SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મુનિસુંદરસૂરિવિરચિત નવસારીમંડન-શ્રીપાર્શ્વનાથ-તેત્ર સં–શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ સુરતની દક્ષિણે આવેલું નવસારી શહેર ઘણું પ્રાચીન છે. ઈ. સ. પૂર્વ ત્રીજી શતાબ્દિમાં તેની ખ્યાતિ યુરોપ સુધી હતી, ગૂજરાતનાં બંદરોમાં આની ગણના હતી. ટોલેમીએ પણ આને ઉલ્લેખ કર્યો છે. જો કે દક્ષિણે સોપારા અને ઉત્તરમાં ભરૂચ આબાદીય બંદરેથી તેની મહત્તા અંકાઈ નહતી, છતાં દક્ષિણથી ભરૂચ જવાના સ્થળ અને દરિયાઈ માર્ગમાં મા બંદર વચ્ચે આવતું જ. આ શહેરનું પ્રાચીન નામ નવસારિકા મળે છે. ગૂજરાતમાં ચાલુક્ય રાજાઓના સમયમાં તેનું મહત્વ વધવા લાગ્યું. ઈ. સ. ૭૪૦ના શ્રીઆશ્રય શીરાદિત્ય યુવરા ના લેખ ઉપરથી જણાય છે કે નરસારિકા ગુર્જર ચાલુકાના પાટવી કુમારનું નિવાસસ્થાન બન્યું હતું. ઈ. . ૭૪૮માં સિંહના સુબા અબદુલ-ઈ-હિમાને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને માલવા ઉપર ચઢાઈ કરી અને ભરૂચ ઉપર ધા નાખ્યો ત્યારે ચાલુક્ય અવનીજનાશ્રય પૂલુકસેન દ સ છ૩૯માં નવસારી આગળ તેની સામે થયો અને તેને હરાવ્યા. તે પછી ગૂર્જર ચાલુકોની પડતીની સાથે તે રાષ્ટ્રકૂટના હાથમાં ગયું. પારસીઓએ સંજાણુથી નાસીને ઈ. સ. ૧૫ર માં અહીં આશ્રય મેળવ્યો. મોગલોની સત્તા પછી સુરતમાં નવાબી સત્તા સ્થપાઈ ત્યારે મરાઠાઓને નવાબી સત્તા ઉપર દાબ બેસાડવા નવઋારી જ અનુકૂળ પડેલું તેથી અહીં જ મરાઠાઓનાં થાણુ સ્થપાયાં હતાં. નવમા સૈકામાં નવસારી જૈનધર્મનું કેન્દ્ર થઈ પડયું હતું. તે સમયના કર્કના સુરતના તામ્રપત્રમાં નવસારીનાં જે મદિરાને કેટલીક મિલકત આપ્યાનો ઉલ્લેખ મળે છે. આથી નવસારીનું મહત્ત્વ જેને માટે વિશેષ ગણાય. આ જ વાતને પ્રમાણિત કરતું આ સ્વત્ર છે એટલે નવસારીના મંદિરનું મહત્ત્વ પ્રાચીનતાની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. શ્રી. મુનિસુંદરસૂરિએ આમાં કોઈ ઐતિહાસિક વિગત ટાંકી નથી. તેમણે તે પ્રાચીનતાની દષ્ટિએ માત્ર ભકિતથી તેનું મહત્ત્વ આંતાં સ્તુતિ કરી છે. શ્રી મુનિસુંદરસૂરિની જીવનકથા સુપ્રસિદ્ધ છે, તેની માહિતી મેળવવા માટે જિજ્ઞાસુઓ અધ્યાત્મક૫મની સ્વ. શ્રી મોહનલાલ દ. દેસાઈએ લખેલી પ્રસ્તાવના જે લેવી. તેઓ પંદરમી શતાબ્દિમાં થયેલા વિદ્વાન આચાર્યોમાં મુખ્ય હતા અને તેમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથની રચના કરેલો છે; એટલું જણાવવું અહીં બેક થશે. આ સ્તોત્ર પંદરમી શતાબ્દિને ગૂજરાતી ભાષાને એક સુંદર નમૂને છે. મારા ધારવા મુજ ૧ મુનિસુંદરસૂરિની ગૂજરાતી ભાષામાં લખાયેલી કઈ કૃતિ હજી સુધી ઉપલબ્ધ For Private And Personal Use Only
SR No.521630
Book TitleJain_Satyaprakash 1947 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy