________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬ ] યુગપ્રધાન
[ ૧૭૫ * રુકિમણી પોતાની બધી હિમ્મત એકઠી કરી પ્રેમભરી વાણીથી બોલીઃ “મારી ઈચ્છા છે કે હું આપની સાથે લગ્નગ્રંથીથી જોડાઉં. મારી માંગણી સ્વીકાર.”
આર્યવ-બહેન ! હું તો સાધુ છું, મારે આજીવન મહ્મચર્ય પાળવાનું છે. બહેન! સાધુ પાસે આવી સાંસારિક વાતો ન શોભે.
ધનશ્રેષ્ઠી–સાધુ મહારાજ ! મારું કહેવું સાંભળો. આપ સાધુ ભલે રહ્યા, પરંતુ કંચન અને કામિની પાસે ભલભલા ગોથાં ખાઇ જાય છે. આપ આ કન્યાની માંગણી સ્વીકારો. તે હું આપને કોડે સોનામહેરો, રહેવાને મહેલ અને ક્રીડા કરવાને સુંદર ઉદ્યાન આપું.
આર્યવજ –મહાનુભાવ! આ કંચન, કામિની, વાડી અને વજીફા; બધું નાશવંત છે—ક્ષણિક છે. આમાંનું આપણી સાથે શું આવવાનું છે એ વિચારે. સંસારીઓમાં સુખી કોણ છે? સંસારીને એકાંતે દુ:ખ દુખ ને દુઃખ જ છે. સંસારની ઉપાધિઓ કાંઈ થડી છે? જાઓ, માતાના ઉદરમાં નવ નવ મહિના સુધી કેવી ભયંકર વેદનાઓ આ જીવે સહી છે. જમ્યા પછીની બાલ્યાવસ્થા પણ કેવી રીતે જાય છે યુવાવસ્થામાં ધનોપાર્જનની ચિંતા દિવસ ને રાત થયા જ કરે છે. લગ્ન પછી કુટુંબક્ષિણુની ચિન્તા, વ્યવહરિ જાળવવાની ચિંતા, અરે એ ઉપાધિઓમાંથી કોણ પિતાના આત્મકલ્યાણને સમય મેળવી શકે છે?
રુકિમણું–આપની વાત તો સાચી છે, પરંતુ એક વાર આપ મારી સાથે લગ્ન કરી . સંસાર સુખ ભોગવ્યા પછી આપણે બને સાધુધર્મ સ્વીકારીશું!
આર્યવજ–બહેન ! કાલની કોને ખબર છે ? કોણ વહેલો કે મોડો જશે તેની કોઈને ખબર નથી. દિનપ્રતિદિન આયુષ્ય ઘટતું જાય છે. તેમ જ મારે તો આજીવન બ્રહ્મચર્યવ્રત પાળવાની પ્રતિજ્ઞા છે. હું મારી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાઉ એ બને તેમ જ નથી. તું મારી ધર્મબહેન છે. જેને તું પોતાનો પ્રિય ગણે છે તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય એ તને ગમે છે? અગ્નિમાં બળી મરવું સારું, આપઘાત કરવો સારે, પરંતુ પોતાની પ્રતિજ્ઞાથી વિચલિત થવું એ સારૂં નથી.
રુકિમણી–૫ણું મારે શું કરવું ? હું તો મનથી, વચનથી આપને જ વરી ચૂકી છું, આપ જ મારા હૃદયનાથ છે. આ હદય દિવસ ને રાત આપના નામની માળા જપે છે. આપ દયાના સાગર છે એમ સાંભળ્યું છે, પરંતુ હું આજે જોઉં છું કે ત૫, સંયમ અને ત્યાગના કારણે આપ તો સાવ નિષ્ઠુર થઈ ગયા છે.
આર્યાવ-બહેન ! તું આ શું બોલે છે? ત્યાગ, સંયમ, ચારિત્ર અને સદાચાર જેના આત્મામાં વસે છે એમનું હૃદય માનસરોવર જેવું સ્વચ્છ અને પવિત્ર જ હોય છે. જે તને મારા ઉપર સાચો ને હેય તે હું જે માર્ગ બતાવું તે માર્ગ તું સ્વીકારીશ ખરી ?
રુકિમણી –હા, હું તે તમારી આજ્ઞાની જ રાહ જોઉં છું. તમે જે કહેશે તે કરીશ. આર્ય વજ– હું તને કહું છું તું સાચા સુખને માર્ગે આવી જા, ભાગવતી દીક્ષા
For Private And Personal Use Only