SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫-૬] ભિન્નમાલસ્થ પાશ્વજિનનું ઐતિહાસિક સ્તવન [ ૧૪૭ પાલનપુરના હાલના નવાબો આ ગજની ખાનના વંશજો છે. બીજુ, જાલેરના આ ગજનીખાને ઉપર્યુકત પ્રસંગ પછી–૧૯૫૧માં જગદ્ગુરુ શ્રી. હીરવિજયસૂરીશ્વરજી સમ્રાટ અકબરને પ્રતિબોધીને આવ્યા પછી, સમ્રાટના આગ્રહથી તેમના પટ્ટધર શ્રી. વિજયસેનસૂરીશ્વરજીને સમ્રાટને પ્રતિબંધ આપવા લાહોર મોકલ્યા છે. સૂરીશ્વરજી લાહોરમાં પધાર્યા અને શ્રી. નંદીવિજ્યજીએ અષ્ટ અવધાન કર્યા તે વખતે આ ગજનીખાનની મૂર્તિભંજક કદરતા ઓછી થઈ હતી. ઉપર્યુક્ત ચમકારો અને આ પ્રસંગ પછી બજની ખાનના માનસમાં પરિવર્તન થયાનું સંભવે છે. પ્રથમ જણાવ્યા મુજબ આ સ્તવનની રચના વિ. સં. ૧૬૬૨શ્રા, ૫ ને રવિવારે થઈ છે. ગજનીખાનના અસ્તિત્વનો સૂચક અને જાલેરના તે સૂબેદાર હતા એનો સૂચક શિલાલેખ ભિન્નમાલના પાર્શ્વનાથજીના મંદિરમાં છે તે આ પ્રમાણે છે " श्री पार्श्वपते नमः संवत् १६७१ वर्षे शाके १५३६ वर्तमाने चैत्र शुदि १५ सोमवारे श्री पार्श्वनाथदेवलमध्ये श्रीचंद्रप्रभमंदिरं कारापितं, रुपझ्या सहस्र २०१५६) खरचाणा, जालोर खान पहाडखान गजनीखान सुतराज्ये भानमालसोलं वोदा रहनेरा दोकडा श्रीपारसनाथरा देवका खरचाणा प्र० उदीम श्री वडवोर भीमशाखावाला श्री भावचंद्रशिष्य મટ્ટાર શ્રી વિનયચંદ્રસૂરિવરાખ્યો...... આ શિલાલેખ પ્રમાણે સં. ૧૬૭૧ માં જાલોરમાં ગજનીખાનના પુત્રનું રાજ્ય હતું. ઉપર્યુક્ત કવિના કથનને અનુરૂપ સં. ૧૭૪૬ના પ્રસિદ્ધ તીર્થયાત્રા વર્ણનકાર શીલવિજયજી પોતાની તીર્થમાલામાં ભિન્નમાલ પાર્શ્વનાથનું વર્ણન કરતાં જણાવે છે કે – જાલોરનયરિ ગજનિષાન, પિસુન વનિ પ્રભુ ધરિયા બાન; વરજગ સંઘવી વરીઉ જામ, પાસ પેષીની જમણ્યું તમ. સ્વામી મહિમા ધરણેદિ ધર્યો, માની મલિકની વલિ વસિ કર્યો, પૂછ પ્રણમી આપ્યા ચાસ, સંઘ ચતુર્વિધ પગી આસ. રદા હવામી સેવા તણી સંયેગી, પાહિ પરમારને ટલીયે પાગ; સેલ કેસિસનું જીનહર સિરી, હેમતણું તણિ કીધાં ઘરિ. ભિનમાલી ભય ભંજનનાથ, પાલણપુર શ્રી. પારસનાથ; આ કવિરાજની માન્યતા મુજબ પ્રલાદના કુમાર (પરમાર)ને રોગ પણ આ શ્રી. પાર્શ્વનાથજીની પૂજાથી મટે છે અને ભિન્નમાલમાં તે ભયભંજન-ભીડભંજને પાસનાથજી છે. આ પ્રહૂલાદન રાજાએ પાછળથી પાલનપુરમાં શ્રી પ્રહૂલાદન પાર્શ્વનાથજીનું મંદિર બનાવ્યું છે. વર્તમાન ભિન્નમાલ સુઝવાચકેની જાણ માટે ભિન્નમાલને ટૂંક પરિચય પણ અહીં આપવામાં આવે છે. ભિન્નમાલ મારવાડના જોધપુર સ્ટેટમાં આવેલું છે. આની ઉત્તર તરફ સુકરી નદી ૨પા IRછા For Private And Personal Use Only
SR No.521629
Book TitleJain_Satyaprakash 1947 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy