________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ મહાવીર સ્વામીને ચંડ કેશિયો નાગ ડો અને ભગવાનના પગમાંથી રૂધિરને સ્થાને ક્ષીરધારા ફૂટી તેમ જ પ્રભુજીએ નાગને પ્રતિબોધ આપો એનું અહીં સ્મારકાપ સ્થાપના તીર્થ છે. મંદિરની પાસે જ એક ટેકરી ઉપર નાની દેરી છે એમાં પહાડમાં જ આલેખેલ પ્રભુના ચરણકમલ અને નામ દેખાય છે.
અહીં શ્રી. વીરપ્રભુનું પ્રાચીન ભવ્ય બાવન જિનાલયનું મંદિર છે. મૂલનાયક પ્રભુની મૂર્તિ અદ્દભુત કલામય અને પરમદર્શનીય છે, મોટી વિશાળ ભવ્ય પ્રતિમા જાણે સાક્ષાત જીવંતરૂપે શ્રી વીર પ્રભુ બિરાજમાન હોય તેવી છે અને પરિકર પણ કલાના નમૂના રૂપ છે. નીચે સિંહાસનમાં બે સિંહ ઉપર ગાદી છે. પ્રભુની નીચે લાંછન નીચે ધર્મચક્ર છે અને બન્ને બાજુ નાનાં હરણિયાં પ્રભુને નમતાં ઊભાં છે. પ્રભુના અતિશયના પ્રતાપે જાણે સિંહ અને મૃગલાં સાથે જ બેસી પ્રભુચરણકમલની ઉપાસના કરે છે. બન્ને બાજુ બેઠી નાની પ્રતિમાઓ છે. અંદર ઈંદ્રરાજ પ્રભુના સેવક બનીને બન્ને બાજુ ઊભા છે, ઉપર ઈદ્રાણીઓ પ્રભુને અભિષેક કરે છે. પ્રતિમાજીની રચના ગુપ્તકાલીન હોય એમ લાગે છે. મૂર્તિ ઉપર કે સિંહાસનમાં કયાંય લેખ નથી, પરંતુ મૂલ ગભારાની બહાર બન્ને બાજુ રહેલી પ્રતિમાઓની ગાડીમાં બ્રાહ્મી લીપીમાં ગુપ્ત કાલીન લેખો છે. આ ઉપથી નિર્વિવાદ રીતે એમ સિદ્ધ થાય છે કે લગભગ બે હજાર વર્ષની જૂની આ મૂર્તિ હશે. આ જ લીપીવાળા લેખ પીંડવાડાના મંદિરમાં રહેલ પીત્તળના કાઉસગિયાની ગાદીમાં પણ છે. એ ૫ણું પ્રાચીન જ છે.
બાકી મૂલનાયકજી શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા એવી મનહર અને આત્મિક શાંતિપ્રદ છે કે મુમુક્ષુ છોને તો અહીંથી ખસવાનું મન જ ન થાય. મારા અભિપ્રાય મુજબ તે હિંદુસ્તાનમાં પ્રાચીન ગણાતી મૂર્તિઓમાં અહીંની શ્રી વીવભુની મૂર્તિની પણ જરૂર ગણના થાય તેમ છે. આજના સગવડિયા યુગમાં યાત્રિકોને અહીં આવતાં થોડી તકલીફ જેવું લાગે, પરંતુ જે અપૂર્વ આત્મિક શાંતિ, જે અપૂર્વ આત્મિક આનંદ અને આત્મસાધનાને લાભ પ્રાપ્ત થશે તેની પાસે દિગલિક તકલીફની કઈ જ ગણતરી નથી.
બહાર બાવન દેરીઓમાં અત્યારે જીર્ણોદ્ધાર ચાલે છે. કેટલીક દેરીઓના ભારતમાં ૧૪૮૭ – ૧૫૨૫૨ વગેરેના લેખ જેવાયા. આ લેખો પણ સીમેન્ટ અને ચુનાની કલાઈ વખતે દબાવી દીધેલા છે, પરંતુ હમણું છહાર ચાલે છે એટલે એ કવાઈ ઉખેડવાથી આ લેખનાં દર્શન થયાં છે. નહિ તો એ પણ દબાયેલા જ રહેત. જીર્ણોદ્ધાર કરાવનાર ભાઈઓ આ લેખની પણ રક્ષા માટે પ્રયત્ન કરે. દબાયેલા લેખોને બહાર કાઢી સુરક્ષિત જાળવે એમ ભલામણ છે. જીર્ણોદ્ધાર માટે મુંબઈના મહાનુભાવોને પૂર્ણ સહકાર જોવાયો છે. મુંબઈના એ સુશ્રાવકોએ આવા પ્રાચીન તીર્થના જીર્ણોદ્ધાર માટે જે પ્રેમ અને ભક્તિ દાખવ્યાં છે એ જરર પ્રશંસનીય . આવી જ રીતે બીજા બીજાં પ્રાચીન મંદિરાના જીર્ણોદ્ધાર માટે જેન સંધ સવેળા જાગે એ જરૂરી છે.
૧૨ મંદિરની બહારની દીવાલમાં ૧૧૩૦નો એક લેખ છે જેનો આશય આ પ્રમાણે છે કે-સં. ૧૧૭ન્મ નહીર ચૈત્યની પાસે વાવ બંધાવી. આ ઉપરથી એમ પણ સમજાય છે કે આ મંદિરને નંદીશ્વર ચેત્ય પણ કહેતા હશે.
For Private And Personal Use Only