________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
અંક ૭ | પ્રશ્નોત્તર-પ્રબોધ
[ ૨૦૭ બેસતાં ૫૦૦ ધનુષ્યની ને કાનરતાં ૧ ગાઉની અવગાહના હોય. પાંચમે આર બેસતાં એક ગાઉની ને ઊતરતાં બે ગાઉંની અવગાહના હોય. છ આર બેસતાં બે ગાઉની ને ઊતરતાં ત્રણ ગાઉની અવગાહના હોય. આ રીતે અવસર્પિણનો ક્રમ ઉત્સર્પિણમાં પશ્ચાનુપૂવ કમની માફક ઊલટો થઈ જાય છે–એમ ઉત્સર્પિણને ક્રમ અવસર્પિણીમાં ઊલટો બને છે. આ રીતે પાંચ ભરત અને અરવતની અપેક્ષાએ ગર્ભજ મનુષ્યની અવગાહનામાં હીનાધિકપણું ( ઓછાવતાપણું ) જણાવ્યું. પાંચ મહાવિદેહમાં જઘન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટી અવગાહના પાંચસો ધનુષ્યની જાણવી. આ સર્વ બીના ગર્ભજ મનુષ્યના ઔદારિક શરીરની અપેક્ષાઓ જાણવી. ગર્ભજ મનુષ્યમાં કેટલાએક વૈક્રિય લબ્ધિને ધારણ કરનારા મનુષ્યને કારણે વૈક્રિય શરીર કરે, તેની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમ ભાગ, અને ઉત્કૃષ્ટી અવગાહના સાધિક લાખ જન પ્રમાણુ જાણુવી. હૈમવત-હૈરણ્યવતમાં જઘન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટી અવગાહના એક ગાઉની; હરિવર્ષ રમ્યક વર્ષમાં ઉત્કૃષ્ટી બે ગાઊની, દેવકુર ઉત્તર કુરમાં ઉત્કૃષ્ટી ત્રણ ગાઉની અવગાહના ને જઘન્ય અવગાહના ત્રીસે અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોની એક ઝરખી અંગુલના અસંખ્યાતમા માગ પ્રમાણ જાણવી. છપન અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યની જધન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ ને ઉત્કૃષ્ટી ૮૦૦ ધનુષ્યની અવગાહના જાણવી.
આ બીના સ્પષ્ટ જણાવે છે કે- દેવમુરુ ઉત્તરકુરુના યુગલિયા ગર્ભજ મનુષ્યોના દારિક શરીરની અવગાહના ત્રણ ગાઉની હોય છે તે અપેક્ષાએ ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની કહી છે. ૩
૪–-પ્રશ્ન-નંદીશ્વરદીપનું વલયાકાર (ગોળાકારે) વિષ્કભપ્રમાણ કેટલું?
ઉત્તર-નંદીપનું એક અબજ, ત્રેસઠ કરોડ, ચોરાશી લાખ યોજન વલયવિષ્કળ શ્રી વિચાર સાર સપ્તતિકામાં કહ્યો છે. તે પાઠ આ પ્રમાણે-“ તેવ સહિત રક્ષા चुलसीइ वलयविक्खंभो । ४
પ–પ્રશ્ન–ચાર અંજનગિરિનું સ્વરૂપ શું?
ઉત્તર – જંબૂદીપથી આઠમા નંદીશ્વર દ્વીપના મધ્યભાગમાં પૂર્વાદિ ચારે દિશાએ ચાર અંજનગિરિ પર્વતો રહેલા છે. તે આ પ્રમાણે-૧-પૂર્વ દિશામાં દેવરમણ નામનો અંજનગિરિ, દક્ષિણમાં નિત્યદ્યોત નામને અંજનગિરિ, પશ્ચિમમાં નિત્યોત નામે અંજનગિરિ, ઉત્તરમાં રમણીય નામને અંજનગિરિ છે. આ ચારે અંજનગિરિ પર્વતા દેખાવ ઊંચા કરેલા ગોપુચ્છના જેવો જાણ. એટલે જેમ ગાયનું પૂંછડું મૂળના ભાગમાં રથ હોય, અને નીચે જતાં અનુક્રમે પાતળું પાતળું હોય, તે પ્રમાણે આ ચારે અંજનગરિ પર્વતનો વિસ્તાર નીચે નીચે વધારે થાજનને હેય છે, અને ઉપર ઉપર અનુક્રમે છેડા ભેડા જન પ્રમાણુ હોય છે. આ પર્વતો-અંજન રમય હોવાથી અંજનગિરિ નામથી પ્રસિદ્ધ છે. આ ચારે પર્વતોની પૃથ્વી પરથી ઉંચાઈ ચોરાશી હજાર થોજન પ્રમાણુ કહી છે. તેઓ એક હજાર રોજન પૃથ્વીની અંદર ઊંડા છે. તે દરેક અંજનગિરિને પૃથ્વીની સપાટી ઉપર દશહજાર યોજને વિસ્તાર અને ત્યાંથી ઉપર જતાં અનુક્રમે તે (વિરતાર) ઘટવા માંડે છે, તેથી છેક ઉપરના ભાગમાં તેને એક હજાર યોજન
For Private And Personal Use Only