________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ ] શ્રી જિન સત્ય પ્રકાશ
A [ વર્ષ ૧૨ જવાની છે ] પૂજા અનુક્રમે ચરણ, ગોઠણ, હાથ, ખભા, ને મસ્તકે કરવી. શ્રીચન્દન વગર કોઈ પણ વખત પૂજા કરવી નહિ. લલાટ, કંઠ, હદયકમળ અને ઉદર ઉપર તિલક કરવું. એ પ્રમાણે નવ અંગે નવ તિલક વડે હંમેશાં પૂજા કરવી. સવારમાં પ્રથમ કુશળ માણસોએ વાતચૂર્ણથી પૂજા કરવી. બપોરે પુષ્પપૂજા અને સાંજે ધૂપ અને દીપ પૂજા કરવી. ડાબી બાજુ ધૂપ ઉખેવો. અમપૂજા સામે રહીને કરવી. જિનવરની જમણી બાજુ દીપક સ્થાપન કરો. ધ્યાન અને ચિત્યવન્દન પણ જમણુ બાજુ કરવાં. ભકતોએ જિનેશ્વર પ્રભુની પ્રીતિ માટે હાથથી છૂટો ગયેલાં, જમીન ઉપર પડી ગયેલાં, પગથી અડકાયેલાં, માથાની ઉપર મૂકેલાં, ખરાબ કપડામાં રાખેલાં, નાભિ નીચે ધારણ કરેલાં, હલકા માણસના સ્પર્શ પામેલાં, ખૂબ હણાયેલાં, કીડાઓથી દુષિત થયેલાં, પુષ્પ, પત્ર અને ફળ ચડાવવાં નહિ તેને ત્યાગ કરવો. પુષ્પને તોડી તેના બે ભાગ ન કરવા. પુપની કળીને છેદવી નહિ. ચમ્પક અને કમળને છેદવામાં વધારે દોષ થાય છે. [ આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. કેટલીક વખત ભક્તિઘેલા અણસમજુ માણસો પુષ્પમાળ બનાવતાં સમયથી તેને છેદે છે, પિતાની માનેલી શોભા વધારવા ખાતર તેને ઉપરથી કાતરે છે, પણ તેમાં લાભ કરતાં હાનિ છે. પુષ્પોને કાતર્યો ને છેદ્યા વગર પણ શોભા અને માળા સુન્દર થઈ શકે છે. તે રીતિ ન જાણનારે જાણકાર પાસેથી શીખી લેવું ને અવિધિથી બચવું] શ્રી જિનેશ્વરની ગબ્ધ, ધૂપ, અક્ષત, પુષ્પમાળા, દીપક, બલિ, જલ ને ઉત્તમ ફલેથી પૂજા કરવી. [આમાં અષ્ટપ્રકારી પૂજા બતાવેલ છે. ચાલુ અષ્ટપ્રકારી પૂજાથી આમાં કાંઈક શબ્દ જુદા છે. પણ ગબ્ધપૂજાથી ચન્દન અને બલિપૂજાથી નૈવેદ્ય લેવાં એટલે પ્રચલિત પૂજા પ્રમાણે મળી રહે. પ્રચલિત અષ્ટપ્રકારી પૂજા આ પ્રમાણે છેઃ જળ, ચન્દન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય ને ફળ] પૂજા–ધ્યાન વગેરેમાં શ્વેત વર્ણના વસ્ત્ર વગેરે શાતિ માટે, શ્યામ જ્ય માટે, લાલ ભદ્ર-કલ્યાણ માટે, લીલા ભય માટે, પીળું લાભ માટે અને પંચવર્ણ પંચમી ગતિ-સિદ્ધિ માટે થાય છે. પાઠાન્તરે શાતિમાં વેત લાભમાં પીત, પરાજયમાં પીત, મંગલમાં રક્ત, સિદ્ધિ માટે પંચવર્ણ, ખંડિત, તુટેલું–સાંધેલું-ફાટેલું-લાલ-અને ભયંકર વસ્ત્ર પહેરીને કરાયેલાં દાન, પૂજા, તપ, હોમ અને આવશ્યક અફલ થાય છે–ફલ આપતાં નથી. પદ્માસને બેસીને નાસિકાના ટેરવા ઉપર દષ્ટિ રાખીને મૌનપણે મુખ પર વસ્ત્ર વીંટીને જિનેશ્વરની પૂજા કરવી. સ્નાત્ર, વિલેપન (ચન્દન), આભૂષણ (અલંકાર), પુષ્પ, વાસચૂર્ણ, ધૂપ, દીપક, ફલ, અક્ષત, પત્ર, સોપારી, નવેદ્ય, જલ, વસ્ત્ર, ચામર, છત્ર, વાજિંત્ર, ગીત, નાટક, સ્તુતિ અને કોશ હિ; એ પ્રમાણે એકવીશ પ્રકારી જિનરાજની પૂજા પ્રસિદ્ધ છે. દેવો અને દાનાએ હંમેશા કરી છે.
ળીકાળના યોગે મુમતીઓએ તેને ખંડી છે-નિષેધી છે. બીજું પણ જે જે પ્રિય હોય તે પણ પૂજામાં ભાવના અનુસાર વાપરવું. [સકલચન્દ્રજી ઉપાધ્યાયે એકવીશ પ્રકારી પૂજાનાં સુન્દર પદ્ય રચ્યાં છે. આત્મારામજી મહારાજે પણ તેને અનુસાર એકવીશ પ્રકારી પૂજાની ગૂંથણી કરેલ છે. પૂજાની શરૂઆતમાં તેનાં નામ આ પ્રમાણે જણાવ્યાં છે.
“ હવણું વસ્ત્ર ચન્દન કરી, કુસુમ વાસ ચૂનાર; માલા અષ્ટમંગલ ભણુ, દીપ ધૂપાક્ષતધાર છે
For Private And Personal Use Only