नगसेनो दनम् ।
For Private And Personal Use Only