________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ એવી છે કે ઉપર ઉપરથી વાંચનારને કેટલેક સ્થળે ભ્રમ થાય ને એક બીજા ઉલ્લેખો વિરોધી લાગે, પણ ઊંડાણથી વિચાર કરવામાં આવે ત્યારે તે ખૂબી સમજાય છે. એકબીજાના વિરોધ રહેતા નથી ને બન્ને એક જ અર્થને વાતને કહે છે એમ સ્પષ્ટ જણાય છે.
૨. ભ્રામક ને વિરોધી સ્થળા. (૧) શ્રી જયસિંહસૂરિજી મ.ના ઉલ્લેખમાં કાણાં નિવારે રવિ શે' એ પદનો ઉપરચોટિયે અર્થ ભ્રામક છે. તેનો સીધો અર્થ એવો સમજાય કે રોહિણી નક્ષત્રમાં શનિવારે અને તેરમો રવિયોગ છતાં તેમાં નીચે પ્રમાણે વિરોધ આવે છે: અમાવાસ્યાને દિવસે સૂર્ય ને ચન્દ્ર એક સાથે હોય છે. ત્યાર બાદ ચન્દ્ર હમેશાં સૂર્યથી એક એક નક્ષત્ર આગળ વધે છે. પૌષ–અમાવાસ્યાને દિવસે બહુધા શ્રવણ યા ધનિષ્કામાં સૂર્ય-ચન્દ્ર હોય. ત્યાંથી એક એક દિવસે આગળ વધતો ચન્દ્ર માહ શુદિ ૧૪ને દિવસે ૧૩ કે ૧૪ નક્ષત્ર આગળ વધ્યો હોય છે. સૂર્ય પણ ૧૩-૧૪ દિવસે નક્ષત્ર ફેરવે છે એટલે સૂર્ય શ્રવણમાંથી ધનિષ્ઠામાં આવ્યો હોય ને ચન્દ્ર ચતુર્દશીને દિવસે પુષ્યમાં આવેલ હોય, પણુ રોહિણીમાં કોઈ પણ રીતે ન હોય. ધનિષ્ઠાથી રોહિણી નક્ષત્ર નવમું છે. એટલે તે નક્ષત્ર : માહ શુદિ ૮-૯ લગભગ હોય. ધનિષ્ઠાના સૂર્યને રોહિણીને ચન્દ્ર સાથે ૧૩મો રવિયોગ કઈ રીતે બને નહિ. એટલે માહ શુદિ ૧૪ના દિવસે રોહિણું ને ૧૩મો રવિયોગ એ બે એકબીજાને વિરોધ બતાવે છે.
(૨) પ્રભાવક ચરિત્રકારના કથનમાં “ત્રા જિco' છે. તેને પૂર્વના રહિણના સંસ્કારે રોહિણી નક્ષત્રમાં એ જ અર્થ સહસા સમજાય, કારણકે બ્રાહ્મ--બ્રહ્મા છે દેવતા જેનો એવું નક્ષત્ર રોહિણી. રોહિણને સ્વામી બ્રહ્યા છે. આગળ “ધિwછે તથા ને અર્થ આઠમા નક્ષત્રમાં એવો થાય. આઠમું નક્ષત્ર પુષ્ય છે. હવે જે પુષ્ય નક્ષત્ર લેવામાં આવે તો પ્રથમના બને કથનમાં જે રોહિણી છે તેનું શું ? એટલે તે પણ એક ગૂંચવણ છે.
(૩) પૂર્વના રોહિણી નક્ષત્રના સંસ્કારથી જ પ્રભાવકચરિત્રના “ર કૂવાનો અર્થ વૃષભરાશિને ચન્દ્ર છતાં એવો કરવામાં આવે. રોહિણી નક્ષત્ર વૃષભ રાશિમાં આવે છે. પણ પ્રથમ જણાવ્યું તેમ માઘ શુદિ ૧૪ને દિવસે રોહિણી ન હોય પુષ્ય હોય ને તેથી જ વૃષભ રાશિ ન હોય પણ કર્ક રાશિ હોય છે. એટલે “ચન્દ્ર વૃષોપગેનો અર્થ શું ?
(૪) પ્રભાવક ચરિત્રના શરિથ રને અર્થ ચન્દ્ર ધર્મસ્થાનમાં રહે છતે એવો થાય, પણ એ કઈ રીતે બેસતો નથી. એક તો ધર્મસ્થાન નવમું છે. નવમા સ્થાનમાં ચન્દ્રને રાખીયે તો તે કઈ રાશિનો રાખવો? થયેલ ભ્રમ પ્રમાણે વૃષભનો રાખીયે તો લગ્ન કન્યા રાશિનું રાખવું પડે. ને કર્કને ચન્દ્ર નવમા સ્થાનમાં રાખીયે તો વૃશ્ચિક લગ્ન લેવું પડે. કન્યા કે વૃશ્ચિક એ બન્ને લગ્નો માહ શુદિ ૧૪ને દિવસે કુંભના સૂર્યને હિસાબે સૂર્યાસ્ત પછી આવે. એટલે તે સમયે દીક્ષાવિધિ સંભવતો નથી. બીજું “કૃષ૪ને શુર્મર એ શ્રીજયસિંહસૂરિજી મ. ના કથનનો વિરોધ રહે છે.
(૫) રાશિતઃ મૌન' એ પ્રભાવક ચરિત્રના કથન પ્રમાણે સૂર્ય અને મંગળ શુભસ્થાનમાં રહે છતે, એવો અર્થ થાય. કુંડલીમાં છઠ્ઠા સ્થાનને શત્રુસ્થાન કહે છે. કુંભ રાશિના સૂર્યને મંગળ છઠ્ઠા શત્રુ સ્થાનમાં ત્યારે જ આવે કે કન્યા લગ્ન ગ્રહણ
For Private And Personal Use Only