________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
_1 વર્ષ ૧૨ વહે છે, પૂર્વ તરફ આબુ-અરવલ્લીના પહાડે શોભી રહ્યા છે, દક્ષિણ તરફ સાચારનો પ્રાંત છે અને પશ્ચિમ બાજુ લુણી નદી વહે છે. ભિન્નમાલ એક ટેકરા ઉપર વસેલું હોવાથી પરથી આ ગામ દેખાય છે. આ નગરનાં ભિન્નમાલ, શ્રીમાલ, રત્નમલિ, પુષ્પમાલ એમ ભિન્ન ભિન્ન નામ મળે છે. અહીં અત્યારે ૩-૪ ઉપાશ્રય, ૨-૩ ધર્મશાળાઓ છે. શ્રાવકેના ઘર ૩૦૦ થી ૩૫૦ છે. ચાર જિનમંદિરે મોટાં છે. ૧ ઘરમંદિર છે અને બે મંદિરોમાં ચરણપાદુકા છે.
૧. શ્રી મહાવીર સ્વામીનું મંદિર આ મંદિર બહુ પ્રાચીન મનાય છે. મંદિર સુંદર અને ભવ્ય છે.
૨. શ્રી શાંતિનાથજીનું મંદિર આ મંદિરમાં બિરાજમાન મતિ ૧૬૩૪માં શ્રી હીરવિજયસૂરીશ્વરજી પ્રતિષ્ઠિત છે.
૩. શ્રી સુપાર્શ્વનાથજીનું મંદિર -આ મંદિર ખૂબ ઊંચું અને સુંદર છે. આમાં શ્રી સુપાર્શ્વનાથજીની ધાતુની પરિકરવાની પ્રાચીન મૂર્તિ છે. આગળ આપેલે ૧૬૭૧ ને લેખ આ મંદિરમાં છે.
૪. શ્રી શંતિનાથજીનું મંદિર આ મંદિર પ્રાચીન છે. આના થાંભલા ઉપર સં. ૧૨૧૨ ને લેખ છે.
૫. ઘરમંદિર છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની સુંદર પરિકરસહિત મૂર્તિ છે. સં. ૧૬૮૩માં શ્રી વિજયદેવસૂરિ પ્રતિષ્ઠિત મૂર્તિ છે.
૬૭. ભીનમાલથી મા- માઈલ દૂર બે મંદિર છે, જેમાં એકમાં શ્રી ગેડીઝ પાર્શ્વનાથજીના ચરણ અને બીજામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં ચરણ છે.
ભિન્નમાલથી પિરવાલ અને શ્રીમાલ જેનેની ઉત્પત્તિ થઈ છે. શ્રીમાળી બ્રાહ્મણે પણ અહીંના જ કહેવાય છે.
પ્રાચીન ગુજરાતની આ રાજધાની મનાતું હતું. ગુજરાતના રાજાઓએ ઘણાં વર્ષો અહીં સત્તા ભોગવી.
આ નગરીને ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને રોમાંચક છે. વિશેષ માટે અમારું જિન તીર્થોને ઇતિહાસ’ પુસ્તક વાંચવું.
મૂળ સ્તવન સરસ્વતી ભગવતી નમીવ, પાય વાણું માંગીજે; ભીનમાલ પુર મંડણે એ, શ્રી પાસ ગાઈજે. આદિ નયર શ્રીયમાલ, પુષ્કમાલ રનમાલ; ચિૌ જુગ પ્રગટ એ, નામે નયેર ભિન્નમાલ. ગઢમઢ મંદિર પિલ, જિન સિવ પરસાદ વાપી કંપી નદીય નિવાણ, દીઠાં અતી ઓલાદ, ન્યાત ચેરાસીરી થાપના એ, જિણ નયર વદીતા, ઉચિત ગુણ સગલે કરી, જિણ અલિકા છતી.
For Private And Personal Use Only