________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
યક્ષદેવ મુનિને પરિચય
પથ્થરની ગાંઠનો નાશ કરનારા પ્રસિદ્ધ કુશળ એવા ટહુકારરૂપ વાણીના ભાર વડે સંતુષ્ટ, ઝળકતા, અભિમાની અને દુષ્ટ હર્ષને વશ થઈ હાથના આસ્ફાલન વડે જેમણે પવને (૩) ઉછાળ્યા એવા વાદીઓએ જે હરિભદ્રનું વચન જાતે જોઈને અનલ્પ અર્વકારને ત્યજી દીધે તે ગંભીર અને રમણીય વચન પ્રાણીના હદયને હરતું નથી ?-૨
યથાસ્થિત જૈન દર્શનના પદાર્થોને જાણનારા, જેમણે તમામ વિપક્ષવાદીઓને પરાસ્ત કર્યા છે એવા, તેમ જ વિદગ્ધ મધ્યસ્થ જનોના અજ્ઞાન પ્રત્યે શત્રુરૂપ એવા એ હરિભદ્રસૂરિને નમસ્કાર હેજે.–૩ ગ્રંથની રચના વડે ગર્ભિત એવા તાંબર હરિભદ્રના મતને તેમ જ અભયદેવના તથા નિષ્કલંક અકલંકના મતને જેણે જાણ્યો છે એવા તેમ જ જે સુરતના અર્થાત બુદ્ધના મતને, અલંકાર પર્યન્ત શાસ્ત્રને (!), ત્રણ જાતના તર્કને તથા સખ્ય અને ભદને સારી રીતે જાણે છે એ, સૂકવિ શ્રી સંગમસિંહસૂરિના ચરણની સેવામાં તત્પર, વિદ્વાન અને લયને વિષે ચૂડામણિ સમાન શ્રી જયસિંહરિના શિષ્ય૨૫ તેમ જ પ્રસિદ્ધ સુપુરમાં રહેનારા એવા જેઓ શ્રીનાગપુર (નાગાર)માં ભણવા માટે આવ્યા તે યક્ષદેવ, જેઓ જડતાના સારરૂપ છે તેમણે પાંચ પદ્યો રચ્યાં. –૪,૫
આ ઉપરથી આપણે એ જાણી શકીએ છીએ કે યક્ષદેવ જયસિંહસૂરિના શિષ્ય થતા હતા. તેમણે નાગોર (2) જઈ હરિભદ્રસૂરિના સ્યાદ્વાદને લગતા પ્રથાને સંગમસિંહ. સુરિ પાસે અભ્યાસ કર્યો હતો અને એ ગ્રંથ એમના મન ઉપર પ્રબળ છાપ પડી હતી અને તે પણ એટલે સુધી કે ભલભલા બૌદ્ધો, ચાર્વાકે કે તાર્કિક પણ સ્યાદ્વાદની વિરુદ્ધ અક્ષર ઉચ્ચારી શકે તેમ નથી એમ એ માનવા પ્રેરાયા હતા. સૈદ્ધાતિક યક્ષદેવના શિષ્ય પાધે ગંભૂતા (ગાંભુ)માં શક સંવત ૮૨૦માં શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વ્યાખ્યા જબ નામના શ્રાવકની સહાયતાથી રચી છે તો આ યક્ષદેવ તે જ શું જયસિંહસૂરિના શિષ્ય છે એવો પ્રશ્ન ઊઠે છે.
* ઉપકેશ” ગચ્છમાં યક્ષદેવ નામે એક મુનિ થઈ ગયા છે, એમની પરંપરામાં થયેલા સિદ્ધસૂરિ પાસે સમરાશાહે વિ. સં. ૧૩૭૧માં શ્રી આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિદ્ધસરિ માટે યક્ષદેવ કક-સિદ્ધ -દેવગુપ્ત-સિદ્ધ એ ઉલેખ થઈ શકે તેમ છે. આ ઉપરથી આ યક્ષદેવને અગ્યારમા–બારમા સૈકામાં થઈ ગયેલા માની શકાય. એમના ગુરુનું નામ જાણવામાં નથી.
આ પ્રમાણે યક્ષદેવ વિષેને ઊહાપોહ અત્રે પૂર્ણ થાય છે એટલે હવે યક્ષ નામના મુનિ વિષે વિચાર કરાય છે. આમ કરવાનું કારણ એ છે કે યક્ષદેવનું ટુંક નામ યક્ષ સંભવે છે.
જગત્રસિદ્ધ કણ(ક) મુનિના શિષ્ય જયસિંહરિએ ધમ્મએસમાલા રચી છે. એના ઉપર અનેક ટીકાઓ રચાયેલી છે. તે સર્વમાં સૌથી પ્રથમ વ્યાખ્યા આ સૂરિએ વિક્રમસંવત ૯૧૫ માં રચી છે. એના અંતમાં એમણે પોત ની ગુરુપરંપરાને
૧ આ વ્યાખ્યા “ શ્રાવકપ્રતિક્રમણવૃત્તિ ' તરીકે પશુ ઓળખાય છે. એની વિ. સં. ૧૨૨૮ માં લખાયેલી પ્રતની નધિ પાટણ હસ્તલિખિત પ્રતિઓના સૂચિપત્ર (ઉ. ૧૮)માં લેવાઈ છે. આ વ્યાખ્યા પાટણથી વિ. સં. ૧૯૯૭માં પ્રસિદ્ધ થઈ છે.
જે. સા. સં. ઈ. (પૃ. ૧૮૦ )માં વિ. સં. ૯૧-૯૧૫ એવો ઉલ્લેખ છે.
For Private And Personal Use Only