________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
િવષ ૧૨ સો અપેક્ષા સમજી લાગુ કરવાનાં છે. પરંતુ અપેક્ષા રહિતપણે સ્વતંત્ર સત્ય નથી કેટલાક વિદ્વાનો પદાર્થોન સત્ય એટલી જ ખાતર ઉચારવ'નું મુનાસીબ ગણતાં નથી કે અપેક્ષા યુક્ત સાય, અપેક્ષાને ત્યાગ કરવાથી, ભયંકર કેટિનું અસત્ય પણ બની જાય છે. વળી સત્યનું નિરૂપણ કરવામાં કેટલુંયે અવકતવ્ય હોય છે, છતાં તે સત્યમાં લાગુ તો પાડવાનું હોય છે. તેઓ સત્યને અવકતવ્ય માને છે, જે પણ એક અપેક્ષાએ સાચું છે. આ રીતે સ્યાદવાદ શલિમાં ત્રણ મુખ્ય સામસામાં ભાંગી પાડી શકાય છે: (૧) વસ્તુ નિય છે, (૨) વસ્તુ અનિત્ય છે અને (૩) વસ્તુ અવકતવ્ય છે. આ ત્રણેને પરસ્પર મેળવવાથી તેના મુખ્ય સાત ભાંગા થાય છે, જે નીચે મુજબ ગોઠવી શકાય છે (૧) વસ્તુ નિત્ય છે.
(૫) વસ્તુ નિત્ય અને અવક્તવ્ય છે. (૨) વસ્તુ અનિત્ય છે.
(૬) વસ્તુ અનિત્ય અને અવકતવ્ય છે. (૩) વરતુ નિત્ય-અનિત્ય છે. (૭) વસ્તુ નિય–અનિય અને અવકતવ્ય છે. (૪) વસ્તુ અવક્તવ્ય છે.
ઉપરના સાત પિકીના ૧-૨-૪ નંબરના પરસ્પર છેલી કેટીના વિરોધી છે, બાકીના ચાર મુખ્યમ કોટીના છે. વચ્ચે અનંત ભિન્ન ભિન્ન દષ્ટિઓ છે, જેમાં ઉપરની સાત મુખ્ય છે, જેને સપ્તભંગી કહેવામાં આવે છે. પ્રત્યેક પદાર્થ-ગુણ-પર્યાયમાં તે ધટાવી શકાય છે, જે સમજતાં સ્યાદવાદનું રહસ્ય સમજાય છે. આ સપ્તભંગી સ્ટાફવાદની કુંચી છે.
આપણી સન્મુખ સિદ્ધાંતે- આમ જે સત્યો રજુ કરે છે તેમાં કેટલાંક વ્યવહાર પ્રધાન છે, કેટલાંક દ્રવ્યાયિક છે, કેટલીક પર્યાયાયિક છે, કેટલાંક જ્ઞાનાર્થિક અને કેટલાંક ક્રિયાર્થિક છે, સિવાય અનેક છે જનધર્મના સર્વ આગમોમાં બતાવેલાં સો સ્ટાફવાદ શિલિથી નિરૂપણ કરેલાં છે. સમજવાનું છે કે તે સિદ્ધાંતો કયારે કઈ દૃષ્ટિ મુખ્ય કરી કહેવામાં આવ્યાં છે તે ભૂલવાનું નથી. જે સત્ય જે વિષયને આશ્રી હોય તેને તેમાં લાગુ બરાબર પાડી શકાય છે તેથી તે અપેક્ષાઓ અને સત્યોને યથાર્થ ઘટાવવાથી યથાર્યવાદ છે, જે પ્રમાણભૂત છે.
આથી કહેવું જ પડશે કે સ્યાદ્દવાદ એ યથાર્થવાદ છે, તેમાં એકપક્ષી એકાંતપણું નથી. એકાંતવાદી એક પદાર્થમાં બીજી દષ્ટિએ હેઈ શકે જ નહિ તેમ સમજે છે અને સત્યને સ્વતંત્ર–નિરપેક્ષ માને છે. પરંતુ ખરી રીતે આપણે નિહાળી ગયા તેમ સત્ય તો સાપેક્ષ-relative છે. આપણું અનુભવથી એ સિદ્ધ છે કે એકાંતદષ્ટિનાં ચયો મિયા છે, કેમ કે, તે સત્ય તેના વિષયને આછી તેની મર્યાદામાં ઘટાવી શકાય છે, પરંતુ તેની બહાર તે લાગુ પડતાં નથી, છતાં તેને તેમાં લાગુ પાડવાં તે અસત્ય છે, “આત્મા નથી? એમ કેઈએ જોયું તો તે સત્ય અમુક દૃષ્ટિપૂર્વકનું છે, સિવાય બીજી કોઈ દષ્ટિઓ જ નથી એમ કહી ઉપરના સત્યને તેની દૃષ્ટિના ક્ષેત્રની બહાર પણ લઈ જવામાં આવે તો કેવળ ખોટું છે. સત્ય સમજવામાં તેની અપેક્ષાઓ સમજીએ તેમ જ અનેક અપેક્ષાઓના ઢગ વચ્ચે હોઈએ ત્યારે શું મુખ્ય કરવાનું છે તે સમજીએ, તેમાં સ્યાહૂવા પામ્યાની સફળતા છે.
For Private And Personal Use Only