________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ ગઈ, ખાવાપીવાનું છૂટયું અને હમણાં મર્યો કે મરશે આવી વિકટ સ્થિતિ થઈ. રાજ્યમાં, રાજ્યકુટુમ્બમાં હાહાકાર મચ્યો. સૂબેદાર હવે ચેત્યો, મૃત્યુને ડર એને કારમો લાગ્યો. એણે મનમાં ને મનમાં પારસનાથ પ્રભુને હાથ જોડી જીવિતદાન માંગ્યું અને કહ્યું: આજ રાત્રે મને શાંતિ થશે તો હું સવારમાં જ પ્રભુમૂર્તિને ભિન્નમાલ માનપૂર્વક પહોંચડાવી દઈશ.” બસ, એની ભાવના શુદ્ધ થઈ, એનું અભિમાન-ઘમંડ ગળી ગયું અને એને શાંતિ થઈ.
બીજે દિવસે પ્રાત:કાલમાં જ પારસનાથ પ્રભુની મૂર્તિને સલામ કરી–પૂછ, સિંહાસન પર બેસારી અને હાથ જોડી વિનતિ કરીઃ હે અલ્લાહ, તમે જ આદમ છો, અલાહ છે, અલખ છે, દુનિયામાં તમારા જેવા બીજા કોઈ નથી. તમે જ પીર છે, પેગંબર છે, ખુદા છો, સાહેબ અને સુલતાન પણ તમે જ છે. હવે મારા ઉપર મહેર કરો. હું કદી પણ હવેથી તમારી આણું-આજ્ઞા નહિ લેવું.
જાલેરના શ્રીસંઘને બોલાવી મૂર્તિ સંપી. સમસ્ત સંધમાં આનંદ મંગલ વત્ય, વધામણું થયાં, વાજાં વાગવા લાગ્યાં, રંગછાંટણાં થયાં અને યાચકને દાન અપાયાં. પ્રભુજીને માનપૂર્વક રથમાં પધરાવી નિરતાના વરજંગ સંધવીને ત્યાં પહોંચાડ્યાં. નિરતાને સંધ બહુ જ પ્રસન્ન થયો.
વરજંગ સંધવીને બહુ જ આનંદ થયો. મંદિરજીમાં ઉસવ મંડાણે. સત્તરભેદી પૂજે મહોત્સવ પૂર્વક ભણાવી. “તેરે માસે પારણેએ” વરજંગ સંઘવીએ પ્રભુને પૂછ તેર મહિને પારણું કર્યું. ધન્ય છે એની ઘર્મશ્રદ્ધાને, એના ત્યાગ અને તપને કે જેણે આટલી દઢ ધર્મશ્રદ્ધા રાખી તેર મહિને પારણું કર્યું.
પંદર દિવસ નિરા ગામમાં પ્રભુજી રહ્યા પછી વરજાંગ સંધવીએ સ્વામીવાત્સલ્ય, પૂજા, પ્રભાવના આદિથી શાસનપ્રભાવના કરી અને પછી પ્રભુજીને ભિન્નમાલમાં પધરાવ્યા. ભિન્નમાલને શ્રીસંઘમાં ખૂબ આનંદ મંગલ વરતા. ચારે દેશથી શ્રીસંધ દર્શન-પૂજન માટે આવવા લાગ્યા. ભિન્નમાલના શ્રીસંઘે શ્રી. શાંતિનાથજીના મંદિરની પાસે જ શ્રી. પાર્શ્વનાથજીનું સુંદર જિનમંદિર બનાવ્યું. પૂર્વ તરફ સુંદર દરવાજો હતો. સુંદર ગઢ, મનેહર થાંભલા, તોરણ, નવ ચોકીઓ, પ્રદક્ષિણ વગેરેથી અલંકૃત સુંદર સૌશિખરી ભવ્ય જિનાપ્રસાદ બનાવ્યો મંદિરની બહાર શારદાદેવીની મૂર્તિ પણ સ્થાપી. પ્રતિષ્ઠામહેત્સવ શરૂ થયો. ગામગામના સંધ આવ્યા, સ્તવનકાર મહાત્મા ત્યારપછી શ્રી. પાર્શ્વનાથજીની પૂજાથી થતા આ લોક અને પરલેકના કલ્યાણલાભનું વર્ણન કરે છે.
ઉપર્યુક્ત પ્રસંગ પછી અર્થાત સં. ૧૬૫૧-૫૨ પછી બરાબર દશ વર્ષે (૧દર મા) સ્તવનકાર ભિન્નમાલમાં ચાતુર્માસ રહ્યા હતા અને પોતે નજરે શ્રી પાર્શ્વનાથજીના ચમકારો જોયા તે વર્ણવ્યા છે. આ દૃષ્ટિએ એક પ્રત્યક્ષદશી મહાત્માએ બનાવેલું આ સ્તવન એતિહાસિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. જાલેરના ગજનીખાનને પ્રસંગ પણ એમણે જે વર્ણવ્યો છે તે પણ અતિહાસિક દૃષ્ટિએ સત્ય છે.
૧. આ નિરતા ગામ અત્યારે ભિન્નમાલની નજીકમાં છે. અને ભિન્નમાલથી જાલેર જતાં વચ્ચે આવે છે.
For Private And Personal Use Only