________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુગપ્રધાન
લેખક
N.
જૈિન-શ્રમણ સંસ્કૃતિના પ્રખર જ્યોતિર્ધર આય શ્રી વજસ્વામીની જીવનકથા]
(ગતાંકથી ચાલુ)
[૧૨] રુકિમણુને ઉદ્ધાર પાટલીપુત્ર નગરમાં ધન શ્રેષ્ઠીને રુકિમણી નામની અતિ રૂપવતી પુત્રી હતી. તે શ્રેષ્ઠીની શાળામાં એકદા વજસ્વામીના સમુદાયની સાધ્વીઓ આવીને રહી. આ સાધ્વીઓએ આર્ય વજસ્વામીની અનેક પ્રકારે પ્રશંસા કરી. એ સાંભળીને મુગ્ધ બનેલી રુકિમણીએ મનમાં નિશ્ચય કર્યો કે—મારે તો રૂ૫ અને ગુણના ભંડાર વજ મુનિ સાથે જ લગ્ન કરવું; અને એ પતિ ન મળે તો લગ્ન કરવું જ નહીં. પોતાની પુત્રીની આવી વિચિત્ર પ્રતિજ્ઞા જાણીને એક વખત રુકિમણીના પિતાએ કહ્યું: “બેટા, સાધુજને કદી સંસારમાં પડે જ નહી, માટે તારે કઈ લક્ષ્મીપુત્ર પસંદ કરી લેવો જોઈએ.” આ સાંભળી રુકિમણીએ કહ્યું: “પિતાજી ! આપ ધીરજ રાખો. મેં મારું નક્કી કરી રાખ્યું છે. પતિ તો આર્ય વજ સ્વામી જ થશે. બીજો કોઈ મારી નજરમાં નથી આવતો.”
પિતા-હવે તું રહેવા દે. સાધુને તો કાંઈ લગ્ન કરવાનું હોય ખરું? રુકિમણું –બાપુજી, તમે એમને જુઓ ત્યારે ખબર પડે કે મારે લાયક કોણ છે?
એટલામાં આર્ય વજસ્વામી એ નગરમાં પધાર્યા છે એ ખબર સાંભળી રુકિમણીએ એના પિતાને કહ્યું: “પિતાજી, આજે મારા હૃદયનાય. વજમુનીશ્વર આવ્યા છે. ચાલો આપણે ત્યાં જઈએ.” વ્યાખ્યાન સમયે જ કિમણી એના પિતા સાથે ત્યાં આવી. આર્ય વાસ્વા પ્રાનું અદ્ભુત રૂપ, મનહર કાંતિ જોઈ એ પ્રસન્ન થઈ ગઈ. એને એમ થયું; મારા પ્રેમનું પાત્ર આ જ છે. શું વિધાતાએ એનું ૩૫ ઘાયું છે! ચમકતી આંખ, રૂપાળું મુખડું અને મધુરી વાણી. સાથે જ એમનું બ્રહ્મતેજ ભલમલાને મદ મુકાવે તેવું છે.
વ્યાખ્યાન પૂરું થયું અને બધાં ગયાં, પરંતુ રુકિમણું અને તેના પિતા બે ત્યાં જ રહ્યાં. રુકિમણીએ નછ જઈને કહ્યું: “પ્રભો ! મારે એક વાત પૂછવી છે પૂછું?'
આ વરવામીએ નીચી આંખ કરીને કહ્યું: “બહેન, તારે જે પૂછવું હોય તે સુખેથી પૂછ.'
રુકિમણી–આપનાં માતાપિતાનું શું નામ છે? આર્યવા –બહેન, બીજું કાંઈ પૂછવું છે કે આ જ પૂછવું છે?
રુકિમણી– આપે બહુ જ નાની ઉમ્મરે દીક્ષા લીધાનું મેં સાંભળ્યું છે. આ વાત સાચી છે?
આર્યાવજ–હાં. રુકિમણું–આપે સંસારનું સુખ તે કઈ જ અનુભવ્યું લાગતું નથી ? આર્યવજ સંસારમાં સુખ જ ક્યાં છે કે સુખ અનુભવવાનું હોય?
For Private And Personal Use Only