________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ] સશહીં રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર [ ૩ શુભ કાર્યોની અને જમણરૂછના સાપદેશની વિગતવાર નોંધ છે, જે બહુજ ઉપયોગી છે. તેમજ જુદા જુદા ગની પણ સુંદર નોંધ મળશે. આ બધાય ગઇએ જેન કાનની પ્રભાવના માટે કરેલાં શુભ કાર્યોની ને આપણને-જૈન ધર્મને ગૌરવપ્રદ નીવડશે એમ હું ધારું છું.
આ સિવાય અહીં પિવાલે પણ વણી છે. અત્યારે તો ત્રણ મોટા ઉપાશ્રય છે. હમણુ સાધુસાધ્વીઓના પાન પાઠન નિમિત્તે સંસ્કૃત પાઠશાળા ૫ણું ખૂલી છે. સુંદર, ધર્મશાળા છે. યાત્રિકો માટે સારી વ્યવસ્થાવાળી ભોજનશાળા છે. યાત્રિકોને દરેક જાતની સગવડ આપવા માટે પ્રયત્ન ચાલે છે.
અહીં એક સુંદર જૈન ધાર્મિક શિક્ષણ આપે તેવી પાઠશાળાની જરૂર છે. માતાએ અને બહેને જ્ઞાન આપે અને ભવિષ્યના જન સંઘના નેતાઓને ધાર્મિક જ્ઞાન, ધાર્મિક સંસ્કાર અને ધાર્મિક અભ્યાસ વિના નહિ ચાલે. ચિરહી છે આ માટે જરૂર પ્રયત્ન કરવાની જરૂર છે.
શ્રી. હીરવિજયસૂરીશ્વરજી અમ્રાટ અકબરને પ્રતિબોધીને પાછા વળતાં સિરોહી નરેશ શ્રી. સુલતાનજીના આગ્રહથી સિરાહિમાં ચાતુર્માસ રહ્યા હતા. અને શ્રી. સુલતાનજીએ પણ સૂરિજીના ઉપદેશથી પ્રજા ઉપર વધારે કર ન નાંખવા અને અમારી પાળવાનું સ્વીકાર્યું છે. સુરિજીના આ ચાતુર્માસમાં ઘણું ઘણું ધાર્મિક શુભ કાર્યો થયેલાં છે. આ સુલતાનજીના સમયમાં જ શિરોહીના બે મોટાં ભવ્ય જિનમંદિર બન્યાં છે, જેને માટે શિલાલેખ પણ વિદ્યમાન છે. સૂરિજીના ઉપદેશથી સુલતાનજીનું મન કુણું થયું હતું, હૃદયમાં દયા ધર્મ ઉપર બહુ જ પ્રેમ જાગ્યા હતા. આ.શ્રી. વિજયસેનસૂરિજી જ્યારે અહીં પધાર્યો સુલતાન સૂરિજીની સામે ગયો છે અને સૂરિજીને બહુ જ આદરસત્કાર કર્યો છે.
ત્યારપછી તેમના પૌત્ર અક્ષય રાજાજીના સમયમાં શ્રી. વિજયદેવસૂરિજી સિરાહીમાં ચાતુર્માસ રહ્યા છે. આ વખતે સાદરીમાં લંકામતવાળાઓએ તપાગચ્છીય શ્રાવકને બહુ અતાવ્યા હતા. સાદરીના શ્રાવકોએ સિરોહી આવી શ્રી. વિજયદેવસૂરિજી પાસે ફરિયાદ કરી અને જણાવ્યું કે આપના જેવા પ્રતાપી શાસનનાયક હોવા છતાં અમારી આવી સ્થિતિ થાય તે ઉચિત નથી. એટલે સૂરિજીએ ગીતાર્થ સાધુઓને સાદરી મોકલ્યા છે. ગીતાર્થોએ ચાદરી જઈ લંકાઓને મૌન કરી દીધા; ચાતુર્માસ પછી મેવાડના રાણા કર્ણહિજી પાસે ઉદયપુર જઈ ત્યાની રાજસભામાં વિદ્વાને સમક્ષ લંકાઓ સાથે શારખાઈ કરી તેમને હરાવ્યા અને તVI: ત્યાં સુકારત્યાઃ” તપા સાચા છે અને લંકાઓ અપત્ય છે, આવું વિજયપત્ર મેળવી સાદરી પાછા આવ્યા, મને એ વિજયપદા વાંચી સંભળાવ્યો. પછી સિરાહી આવી સૂરિજીને ચરણે પદક ધર્યો. સાદરીમાં તપાગચ્છીય શ્રાવકોને ખૂબ જ મહિમા ફેલાયો. (પદાવલી સમુચ્ચયના આધારે). આવી રીતે હિરાહી નગર તે ઘણાં વર્ષો સુધી સુવિહિત શાસનદીપક અને મહાપ્રભાવિક આચાર્યનું વિહારક્ષેત્ર અને ધર્મપુરી રહ્યું છે. એટલે જ એને “શિવપુરી” તરીકે ઉલ્લેખ જોવાય છે. સિરાહીમાં શ્રી. હીરવિજયસૂરિજીની દાદાવાડી પણ ગામ બહાર છે. તેમજ સરિઝની બેત્રણ ભવ્ય મૂર્તિઓ પણ છે. આ રીતે વિરોહીમાં સૂરિજીનું સ્મારક અત્યારે પણ જીવતપે વિમાન છે.
For Private And Personal Use Only