________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ ] મધુબિન્દુના દષ્ટાન્તનું પાચન
૧૩૩ હરણ તે પ્રસ્તુત મધુબિંદુનું દષ્ટાંત છે. આમાં પુરુષ માર્ગથી ભ્રષ્ટ થઈ અટવીમાં જાય છે એમ કહી અટવીનું વર્ણન ગદ્યમાં કરાયું છે. એવી રીતે હાથીનું પણ ગવમાં અને વિશેવમાં સામી દિશામાંથી આવતી રાક્ષસીનું પણ ગદ્યમાં વર્ણન કરાયું છે. વસુદેવહિંદી કે પરિશિષ્ટપર્વમાં રાક્ષસીને ઉલ્લેખ નથી. એટલી આની આ વિશિષ્ટતા છે. વડના વૃક્ષની સમીપ આવી પહોંચતાં શું બને છે, એ હકીકત પદ્યમાં રજુ કરાઈ છે. અહીં વસુદેવહિંડી વગેરેની માફક એક અજગરનો ઉલ્લેખ છે. પુરુષને અંગે બધી બાબત કહ્યા પછી ઉપસંહાર-ઉપનય પદ્યમાં અપાય છે. રાક્ષસીથી જરા (ધડપણ)ને નિર્દેષ કરાગો છે. આમ મધુબંનું દષ્ટાંત પદ્યમાં પૂરું પાડનાર તરીકે આ સૌથી પ્રાચીન પાઈય સાધન છે, એમ જણાય છે.
પ્રદ્યુમ્નસૂરિએ સમરાઈચચરીય ઉપરથી સમરાદિત્યસંક્ષેપ નામને મંથ, વિ. સં. ૧૩૨૪ (વારિધિ-પાચક્ષ)માં સંસ્કૃતમાં ઓ છે. HIL. (Vol. II, p. 522n). ગાં રચનાવર્ષ તરીકે ઈ. સ. ૧૨૧૪નો ઉલ્લેખ છે તે વિચારણીય છે, આ કૃતિમાં બીજા ભવમાં મબિંદુનું દષ્ટાંત ઉપનય સાથે છે. આ ગ્રંથ ડે. થાકેબીએ પાદિત કર્યો છે. અને તે જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાય છે. આત્માનંદ સભા તરફથી પણ એ પ્રકાશિત થયો છે અને એમાં લો. ૩૨ ૩૩૮માં મધુબિંનું દષ્ટાંત અપાયું છે. અને મ. ૩૩૯-૪૪માં ઉપનય છે?
ઉત્તમવિજ્યના શિષ્ય પદ્ઘવજયે સમરાઇચચરીને આધારે ગુજરાતી પદ્યમાં સમરાદિત્યકેવળોને રાસ રમો છે. વિ. સં. ૧૮૩૯ માં પૂર્ણ કરેલા એના જ બીન ખંડની સાતમી ઢાળમાં આ દષ્ટાંત તેમ જ એને ઉપસંહાર છે.
દિગંબર આચાર્ય હરિ શકસંવત્ ૮૫૩ (ઈ. સ. ૮૩૧-૩૨) માં વઢવાણમાં સંસ્કૃતમાં બહત્કથાકેશ રમે છે. એમાં સંસારના અલ્પ સુખને બહુ માનનાર ત્રિવિક્રમનું કથાનક ૯૨માં ક્રમાંક અપાયું છે. આ કથાનક તે મધુબિંદુના દષ્ટાંતરૂપ છે. એમાં હાથીને બદલે “વાઘનો " ઉલ્લેખ છે. વાવ બરાડા પાસે કૂવામાં પડેલા પુરુષની સમીપે આવે છે, અને પગના નખ વડે એને સ્પર્શે છે, પણ એને પકડી શકે તેમ ન હોવાથી એ શરના તંબને પગ વડે હલાવે છે. એ તંબ ઉપરના મધપૂડામાંથી મધનું એક મધુર સિંહ પડે છે, અને એને આસ્વાદ પેલો પુરુષ લે છે. ઉદર મૂળને કાપે છે, અને અજગરે એ માણસના બે પગ પકડવ્યા છે, અને ચારે દિશામાં રાતી આંખવાળા ભયાનક સાપ છે તેમ છતાં પેલો પુરુષ મધના ટીપાના આસ્વાદના સુખને દિવ્ય માને છે. આમ કથાનક આપી એને ઉપનય સમજવતાં વાઘ એટલે મૃત્યુ થયાદિ હકીકત કહેવાઈ છે.
જયરામે માથા છંદમાં ધમંપરીક્ષા રચી હતી. એને “પહાડિયા' છંદમાં હરિષેત્રે વિ. સં. ૧૯૪૪માં “અપભ્રંશ' ભાષામાં ગૂંથી. આ ધમપરોકખામાં તેમ જ વિ. સં. ૧૦૭૦માં અમિત ગતિએ સંસ્કૃતમાં રચેલી ધમંપરીક્ષામાં મધુબિંદુનું દૃષ્ટાંત છે. એમ ડો. ઉપાએ બહતકથાકાશને ટિપ્પણ (૫. ૩૮૮) માં સૂચવ્યું છે.
૩ છે. યાબીની આવૃત્તિ પ્રમાણે . ૩૨૦-૩૩૭ અને ઓો. ૩૩૮-૩૪૩ છે.
૪ સમગ્ર રાસ જિનેન્દ્રસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૮૪૨માં વસંત પંચમીએ પૂર્ણ કરાવે છે.
For Private And Personal Use Only