________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ સૌ. કમળાબેન અમીચંદ તરફથી ઈ. સ. ૧૯૩૫માં પ્રસિદ્ધ કરાયેલી શ્રી સઝાયમાળા (૫, ૪૪૪-૪૪૬) માં મધુબિંદુઆની સઝાય છે. એની અંતિમ પંક્તિ નીચે મુજબ છે –
ચરણપ્રમોદ મુનીશ્વર જલ્પ, અચળ સુખ ઇમ માગીયે” આ ઉપરથી આના કર્તા કઈ ચરણપ્રમોદ નામના મુનિ છે એમ સમજી શકાય છે.
આ સજઝાયમાં બે અજગરને અને પેલા પુરુષને દુઃખમાંથી છોડાવવા આવનાર તરીકે વિમાનમાં આવેલા વિદ્યાધરનો ઉલ્લેખ છે. આને ઉપનય સમજાવતાં બે અજગરથી તિર્યંચ અને નરક (ગતિ), વિદ્યાધરથી સહગુરુ (૨) ને અને વિમાનથી ધર્મને નિર્દેશ કરાયો છે.
21. Garela A History of Indian Literature (Vol. II, p. 5-23) માં મધુબિન્દુના દષ્ટાંતને “the parable of the man in the well' તરીકે ઓળખાવ્યું છે. આમ કરવા પૂર્વે એમણે કહ્યું છે કે પુષ્કળ કથાઓ, દષ્ટ (parables) અને પરી-વાતીઓ જે સમરાઇમ્યચરિયમાં અપાઈ છે તેમાંના ઘણા વિયે ભારતીય કાત્મક સાહિત્યમાં જોવાય છે અને કેટલાક દુનિયાભરના (universal) સાહિત્યમાં જોવાય છે. HIL (Vol. I[, p. 417) માં આ દષ્ટાંતને ઉલલેખ છે. વિશેષમાં આ પુસ્તકના પરમા પૂછમાં આ દષ્ટાંત માટે Vol. I, p. 408 જોવાની ભલામણ કરાઈ છે. આ પૃષ્ઠ ઉપર મહાભારત (સ્ત્રી-પવ', અ૦ ૫-૬) માં સુજ્ઞ વિદુર ધૃતરાષ્ટ્ર રાજાને કૂવામાંના માણસને લગતું દષ્ટાંત કહી ઉપન્ય સમજાવે છે એ ઉલ્લેખ કરી એ સમય હકીકત એમણે અંગ્રેજીમાં આપી છે. એ આપણે અહીં વિચારીશું–
એક મોટું ગાઢ અરણ્ય છે. એમાં એક દુર્ગમ વન છે. એમાં સિંહ, વાઘ, હાથી વગેરે ભયંકર, કર અને માંસાહારી પ્રાણીઓ વસે છે. એક બ્રાહ્મણે આ વનમાં ભૂલો પડે છે અને આ વનની વિષમતા જોઈને ગભરાઈ જાય છે. એમાંથી બહાર નીકળવા એ ફાક મારે છે તો એને જણાય છે કે એ વનની ચારે બાજુ જાળ હતી અને એક ભયાનક
બે હાથ વડે એને બાઝીને રહેલી હતી. વિશેષમાં પર્વતના જેવા ઊંચા અને પાંચ પાંચ માથાવાળા નાગ ૫ણું આ વનની ચારે તરફ હતા. વળી આકાશને અડકે એવડાં ઊંચાં ઝાડ હતાં. આ વનની વચમાં ઘાસથી છવાયેલ અને ગૂઢ વેલો વડે વીંટળાયેલ એ એક કુવો હતે. પેલો બ્રાહ્મણ આમાં પડ્યો. એણે એ વેવની શાખાઓની જાળોને પકડી રાખી. જેમ ડીંટાએ વળગેલું ફણસનું ફળ નીચે લટકે છે તેમ પમ ઉપર અને માથું નીચે એમ એ લટક્યો.
એવામાં એને બીજો ઉપદ્રવ થયે. એણે એ કુવામાં મહાપરાક્રમી મહાનાગ જે. અધૂરામાં પૂરું કૂવાના ઢાંકણું આગળ એક કાળા છ મોઢાવાળે અને બાર પગવાળો હાથી આવતો દીઠા. એ કુવાને ઢાંકી દેતા ઝાડની ડાળીઓમાં મધ તૈયાર કરતી અનેક જાતની બિહામણી મધમાખીઓ હતી.
મધ ધારાબંધ ટપકવા લાગ્યું. એટલે પેલા બ્રાહમણે તો એ ખૂબ આસક્તિથી પીવા માંડયું. આટલાં બધાં સંકટમાં હેવા છતાં એ તે મધ પાછળ વઢબન્યો અને પિતાની વિકટ પરિસ્થિતિથી એને જરા પણ ખેદ ઉત્પન્ન થયો નહિ.
For Private And Personal Use Only