________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] સ્યાદ્વાદ રિશે કંઈક
[ ૧૯૧ હરકેઈ કાળે નિર્ણય કરવામાં જે જે દષ્ટિઓ જરૂરની હેય તે લક્ષ્યમાં લઈ બાકીની દષ્ટિએ વિચારમાં લેવામાં આવતી નથી અને તે રીતે અમુક દૃષ્ટિથી ઘટાવેલાં સત્ય જરૂરની હેઈ નિર્ણયાત્મક બને છે એટલે દષ્ટિઓ અર્થાત અપેક્ષાઓ અને તજજન્ય સત્યો સમજવી જોઈએ અને સાથે સાથે જરૂરિયાત લક્ષ્યમાં લેવી જોઇએ, કે જે નિર્ણય ઘડી આપે છે. કેટલાક વિચાર એવો મત ધરાવે છે કે સ્યાદવાદ એ સંશયવાદ જેવો અસ્પષ્ટ અને અચોક્કસ હોવાથી કાંઈ પણ નિર્ણય આપી શકવા સમર્થ નથી. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે; તેમાં સ્વાદુવાદના સ્પષ્ટ ખ્યાલની ખામી છે કઈ પણ વસ્તુને નિર્ણય કરવામાં જે સત્ય ઉચ્ચારાય તે વિવિધ દષ્ટિઓનાં સત્ય તપાસાઈ વિચારાઈને જરૂરી દષ્ટિએ લક્ષ્યમાં લઈ બને છે, એટલે જ સ્યાદ્વાદને અર્થ છે. સ્યાદવાદથી વિરુદ્ધ વાદ તે એકાંતવાદ કહ્યું છે. આ વાદમાં નિર્ણય કરતાં વિવિધ દષ્ટિઓ વિચારમાં લેવામાં આવે નહિ કે વિવિધ વિધી ધમેં એક જ પદાર્થમાં હોય નહિ એમ માનેલું છે તેથી તેમાં એક જ બાજુનાં સત્યો વિચારમાં લેવામાં આવે છે.
ઉપરની વિચારણાથી સમજાય છે કે રયાદ્દવાદ સંશયવાદ નથી, પણ તેના નિર્ણ સદા સ્પષ્ટ અને વિશાળ હોય છે; પ્રત્યેક નિર્ણય બતાવે છે કે તેમાં અમુક દૃષ્ટિઓપૂર્વક વિચારણા થઈ છે, અમુક દષ્ટિઓનાં સત્ય વિચારાય છે અને તેના આધારે નિર્ણય થયો છે. આટલું ચોક્કસ છે કે સ્યાદવાદ અપેક્ષાઓથી ભરપૂર હોય છે, પરંતુ નિર્ણય ઘડવામાં તે અપેક્ષાઓ સંશયો બનતી નથી. દેશકાલાદિક અપેક્ષાઓ જરૂરની હાઈવે પર નિર્ણય ઘાવામાં આવે છે, જે પ્રમાણભૂત છે તેમ જણાશે.
હવે આ વિશ્વને વિશદતા સરુ એક ઉદાહરણ લઈએ. એક દર્શનકારે આત્માને નિત્ય ક. બીજા દર્શનકારે આ માને અનિત્ય જણાવ્યો. આ બંને પોતપોતાની દષ્ટિએ સાચા છે. આત્મા નિત્ય છે કેમ કે આત્મદ્રવ્ય ત્રણે કાલ, તેના પર્યાયે ફરતાં છતાં, સત્તા ધરાવે છે. આત્માને તેના પર્યાયરૂપે જ જોનારાએ આત્માને તે પર્યાયની અપેક્ષાએ અનિય કહો તે તે દષ્ટિ પણ યથાર્ય છે. એક જ આત્મપદાર્થમાં આવા વિરોધી ધમીનો સમાસ થાય છે. જેઓ એક જ દષ્ટિને સાચી માને છે અને બીજી દૃષ્ટિએ ઈન્કાર કરે છે તેઓ એકાંતવાદના આગ્રહના કારણે પૂર્ણ સત્યને સમજી શકતા નથી.
સ્યાદવાદી જે અપેક્ષાઓ મુખ્ય કરવી જોઈએ તે મુખ્ય કરી શકે છે, અને વ્યવહાર તેમ જ નિશ્ચય ધર્મો સાચવી શકે છે. કઈ અપેક્ષાઓ-દષ્ટિએ અને તજજન્ય સત્યો મુખ્ય કરવાં અને કયા ગૌણ એ સંજોગોથી નક્કી થઈ શકે છે. જ્યાં વ્યવહાર મુખ્ય કરવાનો હોય ત્યાં તેને અનુરૂ૫ અપેક્ષાઓ-સત્યો મુખ્ય કરવાં જોઈએ અને તેવી સ્પષ્ટતા સાથે માચરણ આગળ થઈ શકે છે. જ્યાં જે વ્યવહાર કે નિશ્ચય મુખ્ય કરવાનો હોય ત્યાં તે વ્યવહાર કે નિશ્ચય અનુસાર દૃષ્ટિપૂર્વકનું સત્ય ગ્રહણ કરવું જોઈએ, જે નિર્ણયાત્મક બની રહે છે.
એટલું ચોક્કસ છે કે અપેક્ષાઓ-દષ્ટિએ અનંત છે તેથી પ્રત્યેક પદાર્થને આશ્રીને ઉચ્ચારવામાં આપતાં સ યો પણ અનંત જ હેય છે. નિર્ણાયક છે જે અપેક્ષા જરૂરની હોય તે પ્રહણ થાય છે, બાકી પ્રત્યે ઉપેક્ષા ભાવ થાય છે. ધ્યાનમાં એ રાખવાનું કે આ
For Private And Personal Use Only