________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ ] જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ મહારાજા ભલા કર્ણદેવના રાજ્ય-સમયમાં રચાયેલ સં. ૧૧૪૧નું પ્રા. મહાવીરચરિત્ર વગેરે મળે છે. સં. ૧૧૩૮માં લખાયેલ વિશેષાવશ્યક-ટીકા તથા સં. ૧૧૪૬માં મહામાત્ય મું થના અધિકાર–સમયમાં લખાયેલ યોગદષ્ટિસમુચ્ચય વગેરે મળે છે. અભયદેવસૂરિએ જેનામેની વૃત્તિ-વ્યાખ્યાઓ મુખ્યતયા પાટણમાં સં.૧૧૨થી ૧૧૨૮માં રચી હતી. ગૂજરાતના શ્રદ્ધાળુ શ્રીમંત શ્રાવકેએ તે પુસ્તકે લખાવ્યાં હતાં. કપડવંજના વાયટકુલના જજજનાગના સુપુત્ર સિહ અને વીરનાગ જેવા સદ્દગૃહસ્થાએ આગમનાં પુસ્તકો લખાવ્યાં હતાં.
પરમ પ્રતાપી ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની અભ્યર્થનાથી આચાર્ય શ્રી હેમચંદ્ર “સિદ્ધહેમચંદ્ર” નામનું સર્વાંગસુંદર હૃભાષાનું શબ્દાનુશાસન રચ્યું હતું, જેનું સન્માન મિહરાજે પહસ્તી પર સ્થાપી નગર–પર્યટન કરાવી કર્યું હતું. તે પ્રસંગના ચિત્રવાળી પ્રતિ પણ મળી આવે છે. સિદ્ધરાજે ૩૦૦ જેટલા સારા લેખકે રોકી તેની સેંકડે નકલો કરાવી અભ્યાસીઓને અર્પણ કરી રાજભંડારમાં સ્થાપી હતી, તથા દેશ-વિદેશમાં મોકલાવી વિદ્યા-પ્રચાર કર્યો હતો. આચાર્ય હેમચંદ્ર અને સમકાલીન બીજા અનેક આચાર્યોએ તથા વિદ્વાનોએ તે સમયમાં રચેલા હજારો શ્લોકોવાળા સંસ્કૃત પ્રાકૃત ઉપયોગી ગ્રંથ મળી આવે છે. સં. ૧૧૮૭માં સિહ નામના સદગૃહસ્થે પોતાના તથા સ્વજનોના શ્રય માટે લખાવીને જિનાગમ-પુસ્તકેને સંગ્રહ ચક્રેશ્વરાચાર્યને નિરંતર વાંચવા સંશોધન કરવા સમર્પણ કર્યા હતા.
પરમહંત મારપાળ ભૂપાલની પ્રાર્થનાથી આચાર્ય શ્રી હેમચંદ્ર રચેલા ગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર અને ત્રિષષ્ટિશલાકા પુરુષ–ચરિત્રની અનેક પથી લખાઈ હતી. મહારાજાના પઠન–પાદનની પોથી સેનેરી સ્યાહીથી લખાયેલી હતી. મહારાજા કુમારપાળે ૨૧ જ્ઞાનભંડાર કરાવ્યનું સૂચન પાછળના ગ્રંથમાં છે. સં. ૧૨૯૪માં લખાયેલી ત્રિષછ સ. પુ. ચરિત્રની પેથીમાં અચ ર્ય શ્રી હેમચંદ્રને પ્રાર્થના કરતા કુમારપાલનાં ચિત્રો જોવામાં આવે છે.
કુમારપા ના સમયમાં રચાયેલા અને લખાયેલા ઘણુ ગ્રંથ વિદ્યમાન છે. સિદ્ધરાજ અને કુમારપાળ બંનેના સચિવ પોરવાડ મંત્રીજર પૃથ્વીપાલની પ્રાર્થનાથી હરિભદ્રસિરિએ પ્રા. અપભ્રંશ ભાષામાં રચેલાં ૨૪ તીર્થકરોનાં ચરિત્રોમાંથી ત્રણ ચરિત્રો મળી આવે છે, જેમાં ગુજરાતનાં એ મહામંત્રિ-વંશની એતિહાસિક પ્રશસ્તિ મળે છે.
આચાર્ય શ્રી હેમચંદ્રના પટ્ટધર મહાકવિ રામચંદ્રસૂરિને ૧૨ રૂપકે પર વિવેચન કરતો નાટથદર્પણ ગ્રંથ ગાયકવાડ પ્રાયગ્રંથમાળા (નં.૪૮)માં પ્રસિદ્ધ થઈ ગયેલ છે. તેમાં સૂતેલાં ૩૫ જેટલો નાટક કર્યાય જોવામાં આવતાં નથી. નલવિલાસ નાટક વગેરે પ્રસિદ્ધ છે.
પાટણના કુમાર-વિહારમાં વસંતોત્સવ–પ્રસંગે ભજવવા માટે દેવચંદ્રમુનિએ “ચંદ્રલેખાવિજય નામનું પ્રકરણ ૫ક રચ્યું હતું, તે કુમારપાલની પરિષતના ચિત્ત-પરિતેષ માટે રચાયેલું હતું. તે અપ્રકટ છે.
અજયદેવના રાજનીતિજ્ઞ પરમહંત મેઢજ્ઞાતિના મંત્રીશ્વર યશપાલે થારાપદ્ર (થરાદ)ના કુમાર-વિહાર નિમંદિરમાં ભજવવા માટે મોહરાજ-પરાજય નામનું આખ્યાત્મિક નાટક રચ્યું હતું. તે કુમારપાલના એતિહાસિક યશવિ જીવન સાથે સંબંધ ધરાવે છે. તે ગાયકવાડ-ગ્રામ્ય ગ્રંથમાળા (નં. ૯) માં પ્રકાશિત થઈ ગયેલ છે.
સેમપ્રભાચાર્યે વિ. સં. ૧૨૪૧માં રચેલ કુમારપાલ-બિનધર્મ-પ્રતિબોધ નામને વિસ્તત ગદ્યપદ્ય પ્રાકૃતસંય કુમારપાલના પ્રીતિપાત્ર કવિ સિહપાલના સ્થાનમાં રહી ર
For Private And Personal Use Only