________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨ ] જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ મંદિરમાં ઊભા કાઉસ્સગીયાની આભૂષણસહિતની સુંદર બે મૂર્તિઓ છે મુગટ કંડલ બાજુ બંધ વગેરેથી વિભૂષિત એ અભુત મૂર્તિ પરમ દર્શનીય છે.
મૂતિઓના લેખોમાં અમે ૧૪૯૫ અને ૧૪૯૭ના લેખો જોયા, ત્યારપછી સોળમી સદીના પણ લે છે અને સત્તરમી અને અઢારમી સદીની તે પુછાળ મૂર્તિઓ છે. ખાસ તો, ૧૬૦૮–૯, ૧૬૩૨, ૧૬૩૪, ૧૬૯૧, ૧૭૨૧, ૧૭૩૬ની ભવ્ય મનોહર મૂતિઓ છે. આમાં પ્રતિજ્ઞાપક આ. શ્રી વિજયદાનસુરિજી, જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂવિજી, શ્રી વિજયસેનસૂરિજી, શ્રી વિજયદેવસૂરિજી, શ્રી વિજયપ્રભસૂરિજી, મહાપાધ્યાય કી મેહવિજયજી ગણિ વગેરે છે. ખાસ ૧૬૩૪, ૧૭૨૧, અને ૧૭૭૬માં અહીં મોટી અંજનશલાકા થઈ હોય તેમ લેખે ઉપરથી સમજાય છે. સતસંધાન મહાકાવ્ય, મેધમહોદય, હસ્તસંજીવનો વગેરે ગ્રંથોના પ્રણેતા વિહિતનામધેય ઉપાધ્યાય શ્રી મેદવિજયજી ગણિવર પ્રતિષ્ઠિત ૧૭૩૬ના લેખેવાળી મતિઓ મા જોવામાં અહીં જ આવી. મૂર્તિઓ બહુ જ મનહર છે. , એક પાઠામાં ચારે બાજુ ધાતુમતિ સ્થાપિત કરેલી છે. પૂજા પણ પૂરી થતી નથી, પરંતુ આ પ્રતિમાઓ બહાર નથી આપતા.
આવાં સુંદર આલિશાન મંદિર, આવી ભવ્ય મનહર જિનપ્રતિમાઓ છતાં પૂજની ખામી છે. મારા નમ્ર મન્તવ્ય મુજબ સિરોહીનાશ્રી. સંઘે જ્યાં ખાસ જરૂરી હોય ત્યાં અહીંની પ્રતિમાઓ જરૂર બહાર આવી ઉચિત છે, જેથી આમાં થતી આશાતનાથી શ્રી. સંધને બચાવ થશે અને તેમને એમ સમજાશે કે સારી વસ્તુની સર્વત્ર પિછાણુ થાય છે.
અહીંની મૂર્તિઓના લેખો લેવાનું ઘણું ઘણું મન હતું, પરંતુ સમયાભાવે લેખે નથી લઈ શકાય. પરંતુ પૂ. શ્રી જ્ઞાનવિજ્યજી મહારાજના શિખરને મુનિરાજ શ્રી. વલ્લભવિજયજીને અહીંના લેખે લેવાની ખાસ ભલામણ કરી છે. તેઓ આ લેખો લેશે જેથી પણી ઘણી ઐતિહાસિક વિગતો બહાર આવશે. સં. ૧૬૩૪ અને ૧૬૪૪ના રાવ સુરતાણુના સમયના મોટા લેખે કે જે મંદિરના ગભારાની બહારના ભાગમાં છે તેમાં રાવ સુરતાણનાં
૯ અહીં સહસાવધાની આચાર્ય શ્રી. મુનિસુંદરસૂરિજી પધાર્યા હતા. તેમજ આ. શ્રી. લક્ષ્મીસાગરસૂરિજી અને આ. શ્રી. વિજયદાનસૂરિજી પણ પધાર્યા હતા. સં. ૧૬૧૦માં જી હીરવિજયસૂરિજીની આચાર્ય પદવી મહત્સવ પૂર્વક અહીં થઈ હતી. ૧૬રમાં પણુ શ્રી. હીરવિજયસૂરિજી અહીં પધાર્યા હતા. ૧૬૩૪ માં પ્રતિષ્ઠા અંજનશલાકા કરાવી છે. સં. ૧૬૩૯માં સામ્રાટ અકબરને પ્રતિબવવા જતાં અહીં પધાર્યા હતા અને રાવસુરત્રાણને ઉપદેશ આપ્યો હતો. આ વખતે તેમના પટ્ટધર આ, શ્રી. વિજયસેનસૂરિજી પણ અહીં સુધી સાથે હતા. અને અહીં આ પ્રસગે છેહલી વંદના કરી અહીંથી ખંભાત તરફ પધાર્યા હતા અને શ્રી. હીરવિજયસૂરિજી મેવાતા તરફ પધાર્યા હતા; ફતેપુરસિકી પધાર્યા હતા. આ શ્રી. વિજયસેનસૂરિજીએ ખંભાત જઇને સુપ્રસિદ્ધ દાનવીર ધર્મવીર શે વાજીયા રાજીયાના મંદિરમાં આ જ સમયે મેટી અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો.
For Private And Personal Use Only